Viyahapannatti 444
Viyāhapannatti: ṭīkānusārī vivecana 444
- Language
- Gujarati
444
‘ભગવતી’ સૂત્ર-૩૦૨ :– [૬/૭/૩૦૨]
હે ભગવન્! શાલી, વ્રીહિ, ઘઉં, જવ, જવજવ, આ ધાન્યો કોઠામાં, પાલામાં, માંચામાં, માળામાં, ઉલ્લિપ્ત હોય, લિપ્ત હોય, ઢાંકેલ હોય, મુદ્રિત-લાંછિત હોય, તો તેની યોનિ કેટલા કાળ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ. પછી તેની યોનિ મ્લાન થાય, પ્રતિધ્વંસ પામે, તે બીજ અબીજ થાય, પછી - X - તેનો વિચ્છેદ થાય. ... ભગવન્! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, પલિમંથક (ચણા) એ બધાં ધાન્યો, સાલીમાં કહેલ વિશેષણવાળા હોય તો તેમજ જાણવું વિશેષ એ - પાંચ વર્ષ.
-ભગવન્! અળસી, કુસુંભ, કોદ્રવ, કાંગ, બંટી, રાલ, સણ, સરસવ, મૂલક બીજ આદિ ધાન્યો શેષ શાલી જેમજ કહેવું. વિશેષ એ કે – સાત વર્ષે અબીજ થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit