Pramāṇa · Search · About · API

Viyahapannatti 451

Viyāhapannatti: ṭīkānusārī vivecana 451

Language
Gujarati

451

‘ભગવતી’ સૂત્ર-૩૧૫ :– [૬/૮/૩૧૫]
ભગવન્‌! આયુબંધ કેટલા પ્રકારે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - જાતિનામનિધત્તાયુ, ગતિનામ - સ્થિતિનામ - અવગાહનાનામ - પ્રદેશનામ - અનુભાગનામ નિધત્તાયુ. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવન્‌ ! જીવો, જાતિનામ નિધત્ત યાવત્‌ અનુભાગનામ નિધત્ત છે? ગૌતમ! જાતિનામાદિ છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો. ... ભગવન્‌! જીવો જાતિનામનિધત્તાયુ યાવત્‌ અનુભાગનામ નિધત્તાયુ છે? ગૌતમ! તે છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવન્‌! શું જીવો જાતિનામ નિધત્ત છે? જાતિનામ, નિધત્ત આયુ છે? જાતિ નામ નિયુક્ત છે? જાતિનામ નિયુક્તાયુ છે? જાતિ ગોત્ર નિધત્ત છે? જાતિ ગોત્ર નિધત્તાયુ છે? જાતિ ગોત્ર નિયુક્ત છે? જાતિ ગોત્ર નિયુક્તાયુ છે? જાતિનામ ગોત્ર નિધત્ત છે? જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે? જાતિનામ ગોત્ર નિયુક્ત છે? જાતિનામ ગોત્ર નિયુક્તાયુ છે? યાવત્‌ અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે? – ગૌતમ! જાતિનામ ગોત્ર નિયુક્તાયુ યાવત્‌ અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે. વૈમાનિક સુધી દંડક કહેવો.

Linked texts (1)