Viyahapannatti 452
Viyāhapannatti: ṭīkānusārī vivecana 452
- Language
- Gujarati
452
વિવેચન :–૩૧૫
જાતિ - એકેન્દ્રિયાદિ પાંચ. તે રૂપ જે નામ, તે જાતિ નામ, તે નામકર્મની ઉત્તરપ્રકૃત્તિ છે. અથવા જીવ પરિણામ છે. તેની સાથે નિધત્ત - નિષેકને પ્રાપ્ત આયુ, તે જાતિનામ નિધત્તાયુ. નિષેક - કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવવા માટેની રચના. - - ગતિ - નારકાદિ. સ્થિતિ - અમુક ભવમાં કે કર્મ વડે જીવનું રહેવું, તે રૂપ ધર્મ, તે સહિત જે આયુદલિક તે સ્થિતિ નામ નિધત્તાયુ. અથવા જાતિ, ગતિ, અવગાહના નામ ગ્રહણ કરવાથી જાત્યાદિની પ્રકૃતિ કહી. સ્થિતિ, પ્રદેશ, અનુભાગનામના ગ્રહણથી તેના જ સ્થિતિ આદિ કહ્યા. - X - નામ શબ્દ બધે જ કર્માર્થમાં ઘટે છે. તેથી સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધત્ત આયુ.
જેમાં જીવો અવગાહે તે અવગાહના -ઔદારિકાદિ શરીર. તેની સાથે જે નિધત્તાયુ તે અવગાહના નામ નિધત્તાયુ.-પ્રદેશ- આયુકર્મ દ્રવ્યોનું જે પરિણમન તે અથવા પ્રદેશરૂપ નામકર્મ, તેની સાથે નિધત્ત આયુ તે. આયુ કર્મના દ્રવ્યોનો વિપાક, તે રૂપ પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામકર્મ, તેની સાથે નિધત્તાયુ.
શંકા-આયુષ્યને જાત્યાદિ નામકર્મથી વિશેષિત કેમ કર્યુ? આયુષ્યની પ્રધાનતા દર્શાવવા માટે. કેમકે નારકાદિ આયુનો ઉદય થાય ત્યારે જે જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે. નારકાદિ ભવનું ઉપગ્રાહક આયુ જ છે. - X - X - નારકાયુના સંવેદવાના પ્રથમ સમયે જ નારકો કહેવાય છે. તેના સાહચર્યથી પંચેન્દ્રિય જાત્યાદિ નામ કર્મોનો ઉદય થાય છે. પૂર્વે આયુના બંધના છ પ્રકાર સંબંધે પૂછેલ, તે આયુ અને બંધ વચ્ચે અભેદ સંબંધ છે. - X - ૨૪ દંડકમાં કહેવું. ... કર્મ વિશેષાધિકારથી, તેનાથી વિશેષિત જીવાદિ પદોના ૧૨ દંડકો કહે છે - જીવા ણં ભંતે આદિ. જેઓએ જાતિનામ નિષિક્ત કર્યુ છે અથવા વિશિષ્ટ બંધવાળું કર્યુ છે ‘જાતિ નામ નિધત્ત’ કહેવાય. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ, અનુભાગનામ નિધત્ત કહેવું. - X - આ દંડક પણ વૈમાનિક સુધી જાણવો.
જેઓએ જાતિનામ સાથે આયુને નિધત્ત કર્યુ છે, તે જાતિનામ નિધત્તાયુ. એ પ્રમાણે બીજા પદો પણ જાણવા. આ બીજો દંડક. આ પ્રમાણે બાર દંડક થાય છે તેમાં બે દર્શાવ્યા, તો પણ ફરીથી નોંધે છે–
(૧) જાતિ નામ નિધત્ત, (૨) જાતિનામ નિધત્તાયુ - X - (૩) જાતિ નામ નિયુક્ત - જેઓએ જાતિનામને નિયુક્ત - સંબદ્ધ, નિકાચિત કે વેદવામાં નિયોજેલ છે. - X - (૪) જાતિનામ નિયુક્તાયુ - જાતિનામ સાથે આયુને નિયુક્ત કરેલ છે તે. (૫) જાતિ ગોત્ર નિધત્ત - એકેન્દ્રિયાદિ તે જાતિ અને ગોત્ર તે નીચ-ઉચ્ચ. (૬) જાતિ ગોત્ર નિયુક્ત (૭) જાતિ ગોત્ર નિયુક્ત. (૯) જાતિ ગોત્ર નિયુક્તાયુ (૧૦) જાતિ નામ ગોત્ર નિધત્ત – જેણે જાતિ, નામ, ગોત્ર નિધત્ત કર્યા છે તે - X - (૧૧) જાતિ નામ ગોત્ર નિયુક્ત (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ-એ રીતે અન્ય પદો જાણવા. ... અહીં જાત્યાદિ નામ, ગોત્ર, આયુનું ભવના ઉપગ્રહમાં પ્રધાનપણું જણાવવા માટે યથાયોગ્ય જીવોને વિશેષિત કર્યા છે - X - જીવો સ્વધર્મથી પ્રરૂપ્યા. હવે લવણસમુદ્રને પ્રરૂપે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit