Pramāṇa · Search · About · API

Viyahapannatti 468

Viyāhapannatti: ṭīkānusārī vivecana 468

Language
Gujarati

468

‘ભગવતી’ સૂત્ર-૩૨૩ થી ૩૨૬ :– [૬/૧૦/૩૨૩ થી ૩૨૬]
[૩૨૩] ભગવન્‌! નૈરયિકો આત્મા દ્વારા ગ્રહણ કરી જે પુદ્ગલો આહારે, તે શું આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે અનંતર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે? ગૌતમ! આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે. અનંતર કે પરંપર ક્ષેત્રાવગાઢને નહીં. - આમ વૈમાનિક સુધી છે.
[૩૨૪] ભગવન્‌! કેવલીઓ ઈન્દ્રિયો દ્વારા જાણે-જુએ? ગૌતમ! તેમ નથી. - એમ કેમ? હે ગૌતમ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે, અમિતને પણ જાણે યાવત્‌ કેવલીનું દર્શન નિર્વૃત્ત છે. તેથી કહ્યું.
[૩૨૫] જીવોનું સુખ-દુઃખ, જીવનું પ્રાણધારણ, ભવ્યો, એકાંત દુઃખ વેદના, આત્માથી પુદ્ગલ ગ્રહણ, કેવલી [આટલા વિષયો છે.]
[૩૨૬] ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)