Viyahapannatti 470
Viyāhapannatti: ṭīkānusārī vivecana 470
- Language
- Gujarati
470
ભૂમિકા :–‘ભગવતી’ સૂત્રનો ક્રમ પાંચમો છે. અંગસૂત્રોમાં ‘ભગવતી’ એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે ભગવઈ નામે પ્રસિદ્ધ છે, તે ‘વિવાહ પન્નત્તિ’ કે વિવાહ નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભગવતી કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.] આ શતકમાં પેટા વર્ગ કે પેટા શતક પણ છે, તેના પેટા ઉદ્દેશાઓ પણ છે.
‘ભગવતી’ સૂત્રનો મુખ્ય વિષય સ્વસમય, પરસમયની વિચારણા છે. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકા આદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃત્તિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્ઘાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષા આદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળ સૂત્રનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચનમાં ‘ટીકાનુસારી વિવેચન’ શબ્દ અમે પસંદ કર્યો છે, પરંતુ તેમાં વૃત્તિની સાથે ક્વચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિનો અંશ, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે તે સ્થાને આ નિશાની - X - X - કરેલી છે.
અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખ અભિનવ કાળે નોંધ્યા છે, અમે આ વિષયમાં મૌન રહેવું ઉચિત માનીએ છીએ – ભગવતી સૂત્ર અનુવાદ ચાર ભાગોમાં છે. જેનો આ બીજો ભાગ છે.
શતક-૭
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit