Viyahapannatti 475
Viyāhapannatti: ṭīkānusārī vivecana 475
- Language
- Gujarati
475
વિવેચન :–૩૨૮
પરભવે જતાં ક્યા સમયે અનાહારક હોય? એ પ્રશ્ન. જ્યારે જીવ ઋજુગતિએ ઉત્પાદસ્થાને જાય છે, ત્યારે પરભવાયુના પહેલા સમયે જ આહારક હોય. જો વિગ્રહગતિએ જાય, તો વક્રમાં પહેલા સમયે અનાહારક હોય, ઉત્પત્તિસ્થાન પ્રાપ્તિના અભાવે આહારણીય પુદ્ગલોનો અભાવ હોય છે - X - તથા એક વળાંકથી બે સમયે ઉત્પન્ન થાય, તો પહેલા સમયે અનાહારક, બીજે તો આહારક. જો બે વળાંકથી ત્રણ સમયે ઉત્પન્ન થાય તો પહેલા બે સમય અનાહારક - X - જો ત્રણ વળાંકથી ચાર સમયે ઉત્પન્ન થાય તો પહેલાંના ત્રણ સમય અનાહારક, ચોથા સમયે નિયમા આહારક - X -ત્રણ વળાંક આ રીતે –
નાડીની બહારની દિશામાં રહેલ હોય, જેનો અધોલોકથી ઉર્ધ્વલોકે ઉત્પાદ નાડીની બહારની દિશામાં હોય, તે અવશ્ય એક સમયે વિશ્રેણીમાંથી સમશ્રેણી પામે, બીજા સમયે નાડીમાં પ્રવેશે, ત્રીજે ઉર્ધ્વલોકમાં જાય, ચોથે લોકનાડીથી નીકળી ઉત્પત્તિ સ્થાને ઉપજે. પહેલાં ત્રણ સમય ત્રણ વળાંક જાણવા. - X –
બીજા કહે છે – ચાર વળાંક પણ સંભવે, જો વિદિશાથી વિદિશામાં ઉપજે. તેમાં ત્રણ સમય પૂર્વવત્. ચોથા સમયે નાડીથી નીકળીને સમશ્રેણિ પામે. પાંચમે ઉત્પત્તિ સ્થાનને પામે. તેમાં આદ્ય ચાર સમયમાં ચાર વળાંક થાય. તેમાં અનાહારક છે. આ સીત્રમાં દર્શાવેલ નથી. પ્રાયઃ આ રીતે અનુત્પત્તિ નથી.
ઉક્ત આલાવા મુજબ ૨૪ દંડકો કહેવા. તેમાં જીવ, એકેન્દ્રિય બંનેમાં ચોથા સમયે નિયમા આહારક કહેવા. બાકીના ત્રીજા સમયે કહેવા. તેમાં જે નારકાદિ ત્રસોમાં ઉપજે, તેને નાડીની બહાર ગમનાગમન નથી, તેથી ત્રીજા સમયે નિત્યાહારકત્વ છે. જેમકે - જે મત્સ્યાદિ ભરતના પૂર્વ ભાગથી ઐરવતના પશ્ચિમની નીચે નરકમાં ઉપજે, તે એક સમયમાં પૂર્વથી પશ્ચિમમાં જાય, બીજે ઐરવતની પશ્ચિમે, ત્રીજે નરકમાં જાય. અહીં પહેલા બે સમય અનાહારક, ત્રીજે આહારક. આ વાત સૂત્રમાં કહી છે - X -
બધાંથી અલ્પ - X - આહાર જેનો છે, તે - X - અલ્પાહારક. પ્રથમ સમયે ઉત્પન્નનો પ્રથમ સમય અર્થાત્ ઉત્પત્તિનો પ્રથમ સમય. તેની આહારગ્રહણના હેતુથી શરીરની અલ્પતાથી સર્વાલ્પાહારતા હોય છે. જીવનના છેલ્લા સમયે જે છે તે પ્રદેશોના સંહૃતત્વથી અલ્પ શરીર-અવયવોમાં રહેવાથી સર્વાલ્પાહારતા.
અનાહારકત્વ એ જીવોને વિશેષથી લોક સંસ્થાનવશાત્ થાય છે, માટે લોક પ્રરૂપણા સૂત્ર–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit