Pramāṇa · Search · About · API

Viyahapannatti 478

Viyāhapannatti: ṭīkānusārī vivecana 478

Language
Gujarati

478

‘ભગવતી’ સૂત્ર-૩૩૦ થી ૩૩૨ :– [૭/૧/૩૩૦ થી ૩૩૨]
[૩૩૦] ભગવન્‌! શ્રમણની સમીપ આશ્રયે રહેલ શ્રાવકને ભગવન્‌! ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી? ગૌતમ! શ્રમણના ઉપ-આશ્રયે રહેલ, સામાયિક કરતાં શ્રાવકનો આત્મા અધિકરણી હોય છે. આત્માધિકરણ નિમિત્તે તેને ઐર્યાપથિકી ક્રિયા ન લાગે, સાંપરાયિકી ક્રિયા લાગે. તે હેતુથી કહ્યું કે યાવત્‌ સાંપરાયિકી ક્રિયા લાગે છે.
[૩૩૧] ભગવન્‌! શ્રાવકને પહેલાથી જ ત્રસ-પ્રાણની હિંસાના પચ્ચક્‌ખાણ હોય છે, પૃથ્વીકાય હિંસાના અપ્રત્યાખ્યાન હોય છે. તે પૃથ્વીને ખોદતાં જો કોઈ ત્રસ જીવની હિંસા કરે તો ભગવન્‌! તેને વ્રત ઉલ્લંઘન થાય? ના, તેમ નથી. કેમકે તે ત્રસજીવના વધ માટે પ્રવૃત્ત હોતો નથી.
ભગવન્‌! શ્રાવકને પૂર્વેથી વનસ્પતિ હિંસાનું પચ્ચક્‌ખાણ હોય, પૃથ્વી ખોદતાં, તે કોઈ વૃક્ષનું મૂળ છેદી નાંખે તો તેને વ્રતનું ઉલ્લંઘન થાય? તેમ ન થાય. કેમકે તે તેની હિંસા માટે પ્રવૃત્ત નથી.
[૩૩૨] ભગવન્‌! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું લાભ થાય? ગૌતમ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને યાવત્‌ પ્રતિલાભતો શ્રાવક તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને સમાધિ પમાડે છે. સમાધિને કારણે તે પણ સમાધિ પામે છે.
ભગવન્‌! તથારૂપ શ્રમણને યાવત્‌ પ્રતિલાભતો શ્રાવક શું તજે છે? ગૌતમ! જીવિતનો અને દુસ્ત્યાજ્યનો ત્યાગ કરે છે. દુષ્કર કરે છે, દુર્લભ (વસ્તુ) પામે છે, બોધિ પામી, સિદ્ધ થઈ, યાવત્‌ અંત કરે છે.

Linked texts (1)