Pramāṇa · Search · About · API

Viyahapannatti 479

Viyāhapannatti: ṭīkānusārī vivecana 479

Language
Gujarati

479

વિવેચન :–૩૩૦ થી ૩૩૨
સામાયિક કરેલ, સાધુની વસતિમાં રહીને તેવા યથાર્થ શ્રાવકને - X - સાંપરાયિકી ક્રિયા લાગે. બંને વિશેષણ યોગે અને નિરુદ્ધ કષાયત્વ યુક્તતાથી ઐર્યાપથિકી લાગે એવી આશંકાથી આ પ્રશ્ન છે. જેને હળ-ગાડું આદિ કષાયના આશ્રયભૂત છે તે અધિકરણી. તેનાથી આત્માધિકરણી, તે કારણ જે ક્રિયાકરણમાં હોય, તેનાથી સાંપરાયિકી ક્રિયા લાગે. શ્રાવકાધિકારથી જ કહે છે. ત્રસવધ, તે ત્રસપ્રાણના વધાર્થે પ્રવર્તતો નથી. વધનો સંકલ્પ નથી, તે સંકલ્પવધથી નિવૃત્ત છે. માટે તેનું ઉલ્લંઘન ન થાય. ચયતિ - આપે છે. જીવિતને આપે છે, કેમકે અન્નાદિ દ્રવ્ય આપતાં જીવિતનો જ ત્યાગ કરે છે. અન્નાદિ દ્રવ્ય દુસ્ત્યજ્ય હોવાથી કહ્યું – દુસ્ત્યજ્યને તજે છે.
આ ત્યાગ દુષ્કર હોવાથી કહ્યું – દુષ્કરને કરે છે. અથવા શેનો વિરહ થાય? કર્મની દીર્ઘ સ્થિતિનો. દુષ્ટ કર્મદ્રવ્ય સંચયનો. અપૂર્વકરણાદિ દુષ્કર કરે છે. તેનાથી અનિવૃત્તિકરણ પામે છે, તેનાથી સમ્યગ્દર્શન અનુભવે છે. અહીં શ્રમણોપાસક શબ્દ છે. તેથી સાધુ-ઉપાસના માત્ર કરનાર લેવા. કેમકે સૂત્ર તેમાં જ ઘટે છે. - X - દાનથી બોધિ આદિ બીજે પણ કહ્યા છે – કર્મત્વ કહ્યું, હવે અકર્મત્વ કહે છે–

Linked texts (1)