Pramāṇa · Search · About · API

Viyahapannatti 480

Viyāhapannatti: ṭīkānusārī vivecana 480

Language
Gujarati

480

‘ભગવતી’ સૂત્ર-૩૩૩ :– [૭/૧/૩૩૩]
ભગવન્‌! કર્મરહિત જીવની ગતિ થાય? હા, થાય. ભગવન્‌! અકર્મની ગતિ કઈ રીતે થાય? ગૌતમ! નિસ્સંગતા-નિરાગતા-ગતિ પરિણામ-બંધન છેદનતા-નિરિંધનતા-પૂર્વ પ્રયોગથી અકર્મની ગતિ કહી છે. નિસ્સંગતા - X - આદિથી કર્મરહિતની ગતિ કઈ રીતે કહી? જેમ કોઈ પુરુષ નિશ્છિદ્ર, નિરુપહત, સુકા તુંબડાને ક્રમપૂર્વક સંસ્કાર કરી, દર્ભ અને કુશ વડે વીંટે. પછી માટીના આઠ લેપથી લીંપે, પછી તાપમાં સુકવે, સુકાયા પછી અથાગ-અતાર પુરુષ પ્રમાણ પાણીમાં નાંખે, તો હે ગૌતમ! તે તુંબડુ, તે માટીના આઠ લેપની ગુરુત્તાથી, ભારથી, ગુરુતા અને ભારથી, પાણીના તળને ઉલ્લંઘીને નીચે ભૂમિ પર સ્થિત થાય?
હા, થાય. હવે તે તુંબડુ માટીના આઠ લેપનો ક્ષય થતાં ભૂમિતળને છોડીને જળના ઉપરના તટે આવીને સ્થિર થાય? હા, થાય. એ પ્રમાણે ગૌતમ! નિસ્સંગતાદિથી કર્મરહિતની ગતિ કહી છે.
ભગવન્‌! બંધન છેદત્વથી કર્મરહિતની ગતિ કઈ રીતે થાય? ગૌતમ! જેમ વટાણા-મગ-અડદ-સિંબલીની શિંગ કે એરંડાનું બીજ તડકે મૂક્યા હોય અને સુકાઈને ફૂટે અને એક બાજુ ઉડે. તેમ ગૌતમ! થાય.
ભગવન્‌! નિરિંધણત્વથી કર્મરહિતની ગતિ કઈ રીતે થાય? ગૌતમ! જેમ ઈંધણથી છૂટેલ ધૂમ્ર સ્વાભાવિક રીતે, નિર્વ્યાઘાતપણે ઉપર જાય, તેમ હે ગૌતમ (જીવ જાય.)-ભગવન્‌! પૂર્વ પ્રયોગથી કર્મરહિતની ગતિ કઈ રીતે થાય? ગૌતમ! ધનુષ્‌થી છૂટેલ બાણની ગતિ લક્ષ્યાભિમુખ, નિર્વ્યાઘાતપણે થાય, તેમ ગૌતમ! જીવની ગતિ છે.

Linked texts (1)