Viyahapannatti 484
Viyāhapannatti: ṭīkānusārī vivecana 484
- Language
- Gujarati
484
‘ભગવતી’ સૂત્ર-૩૩૫ થી ૩૩૭ :– [૭/૧/૩૩૫ થી ૩૩૭]
[૩૩૫] ભગવન્! અનુપયુક્ત અણગાર ચાલતા, ઉભતા, બેસતા, સુતા, અનુપયુક્ત વસ્ત્ર-પાત્ર-કંબલ-રજોહરણ લેતા કે મૂકતા, તેને હે ભગવન્! ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી? ગૌતમ! ઐર્યાપથિકી નહીં પણ સાંપરાયિકી ક્રિયા લાગે. એમ કેમ? ગૌતમ! જેનાં ક્રોધ, માન, માયા, લોભ વ્યુચ્છિન્ન થયા છે, તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. જેના ક્રોધાદિ વ્યુચ્છિન્ન થયા નથી, તેને સાંપરાયિકી ક્રિયા લાગે, ઐર્યાપથિકી નહીં. યથાસૂત્ર ચાલનારને ઐર્યાપથિકી ક્રિયા લાગે, ઉત્સૂત્રથી ચાલનારને સાંપરાયિકી ક્રિયા લાગે. અનુપયુક્ત છે તે ઉત્સૂત્રથી જ વર્તે છે, માટે પૂર્વવત્ કહ્યું.
[૩૩૬] ભગવન્! અંગાર, ધૂમ, સંયોજના દોષથી દૂષિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ! જે સાધુ કે સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિ ગ્રહીને મૂર્ચ્છિત-ગૃદ્ધ-ગ્રથિત-અધ્યુપપન્ન આહાર આહારે છે, તો હે ગૌતમ! તે અંગારદોષયુક્ત પાન, ભોજન છે. જે સાધુ-સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિ ગ્રહીને અત્યંત અપ્રીતિ વડે, ક્રોધથી, ખિન્નતાથી આહારને આહારે, તે હે ગૌતમ! ધૂમ દોષયુક્ત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને ગુણોત્પાદન હેતુ અન્ય દ્રવ્ય સાથે સંયોજીને આહારે કરે, તે હે ગૌતમ! સંયોજના દોષ દુષ્ટ પાન-ભોજન છે. હે ગૌતમ! આ તેનો - X - અર્થ કહ્યો.
ભગવન્! અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ! જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહણ કરીને અમૂર્ચ્છિત થઈ યાવત્ આહારે છે, તે હે ગૌતમ! અંગાર દોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને અત્યંત અપ્રીતિ ન કરતો આહારે, તે ધૂમદોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ જેવું પ્રાપ્ત થાય તેવું જ આહારે, તે સંયોજના દોષથી મુક્ત પાન-ભોજન છે. હે ગૌતમ! આ તેનો - X - અર્થ કહ્યો.
[૩૩૭] ભગવન્! ક્ષેત્ર-કાળ-માર્ગ-પ્રમાણથી અતિક્રાંત પાન-ભોજનનો શો અર્થ કહ્યો?
ગૌતમ! જે સાધુ-સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહે, સૂર્ય ઉગ્યા પછી તે આહાર કરે, તે હે ગૌતમ! ક્ષેત્રાતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ પહેલી પોરિસિએ ગ્રહીને છેલ્લી પોરિસિ સુધી રાખીને પછી તે આહાર કરે, તે કાલાતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહણ કરીને અર્ધ યોજન મર્યાદા ઓળંગીને તે આહાર કરે, તે માર્ગાતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિ ગ્રહીને કુકડીના ઈંડા પ્રમાણ માત્ર એવો ૩૨ કોળીયાથી અધિક આહાર કરે તે પ્રમાણાતિક્રાંત પાન-ભોજન. આઠ કોળીયા પ્રમાણ લે તો તે અલ્પાહારી છે, ૧૨ કોળીયા પ્રમાણ લે તો અપાર્દ્ધ અવમોદરિકા, ૧૬-કોળીયા પ્રમાણ લે તો દ્વિભાગ પ્રાપ્ત, ૨૪ કોળીયા લે તો તે ઉણોદરિકા વાળો છે, ૩૨ કોળીયા પ્રમાણ લે તો પ્રમાણ પ્રાપ્ત. તેનાથી એક પણ કોળીયો ઓછો આહાર કરે તો તે શ્રમણ નિર્ગ્રન્થ પ્રકામરસ ભોજી છે, તેમ કહેવાય છે. હે ગૌતમ! ક્ષેત્રાતિક્રાંતાદિ - X - નો આ અર્થ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit