Viyahapannatti 485
Viyāhapannatti: ṭīkānusārī vivecana 485
- Language
- Gujarati
485
વિવેચન :–૩૩૫ થી ૩૩૭
વોચ્છિન્ન - અનુદિત, ચારિત્રરૂપી ઈંધનમાં અંગાર સમાન જે ભોજન વિષયમાં રાગરૂપ અગ્નિ કરે, તે અંગાર દોષ તેના સહિત જે પાનકાદિ તે સ-અંગાર. ચારિત્રરૂપ ઈંધનમાં ધૂમના હેતુરૂપ તે ધૂતમ દોષ, તે સહિત પાનકાદિ તે સધૂમ. દ્રવ્યના ગુણ વિશેષાર્થે બીજા દ્રવ્યનું યોજવું, તે સંયોજના દોષ. - X -મૂર્છિત-મોહવાળા, ગિદ્ધ - તેની વિશેષ આકાંક્ષાવાળા. ગ્રથિત - તેમાં રાગ વાળા, અજ્ઝોવવન્ન - તેમાં જ એકાગ્ર થયેલ. આહારમાહારેઈ - ભોજન કરે. - X -મહા અપ્રીતિ, ક્રોધથી ક્લાંત. ગુણુપ્પાય-રસ વિશેષ ઉત્પાદનાર્થે. વીઈંગાલ-જેમાંથી રાગ ગયો છે તે. ખેત્તાઈક્કંતાદિ - સૂર્યસંબંધી તાપ ક્ષેત્ર, તેને ઓળંગી ગયેલ તે. કાળ એટલે દિવસના ત્રણ પ્રહરને ઓળંગી ગયેલ. - X -બત્રીશ કવલ લક્ષણ પ્રમાણ ઓળંગી ગયેલ. ઉવાઈણાવિત-પ્રાપ્ત કરે. અર્ધ યોજનની મર્યાદાથી ઉપર લઈને જાય. કુક્કુડિઅંડગપમાણ - કુકડીના ઈંડાનું જે માપ તે અથવા જીવના આશ્રયત્વથી કુટિર માફક કુટી - શરીર, અશુચિ પ્રાયત્વથી કુત્સિત, પેટ પુરતો આહાર. તેની ૩૨ અંશરૂપ તે કુક્કુટી-અંડક પ્રમાણ માત્રા. અહીં એમ કહે છે – જેટલો જે પુરુષનો આહાર, તે આહારનો ૩૨-મો ભાગ. તે પુરુષની અપેક્ષાથી કોળીયો કહેવાય. તેને આશ્રીને - X - પ્રમાણ પ્રાપ્ત - X - પહેલી વ્યાખ્યા પ્રાયિક પક્ષ અપેક્ષાએ જાણવી. ૩૨-નો ચોથો ભાગ આહાર કરે તે સાધુ અલ્પાહારી કહેવાય અથવા કુકડીના ઈંડાના માપથી આઠ કવલ માત્ર આહાર કરે તે અલ્પાહારી છે.
પેટને ઓછું પડે તેમ આહાર કરવો તે અવમોદરિકા. કિંચિત્ ઉણ-અડધું જે છે તે અપાર્ધ. ૩૨-કોળીયાની અપેક્ષાએ બાર એ અપાર્ધરૂપ છે. - X - અથવા ધર્મ અને ધર્મીના અભેદથી અપાર્દ્ધ અવમૌદરિક એવો સાધુ થાય તેમ જાણવું. દ્વિભાગ એટલે અડધું, તે પ્રાપ્તથી દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત સાધુ થાય છે. - X - પ્રકામ - અત્યર્થ. મધુરાદિ રસનો ભોગી તે પ્રકામરસભોગી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit