Pramāṇa · Search · About · API

Viyahapannatti 48

Viyāhapannatti: ṭīkānusārī vivecana 48

Language
Gujarati

48

વિવેચન :–૨૯
આત્મા સાથે કર્મ પુદ્ગલોને ચોંટાડે તે લેશ્યા. તે યોગના પરિણામરૂપ છે. યોગનિરોધથી લેશ્યાનો અભાવ છે. યોગ એ શરીર નામકર્મની પરિણતિ વિશેષ છે. પન્નવણાના લેશ્યાપદના ચાર ઉદ્દેશામાં અહીં બીજો ઉદ્દેશો લેવો. - X - લેશ્યાનું સ્વરૂપ ઋદ્ધિની વક્તવ્યતા સુધી જાણવું.
સંક્ષેપથી આ પ્રમાણે - લેશ્યા કેટલી કહી છે? લેશ્યા છ કહી છે - કૃષ્ણલેશ્યાદિ. એમ સર્વત્ર પ્રશ્નોત્તર કહેવા. નૈરયિકોને કૃષ્ણાદિ ત્રણ, તિર્યંચોને-૬, એકેન્દ્રિયોને-૪, તેઉવાયુ, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળાને-૩, પંચેન્દ્રિયતિર્યંચોને-૬, લેશ્યા ઈત્યાદિ કહેવું. - યાવત્‌ - ભગવન્‌! આ કૃષ્ણ યાવત્‌ શુક્લ લેશ્યાવાળામાં કોણ કોનાથી ઓછી કે વધુ ઋદ્ધિવાળા છે? - X -

Linked texts (1)