Viyahapannatti 491
Viyāhapannatti: ṭīkānusārī vivecana 491
- Language
- Gujarati
491
‘ભગવતી’ સૂત્ર-૩૪૦ થી ૩૪૨ :– [૭/૨/૩૪૦ થી ૩૪૨]
[૩૪૦] ભગવન્! પચ્ચક્ખાણ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ - મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. - - ભગવન્! મૂલ ગુણ પ્રત્યાખ્યાન કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. સર્વ મૂલગુણ પચ્ચક્ખાણ, દેશ મૂલગુણ પચ્ચક્ખાણ.
ભગવન્! સર્વ મૂલગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે? ગૌતમ! પાંચ. તે આ - સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ - યાવત્ - સર્વથા પરિગ્રહથી વિરમણ. - ભગવન્! દેશમૂલગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે? ગૌતમ! પાંચ. તે આ - સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ યાવત્ સ્થૂલ પરિગ્રહ વિરમણ.
ભગવન્! ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે? ગૌતમ! બે. તે આ - સર્વ ઉત્તરગુણ પચ્ચક્ખાણ, દેશ ઉત્તરગુણ પચ્ચક્ખાણ - - ભગવન્! સર્વ ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે? ગૌતમ! દશ.
[૩૪૧] અનાગત, અતિક્રાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા-પ્રત્યાખ્યાન.
[૩૪૨] ભગવન્! દેશ ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે? સાત. - દિગ્વ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ - તથા - અપશ્ચિમ મારણાંતિક સંલેખના જોષણા-આરાધના.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit