Pramāṇa · Search · About · API

Viyahapannatti 492

Viyāhapannatti: ṭīkānusārī vivecana 492

Language
Gujarati

492

વિવેચન :–૩૪૦ થી ૩૪૨
ચારિત્ર વૃક્ષના મૂળ ગુણ સમાન - પ્રાણાતિપાતાદિ વિરમણ, મૂલ ગુણરૂપ પ્રત્યાખ્યાન કે મૂળગુણ વિષયક નિવૃત્તિ, તેને મૂળગુણ પ્રત્યાખ્યાન જાણવું. મૂળગુણની અપેક્ષાએ ઉત્તરરૂપ ગુણ - વૃક્ષની શાખા માફક, તે ઉત્તરગુણ, તેમાં પ્રત્યાખ્યાન, તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. જો તે સર્વથા હોય તો સર્વમૂલગુણ અને દેશથી હોય તો દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સર્વ વિરતને હોય, બીજું દેશવિરતને હોય.
અણાગય ગાથા – (૧) ભાવિમાં કરવાનું તે અનાગત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચમાં અંતરાયના સંભવથી પહેલાં જ તે તપ કરવું. કહ્યું છે–ગુરુ, તપસ્વી કે ગ્લાનની વૈયાવચ્ચના કારણે, મને પર્યુષણા તપમાં અંતરાય થશે, તેમ જાણી તે તપ અત્યારે કરવું તે ‘અનાગત’ છે.
(૨) પછી કરવાથી અતિક્રાંત, ભાવના પૂર્વવત્‌. કહ્યું છે – પૂર્વવત્‌ કારણોથી પર્યુષણા તપ ન થઈ શકે તો તેને પછી કરવો તે ‘અતિક્રાંત’ છે.
(૩) કોટિસહિત - એકની સમાપ્તિ અને બીજાનો આરંભ સાથે થાય તે. ચતુર્થભક્તાદિ કરીને અનંતર જ ચતુર્થભક્તાદિ કરવું તે. -X-
(૪) નિયંત્રિત -નિયમા યંત્રિત, તે નિયંત્રિત. પ્રતિજ્ઞા દિવસે ગ્લાનત્વાદિ કારણે અંતરાય થવા છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કરવું. કહ્યું છે – મહીને-મહીને અમુક-અમુક દિવસે નિશ્ચય કરેલ તપ તંદુરસ્ત હોય કે ગ્લાન, પણ શ્વાસ ચાલે ત્યાં સુધી કરવો, તેને ધીર પુરુષોએ નિયંત્રિત તપ કહ્યો છે તેને અનિશ્રિતાત્મા અણગાર સ્વીકારે છે.
(૫) સાકાર-પ્રત્યાખ્યાનના અપવાદ હેતુઓ જે મહત્તર આગાર આદિ સાથે હોય તે.
(૬) અનાકાર - કાંતાર, દુર્ભિક્ષાદિ વિશિષ્ટ હેતુના સંભવ અભાવે મહત્તરાદિ આગાર-છુટ ન લે તે. જો કે માત્ર અનાકાર પચ્ચક્‌ખાણ હોય તો પણ ‘અનાભોગ’, ‘સહાસાકાર’ તેમાં કહેવા. જેથી કાષ્ઠ, આંગળી આદિ મોઢામાં નાંખતા ભંગ ન થાય. - X -
(૭) પરિમાણકૃત - દત્તિ આદિ વડે પરિમાણ કરેલ. કહ્યું છે – દત્તિ, કવલ, ઘર, ભિક્ષા કે દ્રવ્ય વડે જે ભોજન ત્યાગ તે પરિમાણકૃત.
(૮) નિરવશેષ - સમગ્ર અશનાદિ વિષયક કહ્યું છે - સર્વે અશન, પાન, ખાદ્ય-પેયવિધિને સર્વભાવથી છોડવી તે નિરવશેષ.
(૯) સંકેત - ચિહ્ન સહિત વર્તે તે. અથવા અંગુષ્ઠ સહિતાદિ સંકેત યુક્ત. કહ્યું છે – અંગુઠો, મુટ્ઠી, ગાંઠ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છ્‌વાસ, સ્તિબુક, જ્યોતિષ્ક આદિ સંકેતો અનંતજ્ઞાની ધીરપુરુષોએ કહ્યા છે.
(૧૦) અદ્ધા-એટલે કાળ. પૌરુષિ આદિ કાળનું નિયમન કરીને પચ્ચક્‌ખાણ કરવું. કહ્યું છે – કાળપ્રમાણના છેદથી પુરિમડ્ઢ, પોરિસિ, મુહૂર્ત્ત, માસ, અર્ધમાસ આદિનું પ્રત્યાખ્યાન, તે અદ્ધા પ્રત્યાખ્યાન.
ઉપભોગ એટલે અશન, પાન, અનુલેપનાદિનો એકવાર ભોગ, પરિભોગ – અશન, શયન, વસન, સ્ત્રી આદિનો વારંવાર ભોગ કરવો તે.
‘પશ્ચિમ’ અમંગલ હોવાથી, તેને રોકવા અપશ્ચિમ કહ્યું. મરણ - પ્રાણ ત્યાગ. જો કે આવીચી મરણ પ્રતિક્ષણ થાય છે, તો પણ તે ન લેવું. પણ વિવક્ષિત સર્વાયુ ક્ષય લક્ષણ મરણ લેવું. તે પરથી બન્યુ મારણાંતિક. જેનાથી શરીર, કષાયાદિ પાતળા કરાય તે સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના. તેનું સેવન, અખંડકાળ કરવું તે આરાધના.
અહીં દિગ્‌વ્રતાદિ સાત તો દેશોત્તરગુણ જ છે. સંલેખના માટે નિયમ નથી. કેમકે આ દેશોત્તરવાળા માટે દેશોત્તરગુણરૂપ અને સર્વ ઉત્તરવાળા માટે સર્વોત્તરગુણરૂપ છે તેમ આવશ્યકમાં કહ્યું છે. તેથી સંલેખનાને ન ગણીને સાત દેશોત્તર ગુણ કહ્યા. પણ સંલેખના દેશોત્તર-ગુણવાળાને પણ અવશ્ય કરણીય હોવાથી અહીં સાથે મૂકેલ છે.
પ્રત્યાખ્યાન કહ્યું હવે જીવાદિને આશ્રીને પ્રત્યાખ્યાનાદિ કહે છે–

Linked texts (1)