Pramāṇa · Search · About · API

Viyahapannatti 493

Viyāhapannatti: ṭīkānusārī vivecana 493

Language
Gujarati

493

‘ભગવતી’ સૂત્ર-૩૪૩ :– [૭/૨/૩૪૩]
ભગવન્‌! જીવો મૂલગુણપચ્ચક્‌ખાણી, ઉત્તરગુણપચ્ચક્‌ખાણી કે અપચ્ચક્‌ખાણી છે? ગૌતમ! જીવો આ ત્રણે પચ્ચક્‌ખાણી છે.
ભગવન્‌! નૈરયિકો, મૂલગુણ પચ્ચક્‌ખાણી છે આદિ પૃચ્છા. ગૌતમ! નૈરયિકો મૂલગુણ કે ઉત્તર-ગુણ પચ્ચક્‌ખાણી નથી, પણ અપચ્ચક્‌ખાણી છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય જીવો પર્યન્ત કહેવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને જીવોની જેમ જાણવા. - - વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને નૈરયિકો જેવા જાણવા.
ભગવન્‌! આ મૂલગુણ પચ્ચક્‌ખાણી, ઉત્તરગુણ પચ્ચક્‌ખાણી અને અપચ્ચક્‌ખાણીમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સર્વથી ઓછા મૂલગુણ પચ્ચક્‌ખાણી છે, ઉત્તરગુણ પચ્ચક્‌ખાણી અસંખ્યાતા, અપચ્ચક્‌ખાણી અનંતગુણ છે.
ભગવન્‌! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકનો પ્રશ્ન, ગૌતમ! મૂલગુણ પચ્ચક્‌ખાણી પંચેન્દ્રિય તિર્યંચ જીવો સૌથી થોડા, ઉત્તરગુણ પચ્ચક્‌ખાણી અસંખ્યાતગુણા, અપ્રત્યાખ્યાની અસંખ્યગુણા.
ભગવન્‌! આ મનુષ્યોમાં મૂલગુણ પચ્ચક્‌ખાણી આદિ પૃચ્છા. ગૌતમ! મૂલગુણ પચ્ચક્‌ખાણી મનુષ્યો સૌથી થોડા, ઉત્તરગુણ પચ્ચક્‌ખાણી સંખ્યાત ગુણા, અપ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા છે.
ભગવન્‌! જીવો, સર્વમૂલગુણ પચ્ચક્‌ખાણી, દેશમૂલગુણ પચ્ચક્‌ખાણી કે અપચ્ચક્‌ખાણી? ગૌતમ! જીવો આ ત્રણે પચ્ચક્‌ખાણી છે.
નૈરયિક વિશે પૃચ્છા - ગૌતમ! નૈરયિકો સર્વ મૂલ ગુણ કે દેશમૂલગુણ પચ્ચક્‌ખાણી નથી, અપચ્ચક્‌ખાણી છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. - પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા - ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચો સર્વમૂલગુણ પચ્ચક્‌ખાણી નથી, દેશમૂલગુણ પચ્ચક્ખાણી અને અપચ્ચક્‌ખાણી છે. મનુષ્યો જીવો સમાન છે, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકો નૈરયિક સમાન છે.
ભગવન્‌! આ જીવોમાં સર્વમૂલગુણ - દેશમૂલગુણ પચ્ચક્‌ખાણી, અપચ્ચક્‌ખાણીમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા મૂલગુણ પચ્ચક્‌ખાણી, દેશમૂલગુણ પચ્ચક્‌ખાણી અસંખ્ય ગુણા, અપચ્ચક્‌ખાણી અનંતગુણા છે. એ પ્રમાણે ત્રણેનું અલ્પબહુત્વ પહેલા દંડક મુજબ કહેવું. વિશેષ આ–સૌથી થોડાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો છે, અપ્રત્યાખ્યાની તેનાથી અસંખ્યગુણા છે.
ભગવન્‌! જીવો સર્વોત્તર ગુણ પચ્ચક્‌ખાણી, દેશોત્તર ગુણ પચ્ચક્‌ખાણી કે અપચ્ચક્‌ખાણી? ગૌતમ! ત્રણે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પણ એમ જ છે. બાકીના વૈમાનિક સુધી અપચ્ચક્‌ખાણી.
ભગવન્‌! આ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં અલ્પબહુત્વ પહેલાં દંડકમાં કહ્યા મુજબ, મનુષ્યો સુધી જાણવું.
ભગવન્‌! જીવો સંયત છે, અસંયત છે કે સંયતાસંયત? ગૌતમ! ત્રણે છે. - X - એ પ્રમાણે જેમ પન્નવણા છે, તેમ વૈમાનિક સુધી કહેવું. અલ્પબહુત્વ પણ ત્રણેનું પૂર્વવત્‌ જાણવું.
ભગવન્‌! જીવો પચ્ચક્‌ખાણી, અપચ્ચક્‌ખાણી કે પચ્ચક્‌ખાણા-પચ્ચક્‌ખાણી છે? ગૌતમ! ત્રણે છે. મનુષ્યો પણ ત્રણે છે. પંચેન્દ્રિય તિર્યંચો પહેલા વિકલ્પરહિત છે. બાકી બધાં વૈમાનિક સુધી અપચ્ચક્‌ખાણી છે.
ભગવન્‌! આ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં યાવત્‌ કોણ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો પચ્ચક્‌ખાણી, પચ્ચક્‌ખાણા-પચ્ચક્‌ખાણી અસંખ્યાતગણા, અપચ્ચક્‌ખાણી અનંતગુણા છે
પંચેન્દ્રિય તિર્યંચોમાં સૌથી થોડા પચ્ચક્‌ખાણા-પચ્ચક્‌ખાણી અપચ્ચક્‌ખાણી અસંખ્યાતગણા. મનુષ્યોમાં સૌથી થોડાં પચ્ચક્‌ખાણી, પચ્ચક્‌ખાણા-પચ્ચક્‌ખાણી સંખ્યાતગુણા, અપચ્ચક્‌ખાણી અસંખ્યાતગણા.

Linked texts (1)