Viyahapannatti 500
Viyāhapannatti: ṭīkānusārī vivecana 500
- Language
- Gujarati
500
‘ભગવતી’ સૂત્ર-૩૪૮ :– [૭/૩/૩૪૮]
ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળા નૈરયિક યાવત્ કદાચિત્ અલ્પ કર્મવાળા અને નીલલેશ્યાવાળા નૈરયિક મહાકર્મવાળા હોય? કદાચ હોય-એમ કેમ કહ્યું?-X-ગૌતમ! સ્થિતિ અપેક્ષાએ હોય. તેથી ગૌતમ! પૂર્વવત્ કહ્યું.
ભગવન્! શું નીલલેશ્યી નૈરયિક કદાચિત્ અલ્પકર્મી અને કાપોતલેશ્યી નૈરયિક મહાકર્મી હોય? હા, કદાચ હોય. એમ કેમ કહ્યું? - X - ગૌતમ! સ્થિતિ અપેક્ષા યાવત્ તેમ હોય.
એ પ્રમાણે અસુરકુમારમાં પણ જાણવું. વિશેષ આ - તેજોલેશ્યા અધિક હોય છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. જેને જેટલી લેશ્યા હોય તેને તેટલી કહેવી. જ્યોતિષ્કો ન કહેવા. યાવત્ પદ્મલેશ્યી વૈમાનિક કદાચિત્ અલ્પકર્મી અને શુક્લલેશ્યી વૈમાનિક મહાકર્મી હોય? હા, કદાચ હોય - એમ કેમ કહ્યું? બાકી બધું નૈરયિકવત્ કહેવું યાવત્ મહાકર્મી હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit