Viyahapannatti 513
Viyāhapannatti: ṭīkānusārī vivecana 513
- Language
- Gujarati
513
‘ભગવતી’ સૂત્ર-૩૫૫ થી ૩૫૮ :– [૭/૬/૩૫૫ થી ૩૫૮]
[૩૫૫] રાજગૃહે યાવત્ આમ કહ્યું – જે જીવ નારકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ભગવન્! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે કે ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુ બાંધે? ગૌતમ! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોમાં પણ કહેવું - યાવત્ - વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાયુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ વેદે છે? ગૌતમ! તે અહીં રહીને નૈરયિકાયુ ન વેદે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ - વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના હોય કે નરકમાં ઉત્પન્ન થતાં કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય? ગૌતમ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતાં પણ તેમજ હોય, નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂપ વેદના હોય છે, ક્યારેક સાતા હોય.
ભગવન્! અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશે પ્રશ્ન-ગૌતમ! અહીં રહેલને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે તેમજ હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા હોય. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
ભગવન્! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રશ્ન. ગૌતમ! અહીં રહેલને તથા ઉત્પન્ન થતાંને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે યાવત્ મનુષ્યમાં જાણવું. - - વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકમાં અસુરકુમારવત્.
[૩૫૬] ભગવન્! જીવો આભોગ-નિર્વર્તિતાયુ છે કે અનાભોગ-નિર્વર્તિતાયુ? ગૌતમ! જીવ આભોગ નિર્વર્તિતાયુ નથી, પણ અનાભોગ નિર્વર્તિત આયુવાળા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું.
[૩૫૭] ભગવન્! જીવો કર્કશવેદનીય કર્મો કરે છે? હા, ગૌતમ! ભગવન્! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યથી બાંધે.
ભગવન્! નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે? હા, પૂર્વવત્. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. - - ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેકથી –
ભગવન્! નૈરયિકો, અકર્કશ વેદનીય કર્મ બાંધે? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે – મનુષ્યોને જીવની જેમ જાણવા.
[૩૫૮] ભગવન્! જીવો સાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. ભગવન્! જીવો સાતા વેદનીયકર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રાણ-ભૂત-જીવ-સત્વોની અનુકંપાથી, તથા ઘણાં પ્રાણ યાવત્ સત્વોને દુઃખ-શોક-જૂરણ-તિપ્પણ-પિટ્ટણ-પરિતાપ ન આપીને, એ રીતે સાતા વેદનીયકર્મ બાંધે. - એ પ્રમાણે નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવા.
ભગવન્! જીવો અસાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. ભગવન્! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! બીજા જીવોને દુઃખ-શોક-જૂરણ-તિપ્પણ-પિટ્ટણ-પરિતાપ આપીને, ઘણાં પ્રાણ યાવત્ સત્વોને દુઃખ આપીને યાવત્ પરિતાપ ઉપજાવીને - X – બાંધે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit