Viyahapannatti 516
Viyāhapannatti: ṭīkānusārī vivecana 516
- Language
- Gujarati
516
વિવેચન :–૩૫૯
ઉત્તમકટ્ઠપત્તા - પરમ કષ્ટ પ્રાપ્ત, ઉત્તમાવસ્થા વીતી ગયેલ. આગારભાવપડોયાર - આકૃતિ લક્ષણ પર્યાયનું અવતરણ. હાહાભૂત - દુઃખાર્ત્ત લોક વડે હોહા થઈ જવી. ભંભાભૂત - દુઃખથી ગાયની જેમ ભાંભરવું, અથવા ભંભા એટલે ભેરી, તે અંતઃશૂન્ય - X - જનક્ષયથી શૂન્ય એવો. કોલાહલભૂત - આર્ત્ત શમળીના સમૂહ ધ્વનિ જેવો, સમયાનુભાવ - કાળ વિશેષ સામર્થ્ય. અતિ કઠોર, ધૂળથી મલિન વાયુ. વાઉલ - વ્યાકુળ, અસમંજસ, સંવટ્ટય - તૃણકાષ્ઠાદિથી સંવર્ત્તક. - X - ધૂળ ઉડતી હોય તેવો ચોતરફ રજોયુક્ત, તેના વડે થયેલ અંધકારસમૂહથી પ્રકાશરહિત કે દૃષ્ટિ પ્રસાર રહિત.-X-કાળ રૂક્ષતા વડે અહિય - અધિક કે અપથ્ય.-X-ઉપરાંત
મનોજ્ઞ રસ વર્જિત જળવાળો મેઘ, વિરુદ્ધ રસવાળો મેઘ, સાજી આદિ ક્ષાર સમાન રસ જળયુક્ત મેઘ, છાણ જેવા રસજળ વાળો મેઘ, (ક્વચિત્) ખાટા રસવાળો મેઘ, અગ્નિ જેમ બાળે તેવા જળવાળો મેઘ, વિદ્યુત્પ્રધાન કે વિદ્યુત્ પાડતો - X - મેઘ, લોકો મરે તેવા જળવાળો મેઘ, પર્વતાદિને વિદારવા સમર્થ એવો કરકાદિ નિપાતવાળા જળયુક્ત કે વજ્ર મેઘ. ન પીવા યોગ્ય જળ કે અયાપનીય જળવાળો મેઘ, કુષ્ઠાદિ વ્યાધિ - રોગ, સદ્યઘાતિ શૂલાદિ જનિત વેદના ઉદીરતા એવા જે જળના પરિણામ છે તેવો મેઘ (વરસે છે.)
પ્રચંડ પવન વડે થપાટો મારતી વેગવતી ધારાનો નિપાત. - X - તે મેઘ વિનાશ વેરે છે. જણવય - મનુષ્યલોક, ચઉપ્પયાઈ - ભેંસ વગેરે, ગાય, ઘેટા આદિ. પક્ષી આદિ ખેચર, - X - બેઈન્દ્રિયાદિ, ચૂતાદિ વૃક્ષો, વૃન્તાકી આદિ ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોકાદિ લતા, વાલુંકી આદિ વેલ, વીરણાદિ તૃણ, ઈક્ષુ આદિ પર્વગ, દુર્વાદિ હરિત, શાલી આદિ ઔષધિ, - X - ઈત્યાદિ બાદર વનસ્પતિ (નો નાશ થાય છે.)
ઉત્સવ વિસ્તારણાથી પર્વત-ક્રીડા પર્વત. ઉજ્જયંત આદિ જનનિવાસ ભૂતત્વથી શબ્દ કરે તે ગિરિ-ચિત્રકૂટાદિ, ડુંગ - શિલાવૃંદ, ઉચ્છલ - ઉન્નત સ્થળ - ધૂળ આદિથી ઉંચા થયેલ, ભટ્ઠિ - ધૂળ આદિ વર્જિત ભૂમિ. આદિ - શબ્દથી પ્રાસાદ, શિખરાદિ. તેને દ્રવિભૂત કરી દે છે.
પાણીના બિલ, ભૂમિના ઝરણા, ખાડાં, વલય પ્રાકારાદિ દુર્ગ, ઊંચી-નીચી વિષમ ભૂમિ. - - તાપ તુલ્ય-અગ્નિ વડે ઉત્પન્ન, રજ, રેતી, કાદવ, પ્રબળ કાદવ, ઈત્યાદિ દુઃખેથી નિષ્ક્રમિત થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit