Pramāṇa · Search · About · API

Viyahapannatti 520

Viyāhapannatti: ṭīkānusārī vivecana 520

Language
Gujarati

520

‘ભગવતી’ સૂત્ર-૩૬૧, ૩૬૨ :– [૭/૭/૩૬૧, ૩૬૨]
[૩૬૧] ભગવન્‌! ઉપયોગપૂર્વક ચાલતા યાવત્‌ સુતા, ઉપયોગપૂર્વક વસ્ત્ર-પાત્ર-કંબલ-રજોહરણને લેતા-મૂકતા એવા સંવૃત્ત અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી? ગૌતમ! સંવૃત્ત અણગારને યાવત્‌ ઐર્યાપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. – ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! જેના ક્રોધ, માન, માયા, લોભ વ્યવચ્છિન્ન થયા છે. તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે, તેમજ જેમ ઉત્સૂત્રે વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે, તેમ સૂત્રાનુસાર વર્તનારને હે ગૌતમ! યાવત્‌ સાંપરાયિકી ક્રિયા ન લાગે.
[૩૬૨] ભગવન્‌! કામરૂપી છે કે અરૂપી? ગૌતમ! કામરૂપી છે, હે શ્રમણાયુષ્‌! કામ અરૂપી નથી. - - ભગવન્‌! કામ સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! કામ સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. - - ભગવન્‌! કામ જીવ છે કે અજીવ? ગૌતમ! કામ જીવ પણ છે, અજીવ પણ છે.
ભગવન્‌! કામ જીવોને હોય કે અજીવોને? ગૌતમ! કામ જીવોને હોય અજીવોને નહીં. - - ભગવન્‌! કામ કેટલા પ્રકારે છે? ગૌતમ! કામ બે પ્રકારે છે - શબ્દ અને રૂપ. - - ભગવન્‌! ભોગો રૂપી છે કે અરૂપી? ગૌતમ! ભોગો રૂપી છે, અરૂપી નથી. - - ભગવન્‌! ભોગો સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! ભોગો સચિત્ત છે, અચિત્ત પણ છે. - - ભગવન્‌! ભોગો જીવ છે કે અજીવ? ગૌતમ! ભોગો જીવ પણ છે અને અજીવ પણ છે. ભોગો જીવને હોય કે અજીવને? ગૌતમ! ભોગ જીવને હોય, અજીવને નહીં. ભોગો કેટલા છે? ગૌતમ! ત્રણ - ગંધ, રસ, સ્પર્શ.
ભગવન્‌! કામ ભોગો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. - - ભગવન્‌! જીવો કામી છે કે ભોગી? ગૌતમ! જીવો કામી પણ છે, ભોગી પણ છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને આશ્રીને કામી છે, ઘ્રાણેન્દ્રિય, જીહ્વેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે.
ભગવન્‌! નૈરયિકો, કામી છે કે ભોગી? એ પ્રમાણે જ કહેવું. યાવત્‌ સ્તનિતકુમાર. પૃથ્વીકાયિકની પૃચ્છા - ગૌતમ! પૃથ્વીકાયિકો કામી નથી, ભોગી છે. એમ કેમ કહ્યું? ગૌતમ! સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. બેઈન્દ્રિયો પણ એમજ છે. વિશેષ એ કે – તે જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. - - તેઈન્દ્રિય પણ એમજ છે. વિશેષ એ કે – ઘ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયો આશ્રીને ભોગી છે.
ચતુરિન્દ્રિય વિશે પૃચ્છા - ગૌતમ! ચતુરિન્દ્રિયો કામી પણ છે અને ભોગી પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ! તેઓ ચક્ષુરિન્દ્રિય આશ્રીને કામી છે, ઘ્રાણ-જિહ્વા-સ્પર્શન ઈન્દ્રિયોને આશ્રીને ભોગી છે, તેથી કહ્યું. બીજા જીવોને સામાન્ય જીવ માફક યાવત્‌ વૈમાનિક સુધી જાણવા.
ભગવન્‌! આ કામભોગી, નોકામી-નોભોગી, ભોગી જીવોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો કામીભોગી છે. નોકામી-ભોગી જીવ તેનાથી અનંતગુણ છે, ભોગી તેનાથી અનંતગુણ છે.

Linked texts (1)