Pramāṇa · Search · About · API

Viyahapannatti 521

Viyāhapannatti: ṭīkānusārī vivecana 521

Language
Gujarati

521

વિવેચન :–૩૬૧, ૩૬૨
કામભોગને આશ્રીને સંવૃત્ત થાય, તેથી કામભોગ પ્રરૂપણાર્થે કહે છે - રૂવીત્યાદિ - જેનામાં મૂર્તતા છે, તે રૂપી, તેથી વિપરીત તે અરૂપી. અભિલાષા કરે, પણ વિશિષ્ટ શરીર સંસ્પર્શ દ્વારા ઉપયોગી ન થાય તે કામ-મનોજ્ઞ શબ્દ, સંસ્થાન, વર્ણો. કામો રૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલ ધર્મથી તેનું મૂર્ત્તત્વ છે. સમનસ્ક પ્રાણીના રૂપની અપેક્ષાએ તે સચિત્ત છે, શબ્દ દ્રવ્યાપેક્ષા અને સંજ્ઞી જીવ શરીર રૂપાપેક્ષાથી કામો અચિત્ત પણ છે. જીવ શરીર રૂપ અપેક્ષાએ જીવો પણ કામ છે અને શબ્દ અપેક્ષાએ, ચિત્રપુત્રિકાદિ રૂપ અપેક્ષાએ અજીવો પણ કામ છે. કામના હેતુથી જીવોને જ કામ હોય છે, અજીવોને તે અસંભવ હોવાથી અજીવોને કામ ન હોય.
શરીર વડે ઉપભોગ થાય તે ભોગ - વિશિષ્ટ ગંધ, રસ, સ્પર્શ દ્રવ્યો. ભોગોરૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલ ધર્મત્વથી તેનું મૂર્તત્વ છે. ભોગો સચિત્ત પણ છે, ગંધાદિ પ્રધાન જીવ શરીર કે સમનસ્કત્વથી. - - જીવના શરીરોના વિશિષ્ટ ગંધાદિ ગુણયુક્તત્વથી જીવો પણ ભોગ છે. વિશિષ્ટ ગંધાદિ ગુણપણાથી અજીવો પણ ભોગ છે. - - કામીભોગી સૌથી થોડાં કહ્યા, કેમકે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો જ કામભોગી હોવાથી અલ્પ છે, સિદ્ધો તેથી અનંતગુણા છે. વનસ્પતિના અનંતગુણત્વથી એક-બે-ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તેનાથી અનંતગુણા છે. - - ભોગના અધિકારથી આ કહે છે –

Linked texts (1)