Viyahapannatti 523
Viyāhapannatti: ṭīkānusārī vivecana 523
- Language
- Gujarati
523
વિવેચન :–૩૬૩
છદ્મસ્થાદિ ચાર સૂત્રો છે. તેમાં સે - આ મનુષ્ય, નૂનં - નક્કી, સે - આ અર્થ, અથ - પ્રશ્નાર્થે, જેને ભોગ છે, તે ભોગી, તે ભોગી, તપ-રોગાદિથી જેનું શરીર ક્ષીણ થયું છે, તે ક્ષીણભોગી. પભુ - સમર્થ, ઉટ્ઠાણ - ઉર્ધ્વીભવનથી, કમ્મ - ગમનાદિ, બલ - દેહપ્રમાણ, વીરિઅ - જીવબળ, પુરિસકારપરક્કમ - પુરુષાભિમાનથી તેના દ્વારા જ સાધિત સ્વપ્રયોજન. નક્કી હે ભગવન્! આપ આ અર્થને આ જ પ્રકારે કહો છો? એ પ્રશ્ન. તેનો આ અભિપ્રાય છે.
જે સમર્થ નથી, તે આ ભોગ ભોગવવાને સમર્થ નથી. તેથી જે ભોગ ત્યાગી નથી, તેને નિર્જરા કેમ થાય? દેવલોકગમન કેમ થાય? ઉત્તર છે -‘આ અર્થ યોગ્ય નથી.’ તે ક્ષીણભોગી મનુષ્ય કે ક્ષીણશરીરથી સાધુચિત્ત, એ પ્રમાણે ઉચિત ભોગમુક્તિ સમર્થત્વથી ભોગીત્વ, તેના પ્રત્યાખ્યાનથી, તેને ત્યાગીને નિર્જરા કરી દેવ ગતિ પામે.
આધોઅવધિક - નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાની. પરમાહોહિ - તેઓ ચરમશરીરી જ હોય છે. - X - અહીં છદ્મસ્થાદિ જ્ઞાનવક્તવ્યતા કહી હવે પૃથ્વી આદિ અજ્ઞાનીની વક્તવ્યતા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit