Viyahapannatti 528
Viyāhapannatti: ṭīkānusārī vivecana 528
- Language
- Gujarati
528
વિવેચન :–૩૬૫, ૩૬૬
છદ્મસ્થ૦ પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જાણવું. - - જીવાધિકારથી કહે છે – રાયપસેણઈયમાં આ સૂત્ર આમ છે – ભગવન્! હાથીથી કુંથુ અલ્પ કર્મવાળો, અલ્પક્રિયાવાળો, અલ્પાશ્રવી અને કુંથુથી હાથી મહાકર્મવાળો આદિ છે? હા, ગૌતમ! છે. – ભગવન્! હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? ગૌતમ! જેમ કોઈ કૂટાગાર શાળા, બંને બાજુથી લિપ્ત, ગુપ્ત અને ગુપ્તદ્વાર, નિર્વાત અને નિર્વાત ગંભીર હોય. કોઈ પુરુષ પ્રદીપ અને જ્યોતિ લઈને, તે કૂટાગાર શાળામાં પ્રવેશે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં - X - દ્વારોને બંધ કરે, તેના બહુ મધ્ય દેશ ભાગે, તે પ્રદીપને પ્રગટાવે, તો તે પ્રદીપ કૂટાગારશાળાને અંદરથી ઉદ્યોતીત યાવત્ પ્રભાસિત કરે છે, પણ કૂટાગાર શાળાની બહાર નહીં. ત્યારે તે પુરુષ પ્રદીપને કોઈ વાસણ વડે ઢાંકે, ત્યારે તે પ્રદીપ વાસણની અંદર ઉદ્યોતાદિ કરશે પણ બહાર નહીં. એ રીતે - X - X - યાવત્ તે પુરુષ, તે દીવાને દીપકચંપણ વડે ઢાંકે તો તે દીવો તે દીપકચંપણને અંદરથી પ્રકાશિત કરશે, બહારથી નહીં યાવત્ તે કૂટાગાર શાળાને પણ બહારથી પ્રકાશિત નહીં કરે. એ પ્રમાણે હે ગૌતમ! જીવ પણ જેવા પૂર્વકર્મથી નિબદ્ધ શરીરને પામે, તેને અસંખ્ય જીવપ્રદેશથી સચિત્ત કરે છે. બાકીનું લખેલું જ છે. - - તેનો અર્થ આ પ્રમાણે –
કૂટાકાર - શિખર આકૃતિ યુક્તશાળા, જે અંદર-બહાર છાણ આદિ વડે લિપ્ત હોય, તે પ્રાકારાદિથી આવૃત્ત, કમાળ આદિ દ્વારથી યુક્ત, વાયુપ્રવેશ રહિત, વળી મોટા ગૃહો પ્રાયઃ નિર્વાત ન હોય, તેથી નિર્વાત ગંભીર, તૈલ-વાટ-વાળુવાસણ અને અગ્નિ લઈને જાય. દ્વારના મુખને નિશ્છિદ્ર કરી બંધ કરે. કઈ રીતે? કમાળ આદિ ગઢ બંધ કરે, દ્વાર શાખાદિને ગાઢ નિયોજી, સંપૂર્ણ નિશ્છિદ્ર કરે. ઈડ્ડર - ગંત્રીઢંચક, ગોકિલંજએણ - ગોચરણ માટેનું મોટું વાંસનુ પાત્ર, ગંડવાણિય - વાંસયુક્ત ભાજન, પચ્છિપિડએણ - આઢક ભાગ માત્ર માન વિશેષ પિટક. સોલસિયા - ૧૬ ભાગ પ્રમાણ - X - X - વાંચનાંતરમાં આ સાક્ષાત્ લખેલું છે. - - જીવાધિકારથી–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit