Viyahapannatti 529
Viyāhapannatti: ṭīkānusārī vivecana 529
- Language
- Gujarati
529
‘ભગવતી’ સૂત્ર-૩૬૭, ૩૬૮ :– [૭/૮/૩૬૭, ૩૬૮]
[૩૬૭] ભગવન્! નૈરયિકોએ જે પાપકર્મ કર્યા - કરે છે - કરશે, શું તે બધું દુઃખરૂપ છે અને જેની નિર્જરા કરાઈ છે, તે સુખરૂપ છે? હા, ગૌતમ! એમ જ છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી જાણવું.
[૩૬૮] ભગવન્! સંજ્ઞા કેટલી કહી છે? ગૌતમ! દશ, તે આ – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ. એ પ્રમાણે આ દશે સંજ્ઞા વૈમાનિક સુધી જાણવી. - -
નૈરયિકો, દશ પ્રકારે વેદનીયને અનુભવ કરતા રહે છે. તે આ–શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, કંડૂ, પરાધીનતા, જ્વર, દાહ, ભય, શોક.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit