Pramāṇa · Search · About · API

Viyahapannatti 53

Viyāhapannatti: ṭīkānusārī vivecana 53

Language
Gujarati

53

‘ભગવતી’ સૂત્ર-૩૨ :– [૧/૨/૩૨]
હે ભગવન્‌! અસંયત ભવ્યદ્રવ્યદેવ, અવિરાધિત સંયત, વિરાધિત સંયત, અવિરાધિત સંયતાસંયત, વિરાધિત સંયતાસંયત, અસંજ્ઞી, તાપસ, કાંદર્પિક, ચરકપરિવ્રાજક, કિલ્બિષિક, તિર્યંચો, આજીવિકો, આભિયોગિકો, શ્રદ્ધાભ્રષ્ટ વેશધારકો, આ ચૌદ જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉપપાદ કહ્યો છે?
ગૌતમ! અસંયત ભવ્યદ્રવ્યદેવ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉપરિમ ગ્રૈવેયકમાં ઉપજે.. અવિરાહિત સંયમી જઘન્યથી સૌધર્મકલ્પે, ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાને ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી સૌધર્મકલ્પે ઉપજે.. અવિરાધિત દેશવિરત જઘન્યથી સૌધર્મકલ્પે, ઉત્કૃષ્ટથી અચ્યુત કલ્પે ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષ્કમાં ઉપજે. અસંજ્ઞી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. બાકીના સર્વે જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે – તાપસો જ્યોતિષ્કોમાં, કાંદર્પિકો સૌધર્મમાં, ચરક પરિવ્રાજકો બ્રહ્મલોક કલ્પમાં, કિલ્બિષિકો લાંતક કલ્પે, તિર્યંચો સહસ્રાર કલ્પે, આજીવિકો અચ્યુત કલ્પે, આભિયોગિકો અચ્યુત કલ્પે, દર્શનભ્રષ્ટ વેષધારીઓ ઉપરના ગ્રૈવેયકમાં ઉત્પન્ન થાય.

Linked texts (1)