Viyahapannatti 54
Viyāhapannatti: ṭīkānusārī vivecana 54
- Language
- Gujarati
54
વિવેચન :–૩૨
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - ‘અથ’ શબ્દ પરિપ્રશ્નાર્થે છે. અહીં પ્રજ્ઞાપના ટીકા લખીએ છીએ - અસંયત - ચારિત્ર પરિણામરહિત. ભવ્ય - દેવપણાને યોગ્ય, તે દ્રવ્યદેવ. અસંયત એવા તે ભવ્યદ્રવ્યદેવ. આ અસંયત સમ્યગ્દૃષ્ટિ. કહ્યું છે – સમ્યગ્દૃષ્ટિ જીવ અણુવ્રત, મહાવ્રત, બાલતપ અને અકામનિર્જરાથી દેવાયુ બાંધે. આ કથન અયુક્ત છે, કેમ કે તેઓના ઉત્કૃષ્ટ ઉપપાત ઉપરી ગ્રૈવેયક સુધી છે. દેશવિરત શ્રાવકોને અચ્યુતથી આગળ ઉપપાદ નથી. અસંયતભવ્ય દ્રવ્ય દેવો નિહ્નવ પણ નથી. તેથી તેઓ શ્રમણગુણધારી, સમસ્ત સામાચારી અને અનુષ્ઠાનયુક્ત તથા દ્રવ્યલિંગધારી ભવ્ય કે અભવ્ય મિથ્યાદૃષ્ટિ જ જાણવા. તેઓ સંપૂર્ણ ક્રિયા પ્રભાવથી જ ઉપલા ગ્રૈવેયકે ઉત્પન્ન થાય પણ ચારિત્ર પરિણામહીન છે.
શંકા-ભવ્ય કે અભવ્ય તેઓ શ્રમણગુણધારી કેમ કહેવાય? તેઓને મિથ્યાદર્શન મોહના પ્રાબલ્ય છતાં સાધુઓને સારી રીતે પૂજા, સત્કાર, સન્માન પામતા જોઈને તે પૂજાદિ પોતાને મળે તે માટે તેઓની શ્રદ્ધા પ્રવ્રજ્યા અને ક્રિયા સમૂહના અનુષ્ઠાન પરત્વે રહે છે. તેથી તેઓ પૂર્વોક્ત ક્રિયા કરે છે. પ્રવ્રજ્યાકાળથી તેમના ચારિત્ર પરિણામ અભગ્ન છે. સંજ્વલન કષાય સામર્થ્યથી કે પ્રમત્ત ગુણસ્થાનકના બળથી થોડો માયાદિ દોષ તેઓને સંભવે છે, તો પણ ચારિત્રોપઘાત આચરતા નથી.
ઉક્તથી વિપરીત તે વિરાધિત સંયમી... સ્વીકાર કર્યાથી જેમના દેશવિરતિ પરિણામ અખંડિત છે એવા શ્રાવકો... તેનાથી વિપરીત તે વિરાધિત દેશવિરત... મનરહિત અકામ નિર્જરાવાળા તે અસંજ્ઞી... પડેલ પાંદડાદિનો ઉપભોગ કરનાર અજ્ઞાની તે તાપસ.
જેઓ પરિહાસવાળા છે તે કાંદર્પિક અથવા કંદર્પ વડે ચરે તે કાંદર્પિક. કંદર્પ અને કૌકુચ્યાદિ કરનાર વ્યવહાર ચારિત્રી તે કાંદર્પિક. કહે છે – ‘કહ કહ’થી હસવું. કંદર્પ - અનિભૃત ઉલ્લાપ. કંદર્પની કથા કહેવી, કંદર્પ ઉપદેશ તથા પ્રશંસા. ભવાં, નેત્ર, મુખાદિ વડે ચેષ્ટા કરી પોતે ન હસે - પણ બીજા હસે - X - અનેક પ્રકારના જીવોના શબ્દો કરે - X - જે સંયત પણ એ અપ્રશસ્ત ભાવના વિશે વિચારી, ચારિત્ર વિનાનો તથા પ્રકારના દેવોમાં ભજનાએ જાય, માટે કાંદર્પિકો કહેવાય.
ચરક પરિવ્રાજકો એટલે ધાડની ભિક્ષાથી જીવતા ત્રિદંડીઓ અથવા ચરક તે કુચ્છોટકાદિ અને પરિવ્રાજક તે કપિલમુનિના શિષ્યો.
જે પાપવાળા છે તે કિલ્બિષિકો, તેઓ વ્યવહાર ચારિત્રી હોવા છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ કહેનાર હોય. કહ્યું છે – જ્ઞાન, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુનો અવર્ણવાદ બોલનારા કિલ્બિષિકો છે.
દેશવિરતિને ધારણકર્તા તિર્યંચો – ગાય, ઘોડો, આદિ. આજીવિક એટલે એક પ્રકારના પાખંડી. કોઈ કહે છે – નગ્નતા ધારી ગોશાલકના શિષ્યો અથવા અવિવેકી લોકથી પ્રાપ્ત થતી લબ્ધિ, પૂજા, ખ્યાતિ આદિ વડે તપ અને ચારિત્રાદિને ધારણ કરે અથવા આજીવિકા વાળા હોવાથી આજીવિક છે.
વિદ્યા, મંત્રાદિ વડે બીજાને વશ કરવા તે અભિયોગ. તેના બે ભેદ - દ્રવ્યાભિયોગ, ભાવાભિયોગ. વિદ્યા-મંત્રાદિ દ્રવ્યાભિયોગ છે. આ દ્રવ્યાભિયોગવાળા કે દ્રવ્યાભિયોગ વડે ચરે તે આભિયોગિક. અર્થાત્ મંત્રાદિ પ્રયોગકર્તા અને વ્યવહાર ચારિત્રી તે આભિયોગિકો છે. કહ્યું છે – કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્તથી જીવનારો તથા ઋદ્ધિ, રસ, શાતાથી ગુરુક જીવ અભિયોગની ભાવના કરે છે.
કૌતુક - સૌભાગ્યાદિ માટે ન્હવણ, ભૂતિકર્મ - તાવવાળા આદિને ભૂતિ દેવી. પ્રશ્નપ્રશ્ન - સ્વપ્નવિદ્યાદિ. સલિંગીણં - રજોહરણાદિ લિંગવાળા કે જેઓનું સમ્યક્ત્વ ભ્રષ્ટ થયું છે તેઓ અર્થાત્ નિહ્નવો, દેવલોકમાં ઉત્પન્ન થતાં એ બધાંઓનો. આ સૂત્રથી સૂચવે છે કે કોઈ દેવ સિવાય અન્ય ગતિમાં પણ ઉત્પન્ન થાય છે.
સંયમ વિરાધનાર જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મકલ્પે ઉપજે છે. [શંકા] સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમી દ્રૌપદી ઈશાન કલ્પે ઉત્પન્ન થઈ તે કઈ રીતે? [સમાધાન] તેણીની સંયમ વિરાધના ઉત્તરગુણ વિષયક હતી, તે બકુશ કારિણી હતી, પણ મૂલગુણ વિરાધક નહીં. વિશિષ્ટતર સંયમ વિરાધનામાં સૌધર્મ ઉત્પાદ થાય, જો વિરાધના માત્રથી સૌધર્મ ઉત્પત્તિ હોય તો ઉત્તરગુણાદિની પ્રતિસેવા વાળાની અચ્યુતાદિમાં ઉત્પત્તિ કેમ થાય? કથંચિત્ વિરાધનાથી.
અસંજ્ઞી જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. ચમર અને બલિનું સાગરોપમ કે સાધિક આયુ છે. માટે તેઓ મહર્દ્ધિક છે અને વ્યંતરોનું ઉત્કૃષ્ટથી પલ્યોપમાયુ છે માટે અલ્પર્દ્ધિક છે, તો પણ આ સૂત્રથી જણાય છે કે કોઈ ભવનપતિ એવા છે કે જે વ્યંતરોથી અલ્પર્દ્ધિક છે. અસંજ્ઞીના દેવોત્પાત્ આયુથી થાય માટે આયુ
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit