Pramāṇa · Search · About · API

Viyahapannatti 534

Viyāhapannatti: ṭīkānusārī vivecana 534

Language
Gujarati

534

‘ભગવતી’ સૂત્ર-૩૭૧ :– [૭/૯/૩૭૧]
ભગવન્‌! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલના ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપની વિકુર્વણા કરવાને સમર્થ છે? ના, તેમ નથી. - ભગવન્‌! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને એક વર્ણ, એકરૂપ વિકુર્વવા સમર્થ છે? હા, છે – ભગવન્‌! શું તે અહીં રહેલા પુદ્ગલ ગ્રહણ કરીને વિકુર્વે કે ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિકુર્વે કે અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વે? ગૌતમ! અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિકુર્વે છે. ત્યાં કે અન્યત્ર રહેલ પુદ્ગલ ગ્રહણ કરીને યાવત્‌ વિકુર્વણા ન કરે.
એ પ્રમાણે એકવર્ણ - અનેકરૂપ આદિ ચતુર્ભંગી જેમ શતક-૬-ના ઉદ્દેશા-૯-માં છે, તેમ અહીં પણ કહેવી. વિશેષ આ – અણગાર અહીં રહીને અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિકુર્વે છે. બાકી બધું પૂર્વવત્‌ યાવત્‌ રૂક્ષ પુદ્ગલોને સ્નિગ્ધ પુદ્ગલપણે પરિણમાવે? હા, પરિણમાવે. ભગવન્‌! તે અહીં રહેલ પુદ્ગલોને સ્વીકારીને વિકુર્વણા કરે? યાવત્‌ અન્યત્રરહેલ પુદ્ગલને સ્વીકારીને વિકુર્વણા કરતા નથી.

Linked texts (1)