Pramāṇa · Search · About · API

Viyahapannatti 537

Viyāhapannatti: ṭīkānusārī vivecana 537

Language
Gujarati

537

વિવેચન :–૩૭૨
ભગવંત મહાવીરે સર્વજ્ઞત્વથી સામાન્યથી જાણે છે. સ્મૃતં - સ્પષ્ટ પ્રતિભાસ ભાવથી જોયું છે. વિશેષથી જાણ્યું છે – મહાશિલા માફક કંટક, જીવિતનો નાશ કરનાર તે મહાશિલા કંટક. જેમાં તૃણ, સળી આદિ વડે પણ હણેલ અશ્વ, હસ્તિ આદિને મહાશિલાકંટક વડે હણ્યા એવી વેદના થાય, તેવો સંગ્રામ. આ સંગ્રામ આ રીતે થયો
ચંપામાં કૂણિક રાજા થયો, તેના નાના ભાઈ હલ્લ, વિહલ્લ નામે હતા. તેઓ સેચનક હાથી પર બેસી, દિવ્ય-કુંડલ-દિવ્યવસ્ત્રો-દિવ્ય હાર ધારણ કરી, વિલસતા જોઈને કોણિક રાજાની પદ્માવતી રાણી ઈર્ષ્યાથી રાજાને તે વસ્તુ હરી લેવા પ્રેરે છે. તેથી રાજાએ તેની યાચના કરી બંને ભાઈઓ ત્યાંથી નીકળી વૈશાલી નગરીએ પોતાના દાદા ચેટક રાજા પાસે હસ્તિ અને અંતઃપુર લઈને ચાલ્યા ગયા. કોણિકે દૂત મોકલી તે વસ્તુઓ માંગી, તેમણે ન મોકલી, ત્યારે કોણિકે કહ્યું – જો તમે વસ્તુ ન મોકલો તો યુદ્ધ માટે સજ્જ થાઓ. તેઓએ પણ કહ્યું – અમે સજ્જ છીએ.
ત્યારે કોણિકે ‘કાલ’ આદિ પોતાની બીજી માતાના પુત્રો એવા ભાઈઓને ચેટક રાજા સાથે સંગ્રામ કરવા બોલાવ્યા. તે પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ હજાર હાથી હતા. એ પ્રમાણે રથો હતા. પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ કરોડ મનુષ્ય [યોદ્ધા] હતા, કોણિક પાસે તેટલું જ હતું. આ વ્યતિકર જાણીને ચેટક રાજાએ પણ ૧૮-ગણરાજાને એકઠા કર્યા, તેઓ અને ચેટકરાજા પાસે પણ પ્રત્યેક પાસે એ પ્રમાણે હાથી આદિ હતા. યુદ્ધ આરંભાયુ. ચેટક રાજાને વ્રત હતું કે આખા દિવસમાં એક જ બાણ મારવું, તે અમોઘ બાણ હતું. કોણિકે ગરુડવ્યૂહ અને ચેટકે સાગરવ્યૂહ રચ્યો.
પછી કોણિકના કાળ સેનાપતિ યુદ્ધ કરતો ચેટક પાસે ગયો. ચેટકે એક બાણ મારી કાળને પાડી દીધો. કોણિકનું સૈન્ય ભાંગ્યુ. - X - એ રીતે દશ દિવસમાં ચેટકે ‘કાલ’ આદિ દશેને મારી નાખ્યા. અગિયારમે દિવસે ચેટકને જીતવા માટે કોણિકે દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો ત્યારે શક્ર અને ચમર આવ્યા. પછી શક્રે કહ્યું – ચેટક, શ્રાવક છે, તેથી હું તેના ઉપર પ્રહાર નહીં કરું, માત્ર તારું રક્ષણ કરીશ. પછી શક્રએ તેની રક્ષા માટે વજ્ર સમાન અભેદ કવચ બનાવ્યું. ચમરે બે સંગ્રામ વિકુર્વ્યા મહાશિલાકંટક અને રથમુશલ.
જઈત્થ - જિતનાર, પરાજઈત્થ - હારનાર. વજ્જિ - ઈન્દ્ર, વિદેહપુત્ત - કોણિક. તેઓ જીત્યા, બીજું કોઈ નહીં. મલ્લઈ - લેચ્છઈ - મલ્લકિ, લેચ્છકિ નામના રાજા. કાશી - વાણારસી, તેનું જનપદ પણ કાશી, તે સંબંધી આદ્ય નવ તે કોશલ-અયોધ્યા, તેનું જનપદ તે કોશલ, તે સંબંધી ૧૮-ગણરાજા અર્થાત્‌ કાર્ય હોય ત્યારે જેઓ ગણ-સમૂહ બનાવે તે - સામંત રાજા. તેઓએ ચેટક રાજાની સહાય માટે ગણ બનાવ્યો.
હવે ચમરે મહાશિલા કંટક સંગ્રામ વિકુર્વ્યા પછી કોણિકે શું કર્યુ? કોણિકે ઉદાયી નામે હાથીને તૈયાર કરવા આજ્ઞા કરી, - X - સેવકો હર્ષિત, તુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. - X - X - બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી! ‘આપની આજ્ઞા પ્રમાણ છે’ એવો શબ્દરૂપ વિનય અને તે વચનને રાજા પ્રત્યે સ્વીકાર કર્યો. નિપુણ એવા શિલ્પોપદેશ દાતા આચાર્ય, તેમના ઉપદેશથી જે મતિ, તેની જે કલ્પના-વિકલ્પ તેમજ કલ્પના વિકલ્પના વિશેષણથી સુનિપુણ મનુષ્યો –
એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહેલ છે, તેમાં આ સૂત્ર છે - નિર્મળ વેષથી શીઘ્ર પરિગૃહીત, પરિવૃત્ત જે છે તે તથા, સુસજ્જ, ચર્મ બખ્તરથી સન્નદ્ધ, કવચ વડે બદ્ધ, છાતી સાથે ગાઢ બાંધેલ છે હૃદયરજ્જૂ જેણે, ડોકમાં ગ્રૈવેયક બાંધેલ એવો તથા ઉત્તમ ભૂષણોથી વિરાજિત છે તે, કાનનું ઉત્તમ આભરણ પહેરેલ, લાંબુ એવું સલલિત અવચૂલ છે જેને, તથા ચામરોના ઉત્કરથી અંધકાર કરેલ, વસ્ત્ર વિશેષને ધારણ કરેલ, સોનાના ઘડેલ સૂત્ર-દોરા વડે કક્ષાને બાંધેલ છે જેણે તે. તથા ઘણા પ્રહરણીદ ધારેલ, યુદ્ધ માટે સજ્જ તેથી જ છત્ર-ધ્વજ-ઘંટ, પાંચ ચૂડા વડે પરિમંડિત અને રમ્ય ઈત્યાદિ વાચનાંતરમાં આ બધું સાક્ષાત્‌ લખેલ છે.
દેવતાનું બલિકર્મ કરેલ, દુઃસ્વપ્નાદિના નિવારણાર્થે અવશ્ય કર્તવ્ય એવા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્તને કરેલ છે જેણે તે. તેમાં મષીપુંડ્રાદિ તે કૌતુક, સિદ્ધાર્થકાદિ તે મંગલ, સંહનનિ કરેલ તે સન્નદ્ધ, કશા બંધનથી બદ્ધ, વર્તમાનથી વર્મિત - X - ગુણસારણથી પીડારહિત કરેલ ધનુર્દંડ જેણે તે તથા જેણે બાહુપટ્ટિકાથી બાહુબદ્ધ કરેલ છે તે, ગ્રીવાના આભરણને ધારણ કરેલ, વિમલવર ચિહ્નપટ્ટ જેણે બાંધેલ છે તે, શસ્ત્રોને અને બીજાને પ્રહાર કરવાને માટેના પ્રહરણ ધારણ કરેલ અથવા આયુધ એટલે ખડ્ગાદિ અક્ષેપ્ય શસ્ત્રો તથા ક્ષેપ્યશસ્ત્રો તે બાણ વગેરે તેને ગ્રહણ કરેલ, કોરંટક નામ પુષ્પગુચ્છ વડે પુષ્પમાળા વડે યુક્ત છત્ર, ચાર ચામરો વડે અંગને વીંઝતા તથા લોકો દ્વારા મંગલને માટે જયશબ્દ કરતા તે ઈત્યાદિ.
જેમ ‘ઉવવાઈ’માં યાવત્‌ એમ આ શબ્દ વડે સૂચિત - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેડ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે સંપરિવૃત્ત, ધવલ મહામેઘની જેમ નીકળેલ, ગ્રહ-ગણ દિપ્યંત અંતરિક્ષ તારાગણોની મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો નરપતિ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ઉદાયી હસ્તિરાજ છે, ત્યાં આવે છે. ત્યાં અનેક ગણનાયક-પ્રકૃતિમહત્તર, દંડનાયક-તંત્રપાલ, માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ, તલવર-રાજએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય, છિન્નમડંબના અધિપતિ માડંબિકો, કૌટુંબિકો, મંત્રી, મહામંત્રી, ગણક-જ્યોતિષ્કો અથવા ભાંડાગારિકો, દૌવારિક એટલે પ્રતીહારકો, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયકો, ચેટ-પાદમૂલિક, પીઠમર્દક, વયસ્ય, નગર, નિગમ-વણિક, શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટથી વિભૂષિત ઉત્તમાંગવાળો તે શ્રેષ્ઠી સેનાપતિ-રાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્યના નાયક, સાર્થવાહ, દૂત, સંધિપાલ-રાજ્યસંધિરક્ષક, સાથે, માત્ર સાથે જ નહીં, પણ તેઓ પરિવરેલા હતા તે રીતે નીકળ્યો.
જહા ઉવવાઈએ - આ સૂત્ર છે - લટકતા લાંબા ઝૂમતા એવા પટ વડે સારી રીતે ઉત્તરાસંગ કરેલ છે જેણે તે, મોટા ભટોના વિત્સારવાળા સંઘથી પરિવરેલ, બીજાના પ્રહરણથી અભેદ્ય એવા આવરણને રાખીને, એક હાથી ઉપર બીજાને હરાવવાને નીકળ્યો. હત-પ્રહારથી, મથિત-માનના મથન વડે, પ્રવરવીર-પ્રધાન ભટોને હણ્યા છે તે, ચક્રાદિ ચિન્હ અને ધ્વજા-પતાકા પાડી નાંખ્યા, પ્રાણોને કષ્ટમાં પાડેલ છે. - X - X - યુદ્ધથી નિવૃત્ત થયા.

Linked texts (1)