Viyahapannatti 543
Viyāhapannatti: ṭīkānusārī vivecana 543
- Language
- Gujarati
543
‘ભગવતી’ સૂત્ર-૩૭૮ :– [૭/૧૦/૩૭૮]
ત્યારપછી શ્રમણ ભગવન્ મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. બાહ્ય જનપદમાં વિચરવા લાગ્યા.
તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય હતું. ત્યારે કોઈ દિવસે ભગવંત મહાવીર યાવત્ સમોસર્યા, પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાલોદાયી અણગાર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વાંદી નમીને આમ કહ્યું – ભગવન્! જીવોને પાપકર્મ ફળ વિપાકથી યુક્ત પાપકર્મ લાગે છે? હા, લાગે છે. ભગવન્! જીવોને પાપકર્મફળ વિપાક યુક્ત પાપકર્મ કઈ રીતે લાગે? હે કાલોદાયી! –
– જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાળી પાકશુદ્ધ ૧૮-વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન ખાય, તે ભોજન તેને આરંભે સારું લાગે છે ત્યારપછી પરિણમને થતાં-થતાં દુરૂપપણે, દુર્ગંધપણે યાવત્ ‘મહાશ્રવ’ ઉદ્દેશા મુજબ યાવત્ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી! જીવોને પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય આરંભે સારા લાગે છે, ત્યારપછી વિપરિણમતા દુરૂપપણે યાવત્ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી! જીવોને પાપકર્મ પાપફળ વિપાક યુક્ત થાય છે.
ભગવન્! જીવોને શુભ કર્મ શુભ ફળ વિપાક યુક્ત હોય છે? હા, હોય છે. ભગવન્! જીવોને શુભ કર્મો કઈ રીતે યાવત્ થાય છે? હે કાલોદાયી! જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાલીપાકશુદ્ધ ૧૮-વ્યંજનથી યુક્ત ઔષધિ મિશ્રિત ભોજન કરે, તો તે ભોજન આરંભે સારું ન લાગે. તો પણ પછી પરિણમતા-પરિણમતા સુરૂપપણે, સુવર્ણપણે યાવત્ સુખપણે પણ દુઃખપણે નહીં, તેમ વારંવાર પરિણમે છે. તેમ હે કાલોદાયી! જીવો પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેકથી આરંભે તે સારા ન લાગે તો પણ પછી પરિણત થતા-થતા સુરૂપપણે યાવત્ દુઃખરૂપે નહીં. તેમ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી! જીવ શુભ કર્મોને યાવત્ કરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit