Viyahapannatti 544
Viyāhapannatti: ṭīkānusārī vivecana 544
- Language
- Gujarati
544
વિવેચન :–૩૭૮
જીવોને પાપકર્મો, જેનો ફળરૂપ વિપાક પાપ છે, તત્સંયુક્ત હોય છે. થાળીમાં પકાવેલ પાક તે સ્થાલીપાક. બીજે પકાવેલ-ન પકાવેલમાં તેવો સ્વાદ ન હોય, માટે આ વિશેષણ મૂક્યું. શુદ્ધ - ભોજન દોષવર્જિત. સ્થાલીપાક વડે શુદ્ધ. લોક પ્રસિદ્ધ ૧૮-વ્યંજન, શાલનક કે તક્રાદિ વડે સંકીર્ણ. અથવા ૧૮ ભેદ વડે આકુલ, તે વ્યંજન. ૧૮ ભેદ આ રીતે – સૂપ, ઓદન, યવન્ન, ત્રણે મંસાદિ, ગોરસ, જૂષ, ભક્ષ્યા, ગુલલાવણિકા, મૂળફળ, હરિતક, ડાગ, રસાલૂ, પાન, પાનીય, પાનગ, શાગ. - X - અહીં મંસાદિ - તે જલજ વનસ્પતિ, જૂષ - મગ, ચોખા આદિનો રસ, ભક્ષ્ય - ખાંડના ખાજાદિ, ગુલ લાવણિયા - ગોળપાપળી કે ગોળ ધાણા, હરિતક - જીરકાદિ, ડાગ - વત્થુલાની ભાજી, - X - પાન - સુરાદિ, પાનીય - જળ, પાનક - દ્રાક્ષ પાનાદિ..
આવાત - પહેલો સંસર્ગ, ભદ્દએ - મધુરત્વથી મનોહર. જહા મહાસવએ - છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશો, તેનું સૂત્ર, તે અહીં પણ કહેવું. - X - X - ત્યારપછી ભિન્ન પરિણામને પામે છે. પ્રાણાતિપાતાદિમાં કાર્યમાં કારણના ઉપચારથી પ્રાણાતિપાતાદિ હેતુક કર્મ, દુરૂપતાના હેતુપણે પરિણમે છે. ઔષધ - મહાતિક્ત ઘી આદિ - X - પ્રાણાતિપાત વિરમણાદિ ઈન્દ્રિયોને પ્રતિકૂળ હોવાથી આરંભે સારા ન લાગે. પણ તેનાથી થતું પુન્ય કર્મ તે ભિન્ન પરિણામને આપે છે. - - - અહીં કર્મને ફળથી કહ્યા. હવે ક્રિયાવિશેષને આશ્રીને, તેના કર્તા પુરુષ દ્વારથી કર્માદિનું અલ્પબહુત્વ-
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit