Pramāṇa · Search · About · API

Viyahapannatti 545

Viyāhapannatti: ṭīkānusārī vivecana 545

Language
Gujarati

545

‘ભગવતી’ સૂત્ર-૩૭૯ :– [૭/૧૦/૩૭૯]
ભગવન્‌! બે પુરુષ સમાન યાવત્‌ સમાન ભાંડ, પાત્ર અને ઉપકરણવાળા હોય, તે પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ કરે, તેમાં એક પુરુષ અગ્નિકાયને સળગાવે અને બીજો અગ્નિકાયને બુઝાવે, તો હે ભગવન્‌! આ બે પુરુષોમાં કયો પુરુષ મહાકર્મવાળો, મહા ક્રિયાવાળો, મહાઆશ્રવવાળો અને મહાવેદનાવાળો થાય? અને કયો પુરુષ અલ્પકર્મી, યાવત્‌ અલ્પવેદનાવાળો થાય? - જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, તે કે જે પુરુષ અગ્નિ-કાયને બુઝાવે છે તે? – હે કાલોદાયી! તેમાં જે પુરુષ અગ્નિકાય સળગાવે છે, તે મહાકર્મ વાળો યાવત્‌ મહા-વેદનાવાળો થાય છે અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે અલ્પકર્મવાળો યાવત્‌ અલ્પ વેદનાવાળો થાય છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું? - X - હે કાલોદાયી! તેમાં જે પુરુષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ પૃથ્વીકાય, અપ્‌કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઘણો જ સમારંભ કરે છે અને ત્રસકાયનો અલ્પ સમારંભ કરે છે. તેમાં જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે, તે પુરુષ પૃથ્વીકાય, અપ્‌કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો અલ્પ સમારંભ કરે છે, કેવળ તેઉકાયનો બહુ સમારંભ કરે છે. તેથી હે કાલોદાયી! એમ કહ્યું કે યાવત્‌ અલ્પવેદનાવાળો થાય છે.

Linked texts (1)