Viyahapannatti 570
Viyāhapannatti: ṭīkānusārī vivecana 570
- Language
- Gujarati
570
વિવેચન :–૩૯૧
અવિપર્યયરૂપથી અર્થાભિમુખ, અસંશયરૂપત્વથી નિયત એવો બોધ-સંવેદન, તે આભિનિબોધિક. જે અથવા જેના વડે જણાય તે જ્ઞાન. આભિનિબોધિક એવું તે જ્ઞાન – ઈન્દ્રિય, અનિન્દ્રિય નિમિત્ત બોધ.
સંભળાય તે શ્રુત – શબ્દ. ભાવશ્રુતના કારણ રૂપ હોવાથી તે જ જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. અથવા શબ્દ કે શ્રુતથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન – ઈન્દ્રિય, મનના નિમિત્તે શ્રુત ગ્રંથાનુસારી બોધ.
જેના વડે નીચે-નીચેથી વસ્તુ વિસ્તારથી જણાય તે અવધિ. તે જ જ્ઞાન, તે અવધિજ્ઞાન અથવા મર્યાદાથી મૂર્ત દ્રવ્યોને જ - અમૂર્તને નહીં જાણે તે. - -મનથી મનન કરાતા દ્રવ્યોનો પર્યવ - પરિચ્છેદ, તે મનઃપર્યવજ્ઞાન અથવા મનના પર્યાયોની અવસ્થા વિશેષથી જ્ઞાન.
મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ તે એક કેવળ. શુદ્ધ અથવા આવરણ મલ કલંક રહિતપણાથી કે સંપૂર્ણ. પહેલાથી જ સર્વાવરણના અભાવે સંપૂર્ણ ઉત્પત્તિથી અસાધારણ કે અનન્ય સદૃશત્વથી અનંત. યથાવસ્થિત, સંપૂર્ણ, ભૂત-વર્તમાન-ભાવિ ભાવોને જાણે તે - X -
અવગ્રહ-સામાન્ય અર્થ, વિશેષરહિત નિરપેક્ષ રૂપાદિનો નિર્દેશ. અવ-પહેલાથી, ગ્રહણ-બોધ. (સામા-ન્યથી થતો સર્વપ્રથમ બોધ.) - ઈહા-સત્ અર્થ વિશેષની આલોચના. -અવાય-જ્ઞાનત અર્થનો નિશ્ચય. ધારણા - અવગત અર્થ વિશેષને ધારણ કરવો તે. ઉક્ત ક્રમથી જેમ બીજા ઉપાંગ રાજપ્રશ્નીયમાં જ્ઞાનના ભેદો છે, તેમ અહીં પણ જાણવા – તે આ રીતે - અવગ્રહ બે ભેદે - અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ ઈત્યાદિ. વાચનાંતરમાં શ્રુત જ્ઞાનાધિકારે જેમ ‘નંદી’ આગમમાં કહ્યું તેમ જાણવું - X - તેમાં શ્રુતજ્ઞાન સૂત્રને અંતે આમ કહ્યું છે – આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંતા ભાવો, અનંતા અભાવો યાવત્ - X - અનંતા અસિદ્ધા એમ કહ્યું છે. તેની સંગ્રહ ગાથા પણ છે. આ રીતે એવા પ્રકારે તેના ખંડરૂપ આ શ્રુતજ્ઞાન સૂત્ર કહેવું જોઈએ.
જ્ઞાનથી વિપરીત અજ્ઞાન સૂત્ર-કુત્સિતજ્ઞાન તે અજ્ઞાન. મિથ્યાત્વ યુક્ત હોવાથી કુત્સિત કહ્યું – કહ્યું છે – અવિશેષિત મતિ જ છે, તે સમ્યગ્દૃષ્ટિને મતિજ્ઞાન છે, મિથ્યાદૃષ્ટિને મતિઅજ્ઞાન.
જેમાં વિરુદ્ધ વિકલ્પો ઉઠે તે વિભંગજ્ઞાન અથવા અવધિથી વિરૂપ ભેદ તે વિભંગ જ્ઞાન. આ કુત્સિત વિભંગ શબ્દથી જ જણાય છે માટે જ્ઞાન સાથે નય્ જોડીને અજ્ઞાન કહ્યું નથી.
અર્થનો અવગ્રહ, તે અર્થાવગ્રહ. સકલ વિશેષ નિરપેક્ષ નિર્દેશ્ય અર્થનું ગ્રહણ - એક સમયવાળું તે. - - જેના વડે અર્થ સ્પષ્ટ થાય તે વ્યંજન જેમકે પ્રદીપ વડે ઘટ અથવા ઉપકરણ ઈન્દ્રિયથી શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહ. તે વ્યંજન - ઉપકરણ ઈન્દ્રિય વડે વ્યંજનાના - શબ્દાદિ પરિણત દ્રવ્યોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અહીં અર્થાવગ્રહને લક્ષીને સર્વ ઈન્દ્રિયાર્થના વ્યાપકત્વથી પહેલા કહ્યો.
જેમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું, તેમજ મતિજ્ઞાન પણ કહેવું. તે આ રીતે - તે વ્યંજનાવગ્રહ શું છે? ચાર ભેદે છે – શ્રોત્ર, ઘ્રાણ, જિહ્વા, સ્પર્શન ઈન્દ્રિય વ્યંજનાવગ્રહ. વિશેષ આ - આભિનિબોધિક જ્ઞાનમાં અવગ્રહ, અવધારણા, શ્રવણ, અવલંબન, મેઘાએ પાંચ એકાર્થક નામો કહ્યા છે, તે મતિજ્ઞાનમાં ન કહેવા. - X -
અજ્ઞાનિ - જ્ઞાનરહિત, તે અલ્પજ્ઞાનભાવથી ધન અને શીલરહિત જેવો છે. સમ્યગ્દૃષ્ટિ પણ અજ્ઞાની હોય, તેથી મિથ્યાદૃષ્ટિ વડે - એમ કહ્યું. નંદી સૂત્ર મુજબ કહ્યું - તે સૂત્ર - સ્વચ્છંદ બુદ્ધિ, મતિ વિકલ્પિત. જેમકે ભારત, રામાયણ આદિ. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે મતિ. સ્વચ્છંદ - પોતાના અભિપ્રાયથી, તત્ત્વથી સર્વજ્ઞ પ્રણીત અર્થ કરતા જુદી બુદ્ધિ-મતિ વડે વિકલ્પિત. - X -તેમાં ઋજુ આદિ ચાર વેદ, શીક્ષાદિ છ ઉપાંગના વ્યાખ્યાનરૂપ. ગામસંઠિય આદિ-ગ્રામ આકારે ઈત્યાદિ. ભરતાદિ વર્ષક્ષેત્રાકારે, હિમવત્ આદિ વર્ષધર પર્વતાકારે, અશ્વાકારે, જંગલી દ્વિષદ-ચતુષ્પદ આકારે, એ પ્રમાણે વિવિધ સંસ્થાન સંસ્થિત.
જ્ઞાન અને અજ્ઞાન કહ્યા. હવે જ્ઞાની, અજ્ઞાનીને કહે છે – તેમાં નારકાધિકારમાં – ‘જે જ્ઞાની તે નિયમા ત્રણ જ્ઞાનવાળા’ કહ્યા. કેમકે સમ્યગ્દૃષ્ટિ નારકોને ભવપ્રત્યય અવધિજ્ઞાન છે, માટે કહ્યું. અજ્ઞાનીમાં બે જ્ઞાનવાળા કે ત્રણ જ્ઞાનવાળા કેમ કહ્યા? અસંજ્ઞી હોય અને નરકે ઉત્પન્ન થાય, તેમને અપર્યાપ્તાવસ્થામાં વિભંગનો અભાવ હોવાથી બે જ્ઞાનવાળા કહ્યા. જે મિથ્યાદૃષ્ટિ સંજ્ઞીમાંથી ઉત્પન્ન થાય, તેમને ભવપ્રત્યય વિભંગ હોય છે માટે ત્રણ અજ્ઞાની એમ કહ્યું, બેઈન્દ્રિયમાં કોઈ જ્ઞાની પણ સાસ્વાદન સમ્યગ્દર્શન ભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોય તેથી જ્ઞાની, અજ્ઞાની બંને કહ્યા.
જીવાદિમાં ૨૬-પદોમાં જ્ઞાની, અજ્ઞાની કહ્યા. હવે તેને જ ગતિ, ઈન્દ્રિય, કાય આદિ દ્વારોમાં કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit