Viyahapannatti 571
Viyāhapannatti: ṭīkānusārī vivecana 571
- Language
- Gujarati
571
‘ભગવતી’ સૂત્ર-૩૯૨ :– [૮/૨/૩૯૨]
ભગવન્! નિરયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બંને. ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન વિકલ્પે.
ભગવન્! તિર્યંચ ગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા.
ભગવન્! મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! ત્રણ જ્ઞાન ભજનાએ, બે અજ્ઞાન નિયમા.
દેવગતિક જીવો, નિરયગતિક માફક જાણવા. - - સિદ્ધિગતિક, સિદ્ધની જેમ જાણવા.
ભગવન્! ઈન્દ્રિયવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. - - ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની? પૃથ્વીકાયિકની જેમ કહેવા. બે થી ચાર ઈન્દ્રિયવાળા બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. પંચેન્દ્રિયોને ઈન્દ્રિયવાળા માફક જાણવા. અનિન્દ્રિયો જ્ઞાની કે અજ્ઞાની? સિદ્ધની જેમ જાણવા.
ભગવન્! સકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! પાંચ જ્ઞાન કે ત્રણ અપાન ભજનાએ. પૃથ્વી યાવત્ વનસ્પતિકાયિક નિયમા અજ્ઞાની. મતિ, શ્રુત અજ્ઞાનવાળા છે. ત્રસકાયિકને સકાયિક માફક જાણવા. અકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? સિદ્ધવત્ જાણવું.
ભગવન્! સૂક્ષ્મ જીવો જ્ઞાની કે અજ્ઞાની? પૃથ્વીકાયિકવત્ જાણવું - ભગવન્! બાદર જીવો જ્ઞાની કે અજ્ઞાની? સકાયિકવત્ જાણવા. ભગવન્! નોસૂક્ષ્મ-નોબાદર જીવો? સિદ્ધ માફક જાણવા.
ભગવન્! પર્યાપ્તા જીવો જ્ઞાની કે અજ્ઞાની? સકાયિક માફક જાણવા. પર્યાપ્તા નૈરયિક જીવો? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમા, જેમ નૈરયિક છે, તેમ સ્તનિતકુમાર સુધી જાણવા. પૃથ્વીકાયિક, એકેન્દ્રિય માફક જાણવા. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ યોનિક? ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. મનુષ્યો, સકાયિક માફક. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકો નૈરયિકવત્ જાણવા.
ભગવન્! અપર્યાપ્તા જીવો જ્ઞાની કે અજ્ઞાની? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. અપર્યાપ્તા નૈરયિકો? ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન ભજનાએ એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વી યાવત્ વનસ્પતિકાયિક, એકેન્દ્રિયવત્ બેઈન્દ્રિયો? નિયમા બે જ્ઞાન, બે અજ્ઞાન. એ રીતે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સુધી કહેવું. અપર્યાપ્તા મનુષ્યો? ત્રણ જ્ઞાન ભજનાએ, બે અજ્ઞાન નિયમા. વ્યંતરો, નૈરયિક માફક. અપર્યાપ્તા જ્યોતિષ્ક, વૈમાનિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા. નોપર્યાપ્ત-નોઅપર્યાપ્તા જીવો? સિદ્ધની માફક જાણવા.
ભગવન્! નિરયભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની? નિરયગતિક માફક જાણવા. તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની? ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. મનુષ્યભવસ્થ, સકાયિકવત્ જાણવા. દેવભવસ્થ, નિરયભવસ્થ માફક જાણવા. અભવસ્થોને સિદ્ધની માફક જાણવા.
ભગવન્! ભવસિદ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની? સકાયિકવત્ જાણવા. અભવસિદ્ધિક? ગૌતમ! જ્ઞાની નથી, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક? સિદ્ધની માફક જાણવા. સંજ્ઞી વિશે પ્રશ્ન. સઈન્દ્રિયવત્ જાણવા. અસંજ્ઞીને બેઈન્દ્રિયવત્ જાણવા. નોસંજ્ઞી-નોઅસંજ્ઞીને સિદ્ધની માફક જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit