Pramāṇa · Search · About · API

Viyahapannatti 573

Viyāhapannatti: ṭīkānusārī vivecana 573

Language
Gujarati

573

‘ભગવતી’ સૂત્ર-૩૯૩ :– [૮/૨/૩૯૩]
ભગવન્‌! લબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદે - જ્ઞાનલબ્ધિ, દર્શનલબ્ધિ, ચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગ-લબ્ધિ, વીર્યલબ્ધિ, ઈન્દ્રિયલબ્ધિ.
ભગવન્‌ ! જ્ઞાનલબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ - આભિનિબોધિક યાવત્‌ કેવળજ્ઞાનલબ્ધિ.
ભગવન્‌ ! અજ્ઞાનલબ્ધિ કેટલા ભેદે છે? ત્રણ. - મતિ અને શ્રુત અજ્ઞાનલબ્ધિ તથા વિભંગજ્ઞાન લબ્ધિ.
ભગવન્‌! દર્શનલબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ - સમ્યગ્‌દર્શન લબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ, સમ્યગ્‌મિથ્યાદર્શન લબ્ધિ.
ભગવન્‌! ચારિત્રલબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ-સામાયિક૦, છેદોપસ્થાપનીય૦, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ભગવન્‌! ચારિત્રાચારિત્ર લબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! એક પ્રકારે. - - એ પ્રમાણે યાવત્‌ ઉપભોગલબ્ધિ એક પ્રકારે કહી છે. ભગવન્‌! વીર્યલબ્ધિ કેટલા ભેદ છે? ગૌતમ! ત્રણ-બાલવીર્યલબ્ધિ, પંડિતવીર્યલબ્ધિ, બાલ-પંડિતવીર્યલબ્ધિ. ભગવન્‌! ઈન્દ્રિયલબ્ધિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - શ્રોત્રેન્દ્રિય યાવત્‌ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ.
ભગવન્‌! જ્ઞાનલબ્ધિક જીવ જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની નહીં. બે થી પાંચ જ્ઞાન ભજનાએ છે. ભગવન્‌! અલબ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની નથી, અજ્ઞાની છે. બે કે ત્રણ અજ્ઞાન ભજનાએ. ભગવન્‌! આભિનિબોધિક જીવો? ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. બે થી ચાર જ્ઞાન વિકલ્પે. - - ભગવન્‌! તે લબ્ધિ વગરના જીવો - ગૌતમ! બંને. જે જ્ઞાની તે નિયમા એક કેવલજ્ઞાની, જે અજ્ઞાની તે બે કે ત્રણ અજ્ઞાનવાળા વિકલ્પે જાણવા. એ પ્રમાણે શ્રુત-જ્ઞાનલબ્ધિક પણ છે, તેના અલબ્ધિક, આભિનિબોધિક અલબ્ધિકવત્‌ છે.
અવધિજ્ઞાન લબ્ધિક? ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક ત્રણ જ્ઞાનવાળા, કેટલાંક ચાર જ્ઞાનવાળા. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની. જે ચાર જ્ઞાની છે, તે મનઃપર્યવજ્ઞાની પણ છે. અવધિ-જ્ઞાનલબ્ધિરહિત છે, તે જીવો? ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. તેમને અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે છે. મનઃપર્યવજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક ત્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, જે ત્રિજ્ઞાની છે, તે આભિનિબોધિક, શ્રુત, મનઃપર્યવજ્ઞાની છે, જે ચતુર્જ્ઞાની છે, તેને મનઃપર્યવજ્ઞાન પણ છે. તે જ્ઞાનની લબ્ધિ રહિતની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. મનઃપર્યવ જ્ઞાન સિવાયના ચાર જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન ભજનાએ છે.
ભગવન્‌! કેવલજ્ઞાનલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની, છે અજ્ઞાની નથી. તેઓ નિયમા એક કેવલજ્ઞાની છે. તેના અલબ્ધિકની પૃચ્છા-ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અથવા ત્રણે અજ્ઞાન વિકલ્પે જાણવા. - - - અજ્ઞાન લબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. ત્રણ અજ્ઞાન વિકલ્પે છે. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. પાંચ જ્ઞાન ભજનાએ. - - - જેમ અજ્ઞાનલબ્ધિક અને અલબ્ધિક કહ્યા, તેમ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાનલબ્ધિક પણ કહેવા. વિભંગજ્ઞાન લબ્ધિકને ત્રણ અજ્ઞાન નિયમા. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ, બે અજ્ઞાન નિયમા જાણવા.
ભગવન્‌! દર્શનલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બંને. પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! તેના અલબ્ધિક કોઈ નથી. - - સમ્યગ્‌દર્શન લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ, તેના અલબ્ધિકને ત્રણ, અજ્ઞાન ભજનાએ. મિથ્યા દર્શન લબ્ધિકની પૃચ્છા. ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. સમ્યક્‌ત્વ મિથ્યાદર્શનલબ્ધિક, અલબ્ધિક બંનેને મિથ્યાદર્શન લબ્ધિક, અલબ્ધિક માફક જાણવા.
ભગવન્‌! ચારિત્રલબ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની? ગૌતમ! પાંચ જ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને મનઃપર્યવજ્ઞાન વર્જીને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ.
સામાયિક ચારિત્રલબ્ધિક જીવોની પૃચ્છા. ગૌતમ! તે જ્ઞાની છે, કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન ભજનાએ છે. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ છે. સામાયિક ચારિત્રના લબ્ધિક અને અલબ્ધિકની જેમ યાવત્‌ યથાખ્યાત ચારિત્રલબ્ધિક, અલબ્ધિક કહેવા. વિશેષ આ - યથાખ્યાત ચારિત્ર લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ છે. ચારિત્રા-ચારિત્ર લબ્ધિકની પૃચ્છા. ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેટલાંક બે જ્ઞાનવાળા છે, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની. કેટલાંક ત્રણ જ્ઞાનવાળા છે - આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાની. તેના અલબ્ધિકને ૫ જ્ઞાન કે ૩ અજ્ઞાન ભજનાએ જાણવા.
દાનલબ્ધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિક તે નિયમા એક-કેવલજ્ઞાની હોય. એ પ્રમાણે યાવત્‌ વીર્યલબ્ધિ, અલબ્ધિ કહેવા. - - બાળવીર્ય લબ્ધિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ. - - પંડિતવીર્ય લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને મનઃપર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. - - બાલપંડિતવીર્ય લબ્ધિકને ત્રણ જ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ.
ભગવન્‌! ઈન્દ્રિયલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. નિયમા એક-કેવલજ્ઞાની. શ્રોત્રેન્દ્રિય લબ્ધિકને ઈન્દ્રિય લબ્ધિકવત્‌ જાણવા. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક દ્વિર્જ્ઞાની, કેટલાંક એક નાણી છે. જે દ્વિર્જ્ઞાની છે તે આભિનિબોધિક, શ્રુતજ્ઞાની છે. જે એક જ્ઞાની છે, તે કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમા દ્વિઅજ્ઞાની છે – મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની.
ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયમાં લબ્ધિક, અલબ્ધિક, શ્રોત્રેન્દ્રિયવાળા માફક જાણવા. જિહ્વેન્દ્રિયલબ્ધિકને ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ - તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને છે. જે જ્ઞાની છે તે નિયમા એક-કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમા મતિ, શ્રુત અજ્ઞાની છે. સ્પર્શનેન્દ્રિય લબ્ધિક, અલબ્ધિકને ઈન્દ્રિયલબ્ધિકવત્‌ જાણવા.

Linked texts (1)