Pramāṇa · Search · About · API

Viyahapannatti 574

Viyāhapannatti: ṭīkānusārī vivecana 574

Language
Gujarati

574

વિવેચન :–૩૯૩
લબ્ધિ - આત્માના જ્ઞાનાદિ ગુણોના તેના પ્રતિબંધક કર્મોના ક્ષય આદિથી થતો લાભ. તે દશ ભેદે છે. તેમાં જ્ઞાન - વિશેષ બોધની પાંચ પ્રકારે તથાવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રાપ્તિ, તે જ્ઞાનલબ્ધિ. એવું બીજે પણ જાણવું. વિશેષ આ દર્શન-રુચિરૂપ આત્માના પરિણામ. ચારિત્ર -ચારિત્ર મોહનીયના ક્ષય કે ક્ષયોપશમ-જન્ય જીવ પરિણામ, તથા ચરિત્ર. ચારિત્રાચરિત્ર - સંયમાસંયમ. પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમજન્ય જીવ પરિણામ. દાનાદિ લબ્ધિ, પાંચ પ્રકારે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સંભવે છે. અહીં એક વખત અશનાદિનું ભોજન, તે ભોગ અને વારંવાર વાપરવું તે ઉપભોગ, તે વસ્ત્ર-ભવનાદિ છે. દાનાદિ પ્રસિદ્ધ છે.
ઈંદ્રિય - સ્પર્શન આદિ, મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રગટ એકેન્દ્રિયાદિ જાતિનામ કર્મોદય નિયમિત કર્મે પર્યાપ્તક નામ કર્માદિના સામર્થ્ય સિદ્ધ દ્રવ્ય-ભાવરૂપ લબ્ધિ પોતાની, તે ઈન્દ્રિય લબ્ધિ. જ્ઞાનલબ્ધિથી વિપરીત અજ્ઞાનલબ્ધિના નિરૂપણ માટે કહે છે.
સમ્યગ્‌દર્શન - મિથ્યાત્વ મોહનીય કર્માણુ વેદનનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ જન્ય આત્મ પરિણામ. - મિથ્યાદર્શન - અશુદ્ધ મિથ્યાત્વ દલિકના ઉદયથી ઉદ્ભવેલ જીવ પરિણામ. સમ્યગ્‌મિથ્યાદર્શન - અર્દ્ધ વિશુદ્ધ મિથ્યાત્વ દલિકના ઉદયથી જન્ય આત્મા પરિણામ જ.
સામાયિક૦ - સાવદ્યયોગ વિરતિરૂપ, તે જ ચારિત્ર તે સામાયિક ચારિત્ર, તેની લબ્ધિ. આ ચારિત્ર બે ભેદે - ઈત્વરકથિક, યાવત્કથિક. ઈત્વર, તે અલ્પકાલીન છે, જે ભરત, ઐરાવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત વ્રતવાળા શૈક્ષને હોય છે. યાવત્કથિક તે જાવજ્જીવ, તે મધ્યના-૨૨ અને વિદેહના તીર્થંકરના તીર્થના સાધુને હોય છે. કેમકે તેઓને ઉપસ્થાપનાનો અભાવ છે, - X - X - X -
છેદોપસ્થાપનીય૦ - છેદ એટલે પૂર્વના સંયમનો વ્યવચ્છેદ, કરીને સાધુને મહાવ્રતારોપણ કરવું તે. તે સાતિચાર અને નિરતિચાર. તે અનતિચાર ઈત્વર સામયિકના શૈક્ષને આરોપાય છે અથવા બીજા તીર્થમાં સંક્રમે ત્યારે. જેમ પાર્શ્વનાથના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા પંચયામ ધર્મ પ્રાપ્તિ માટે આરોપાય. મૂલગુણઘાતી સાતિચારને જે વ્રતનું આરોપણ તે રૂપ ચારિત્રની લબ્ધિ તે છેદોપસ્થાપનીય ચારિત્ર લબ્ધિ.
પરિહારવિશુદ્ધિચારિત્રલબ્ધિ - તપ વિશેષ, તેના વડે જેમાં વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ, બાકી પૂર્વવત્‌. આ બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. તેમાં નિર્વિશમાનક એટલે આસેવકથી વ્યતિરિક્ત, નિર્વિષ્ટકાયિક એટલે વિવક્ષિત ચારિત્રકાયનું આસેવન કરનાર ઈત્યાદિ - X - અહીં નવનો ગણ હોય, તેમાં ચાર પરિહારિક હોય, ચાર તેઓની વૈયાવચ્ચ કરનાર અનુપરિહારિક હોય, એક કલ્પસ્થિત વાચનાચાર્ય, ગુરુરૂપ હોય છે. તેઓમાં નિર્વિશમાનક નામે આ પરિહાર છે. – (ગાથાર્થ સંક્ષેપ–)
પારિહારિકને. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તપ, શીત, ઉષ્ણ, વર્ષાકાળે ધીર પુરુષોએ કહ્યો છે. તેમાં ગ્રીષ્મમાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટે અઠ્ઠમ, શિશિરમાં છઠ્ઠ, અઠ્ઠમ, દશમ. વર્ષામાં અઠ્ઠમ, દશમ, દ્વાદશ તપ કરવો. પારણે આયંબિલ, ભિક્ષામાં અભિગ્રહ કરવો. કલ્પસ્થિત રોજ આયંબિલ કરે બે અભિગ્રહમાં એક ભોજનનો અને એક પાનકનો જાણવો. એ રીતે છ માસ પરિહારિકો તપને આચરે પછી અનુચરકો પરિહારિક પદે છ માસ રહે. એ રીતે કલ્પસ્થિતને પણ છ માસ તપ કરવો. - X - એ રીતે ૧૮-માસનો કલ્પ કહ્યો. આ સંક્ષેપથી કહ્યો, વિશેષથી સૂત્ર દ્વારા જાણવો. કલ્પસમાપ્તિ પછી, તે જિનકલ્પ કે ગચ્છને સ્વીકારે. પ્રતિપદ્યમાનકો ફરી જિનની પાસે સ્વીકારે. તે સ્વીકાર તીર્થકર પાસે કે આસેવક પાસે કરે. બીજા પાસે નહીં તેમનું જે આ આચરણ તે પરિહાર વિશુદ્ધિ કહેવાય.
બીજા કહે છે પરિહારથી માસિક ચતુર્લઘુ આદિ તપ ચરે છે, તેને પરિહારિક ચારિત્ર લબ્ધિ હોય છે. આ પરિહાર તપ જેમ થાય તે કહે છે – નવમા પૂર્વની ત્રીજી વસ્તુ યાવત્‌ જઘન્ય, ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સૂત્ર અને અર્થથી હોય. દ્રવ્યાદિ અભિગ્રહ અને રત્નાવલી આદિ તપ તેને પરિહાર તપરૂપે અપાય છે. તેને આપે ત્યારે નિરુપસર્ગાર્થે કાયોત્સર્ગ કરે છે. શુભ નક્ષત્ર આદિમાં તે સ્વીકારાય છે. ગુરુ તેને કહે છે, હું તમારો વાચનાચાર્ય છું, આ ગીતાર્થ સાધુ તમને સહાયક છે. બાકીના સાધુ પણ કહેવા.
જેમ - આ તપને સ્વીકાર કંઈ બોલતો કે લપ લપ કરતો નહીં. આત્માર્થને ચિંતવતા તારે કોઈ વ્યાઘાત ન કરવો. હું કઈ રીતે આલાપાદિ રહિત તપ કરીશ તેમ ડરનારનો ભય દૂર કરવો કલ્પસ્થિત તેને આમ કરે છે. કૃતિકર્મ સ્વીકારે, પ્રત્યાખ્યાનને પૂછે, તો તેને આપે. જો તે ક્યારે ગ્લાન થઈ ઉત્થાનાદિ સ્વયં કરવાને સમર્થ ન હોય તો ત્યારે કહે – હું ઊભો થવાને ઈચ્છું છું ત્યારે અનુપહારિક મૌનપણે, તેને અભિપ્રેત હોય તે બધું કરે. તે ઊઠે, બેસે, ભિક્ષાર્થે જાય, કુપિતપ્રિય બંધુની જેમ કરે. - X - તેઓનું તપ ગ્રીષ્મ-શિશિર-વર્ષામાં જઘન્યાદિ ભેદથી ૧ થી ૧૨ ઉપવાસ સુધી છે.
સૂક્ષ્મસંપરાય ચારિત્રલબ્ધિ. - સંપરૈતિ - જેના વડે સંસારમાં ભમે તે સંપરાય - કષાય. સૂક્ષ્મ - લોભાંશ અવશેષરૂપ, તે સૂક્ષ્મ સંપરાય. આ પણ બે ભેદે છે – વિશુદ્ધયમાનક, સંક્લિશ્યમાનક. તેમાં વિશુદ્ધયમાનક ક્ષપક, ઉપશમ બે શ્રેણીને આરોહતા થાય. સંક્લિશ્યમાનક ઉપશમ શ્રેણીથી પડતાને હોય. - - - યથાખ્યાત ચારિત્રલબ્ધિ - જે પ્રકારે કહેલું છે - અકષાયપણે સ્વીકૃત છે, તેમજ જે, તે યથાખ્યાત. તે પણ બે ભેદે - ઉપશમક, ક્ષપક શ્રેણિના ભેદથી. બાકી બધું પૂર્વવત્‌ જાણવું.
ચારિત્રાચારિત્ર૦ મૂલગુણ - ઉત્તરગુણાદિ ભેદોની વિવક્ષા ન કરીને દ્વિતીય કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત પરિણામ માત્રની જ વિવક્ષાથી ચારિત્રાચારિત્ર લબ્ધિને ‘એકાકાર’ કહી છે. એ રીતે દાનાદિ લબ્ધિનું પણ એકાકારત્વ, ભેદોની વિવક્ષા ન કરીને જાણવું.
બાળવીર્યલબ્ધિ બાલ - અસંયત, તેનું વીર્ય - અસંયમ યોગોમાં પ્રવૃત્તિ, તે કર્મબંધનરૂપ છે, તેની જે લબ્ધિ જે ચારિત્રમોહના ઉદયથી કે વીર્યાંતરના ક્ષયોપશમથી છે, તે. એ રીતે બીજામાં પણ યથાયોગ કહેવું. વિશેષ આ - પંડિત - સંયત, બાલપંડિત - સંયતાસંયત.
- X - X - આભિનિબોધિક જ્ઞાનલબ્ધિકોને ચાર જ્ઞાન ભજનાએ, કેવલીને આભિનિબોધિક જ્ઞાન નથી. મતિજ્ઞાનલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે કેવળી-એક જ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે બે અથવા ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. અવધિજ્ઞાનલબ્ધિક, ત્રણ જ્ઞાનવાળા છે કેમકે કેવળ અને મનઃપર્યાય હોતું નથી. અથવા કેવળજ્ઞાન અભાવે ચાર જ્ઞાનવાળા છે. અવધિજ્ઞાનના અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે મતિ-શ્રુત, બે જ્ઞાનવાળા છે. ત્રણ જ્ઞાનવાળા તે મતિ, શ્રુત, મનઃપર્યાયવાળા છે. એક જ્ઞાનવાળા તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે મતિ અને શ્રુત, બે અજ્ઞાનવાળા છે, અથવા ત્રણે અજ્ઞાનવાળા છે.
મનઃપર્યવજ્ઞાન લબ્ધિકને અવધિ, કેવળ સિવાયના ત્રણ જ્ઞાનો છે અથવા કેવળ સિવાયના ચાર જ્ઞાનો છે. મનઃપર્યવજ્ઞાનના અલબ્ધિકને, જે જ્ઞાની છે, તેને પહેલાં બે જ્ઞાનો છે કે પહેલાં ત્રણ જ્ઞાનો છે એક જ્ઞાન હોય તો માત્ર કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેને બે કે ત્રણ અજ્ઞાન છે. - - કેવળજ્ઞાન લબ્ધિકને એક જ જ્ઞાન-કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન અલબ્ધિકને પહેલાં બે, અથવા પહેલા ત્રણ કે પહેલું, બીજું, ચોથું અથવા કેવળજ્ઞાન સિવાયના પહેલાં ચાર જ્ઞાનો હોય છે, જે અજ્ઞાની છે, તેને પહેલા બે કે વિકલ્પે ત્રણે અજ્ઞાનો હોય છે.
અજ્ઞાનલબ્ધિક - અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકલ્પે હોય છે. અજ્ઞાન અલબ્ધિક, તે જ્ઞાની, તેમને પાંચ જ્ઞાનો વિકલ્પે છે, પૂર્વવત્‌ કહેવા. અજ્ઞાનલબ્ધિકને ત્રણે અજ્ઞાન ભજનાએ કહ્યા, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લબ્ધિકને પણ તેમજ જાણવું. અજ્ઞાનલબ્ધિકની માફક મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાનલબ્ધિકોને પણ પાંચ જ્ઞાનો ભજનાએ કહેવા. બે અજ્ઞાન કહેવા.
દર્શનલબ્ધિક – શ્રદ્ધા માત્ર લબ્ધિ, તેમાં સમ્યક્‌ શ્રદ્ધાવંત તે જ્ઞાની, તે સિવાયના તે અજ્ઞાની. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ દર્શનમાં અલબ્ધિ નથી કેમકે સર્વ જીવોને રુચિ માત્રનું અસ્તિત્વ હોય છે. - - - X - સમ્યગ્‌ દૃષ્ટિના અલબ્ધિકને મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિવાળાને ત્રણ અજ્ઞાન વિકલ્પે છે. કેમકે મિશ્ર દૃષ્ટિવાળાને પણ અજ્ઞાન જ છે. તાત્ત્વિક સદ્બોધ હેતુત્વ અભાવે મિશ્ર. મિથ્યાદર્શનના અલબ્ધિક તે સમ્યગ્‌દૃષ્ટિ, મિશ્રદૃષ્ટિને ક્રમથી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા.
ચારિત્રલબ્ધિક જ્ઞાની જ હોય. તેમને પાંચ જ્ઞાન ભજનાએ, કેમકે કેવલિ પણ ચારિત્રી હોય છે. ચારિત્ર અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને મનઃપર્યાય વર્જિત ચાર જ્ઞાનો ભજનાએ છે કેમ? અસંયતપણામાં પહેલા બે કે ત્રણ જ્ઞાન, સિદ્ધત્વમાં કેવલજ્ઞાન. કેમકે સિદ્ધોને પણ ચારિત્રલબ્ધિ શૂન્ય છે. કેમકે તેઓ નોચારિત્રિ-નોઅચારિત્રિ છે. જે અજ્ઞાની છે, તેમને ત્રણ જ્ઞાન ભજનાએ છે - સામાયિક ચારિત્ર લબ્ધિક જ્ઞાની જ છે. તેમને કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન ભજનાએ છે. સામાયિક ચારિત્રમાં અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે. છેદોપસ્થાપનીય, કે સિદ્ધ ભાવથી. જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાએ છે.
એ પ્રમાણે છેદોપસ્થાપનીયાદિમાં પણ કહેવું. તેમાં છેદોપસ્થાપનીય ચારિત્રલબ્ધિક જ્ઞાની જ છે, તેમને આદ્ય ચાર જ્ઞાન ભજનાએ છે, તેના અલબ્ધિક અને યથાખ્યાત ચારિત્રલબ્ધિકોમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. વિશેષ એ કે – સામાયિકાદિ ચારિત્ર ચતુષ્ટય લબ્ધિમાનને ચાર જ જ્ઞાન ભજનાએ છે, યથાખ્યાત ચારિત્ર લબ્ધિમાનને છદ્મસ્થેતર ભાવથી પાંચે પણ જ્ઞાન ભજનાએ છે. તેથી આ પ્રમાણે કહ્યું છે. ચારિત્રાચારિત્રના અલબ્ધિક, શ્રાવકથી અન્ય છે. તેમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે, જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાનની ભજના.
દાનાંતરાયના ક્ષય, ક્ષયોપશમથી દાન દેવામાં જે લબ્ધિ તે દાન લબ્ધિ. તે જ્ઞાની, અજ્ઞાનીને હોય. તેમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે. કેમકે કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત હોય. જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. દાનના અલબ્ધિક તો સિદ્ધો હોય. તેમને દાનાંતરાયનો ક્ષય હોવા છતાં દાતવ્યતાનો અભાવ છે. લાભ-ભોગ-ઉપભોગ-વીર્યલબ્ધિ. અહીં અલબ્ધિકો, સિદ્ધો જ છે, તે પૂર્વવત્‌ જાણવું. દાનાદિના અંતરાયના ક્ષય છતાં કેવલિને પ્રયોજનનો અભાવ હોવાથી દાનાદિ પ્રવૃત્તિ નથી. તેઓ કૃતકૃત્ય છે.
બાળવીર્યલબ્ધિ - અસંયત, તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. તેના અલબ્ધિક તે સંયત, સંયતાસંયત. તેઓ જ્ઞાની છે. તેમને પાંચ જ્ઞાન ભજનાએ છે.
પંડિતવીર્ય, તેના અલબ્ધિક-અસંયત, સંયતાસંયત અને સિદ્ધો હોય છે. તેમાં અસંયતોને પહેલા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. સંયતાસંયતને ત્રણ જ્ઞાન ભજનાએ. સિદ્ધોને માત્ર કેવળજ્ઞાન હોય. મનઃપર્યવજ્ઞાન માત્ર પંડિતવીર્યલબ્ધિકને હોય - X - X - X - બાલપંડિતમાં અલબ્ધિક તે અશ્રાવકો જાણવા.
ઈન્દ્રિય લબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને ચાર જ્ઞાન ભજનાએ, કેવળ નથી, કેમકે કેવલીને ઈન્દ્રિયોપયોગનો અભાવ છે. અજ્ઞાનેને ત્રણ જ્ઞાન ભજનાએ છે. ઈન્દ્રિય અલબ્ધિક તે કેવળી જ છે, તેથી તેને એક જ જ્ઞાન હોય. શ્રોત્રેન્દ્રિય લબ્ધિકને ઈન્દ્રિય લબ્ધિકવત્‌ કહેવા. તેમાં જે જ્ઞાની છે, તેમને અકેવલિત્વથી પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ છે. શ્રોત્રેન્દ્રિય-અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને પહેલાં બે જ્ઞાન છે. અપર્યાપ્તકાવસ્થામાં સાસ્વાદન સમ્યક્‌ દર્શનથી વિકલેન્દ્રિયોને. અથવા એક જ્ઞાની-કેવલજ્ઞાની. કેમકે તેમને શ્રોત્રેન્દ્રિય લબ્ધિના ઉપયોગનો અભાવ છે. - X -
ચક્ષુરિન્દ્રિયલબ્ધિક, ઘ્રાણેન્દ્રિયલબ્ધિક અને અલબ્ધિકને શ્રોત્રેન્દ્રિયલબ્ધિકની માફક ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનાદિ ભજનાએ કહેવા. ચક્ષુ અને ઘ્રાણેન્દ્રિય લબ્ધિકમાં જે પંચેન્દ્રિય છે તેમને કેવળ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. જે વિકલેન્દ્રિયો, ચક્ષુ-ઘ્રાણઈન્દ્રિય લબ્ધિક છે, તેમને સાસ્વાદન ભાવે પહેલા બે જ્ઞાન, તેના અભાવે પહેલા બે અજ્ઞાન છે. ચક્ષુ-ઘ્રાણઈન્દ્રિય અલબ્ધિકોને યથાયોગ ત્રણ-બે-એકેન્દ્રિય અને કેવલી, તેમાં બેઈન્દ્રિયને સાસ્વાદન ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. કેવલીને કેવળજ્ઞાન.
જિહ્વાલબ્ધિરહિત, કેવલી અને એકેન્દ્રિયો હોય. તેમાં જે જ્ઞાની છે, તે નિયમા કેવલજ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે નિયમા બે અજ્ઞાનવાળા છે. એકેન્દ્રિયોને સમ્યગ્દર્શન અને વિભંગનો અભાવ છે. - - સ્પર્શનેન્દ્રિય લબ્ધિકને કેવળ સિવાયના ચાર જ્ઞાનની ભજના. અજ્ઞાન ત્રણ તેમજ છે. સ્પર્શનેન્દ્રિય અલબ્ધિક તે કેવલી જ છે. ઈન્દ્રિય લબ્ધિ-અલબ્ધિવાળા પણ એમજ છે. - - ઉપયોગ દ્વારે –

Linked texts (1)