Viyahapannatti 575
Viyāhapannatti: ṭīkānusārī vivecana 575
- Language
- Gujarati
575
‘ભગવતી’ સૂત્ર-૩૯૪ :– [૮/૨/૩૯૪]
ભગવન્! સાકારોપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ - - ભગવન્! આભિનિબોધિક જ્ઞાન સાકાર ઉપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની? ચાર જ્ઞાન ભજનાએ. એ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુક્ત જીવો પણ કહેવા. - - અવધિજ્ઞાનસાકાર ઉપયુક્ત જીવો અવધિજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - મનઃપર્યવજ્ઞાન સાકારોપયુક્ત જીવો, મનઃપર્યવજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - કેવલજ્ઞાન સાકારોપયુક્ત જીવો કેવલજ્ઞાન લબ્ધિકવત્ જાણવા. - - મતિઅજ્ઞાન સાકારોપયુક્ત જીવોને ત્રણએ અજ્ઞાન ભજનાએ છે. એ જ પ્રમાણે શ્રુતઅજ્ઞાન સાકારોપયુક્ત, વિભંગજ્ઞાન સાકાર૦ જાણવા.
ભગવન્! અનાકારોપયુક્ત જીવો જ્ઞાની કે અજ્ઞાની? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. એ રીતે ચક્ષુદર્શન-અચક્ષુદર્શન અનાકારોપયુક્ત પણ જાણવા. વિશેષ આ - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવધિદર્શન અનાકારોપયુક્તની પૃચ્છા – ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. જે જ્ઞાની છે તેમાં કોઈ ત્રિજ્ઞાની, કોઈ ચતુર્જ્ઞાની છે. જે ત્રિજ્ઞાની છે તે પહેલા ત્રણ જ્ઞાનવાળા છે અને ચતુર્જ્ઞાની છે તે પહેલા ચાર જ્ઞાનવાળા છે. અજ્ઞાની છે તે નિયમા ત્રણે અજ્ઞાનવાળા છે. કેવલદર્શન અનાકારોપયુક્ત કેવળજ્ઞાન લબ્ધિકવત્ જાણવા.
ભગવન્! સયોગી જીવી જ્ઞાની કે અજ્ઞાન? સકાયિકવત્ જાણવા. એ પ્રમાણે મન-વચન-કાયયોગી પણ જાણવા. અયોગી, સિદ્ધવત્ જાણવા. - - ભગવન્! લેશ્યાવાળા? સકાયિકવત્ કૃષ્ણાદિ લેશ્યાવાળા માફક જાણવા. અલેશી, સિદ્ધવત્.
સકષાયી જીવો સઈન્દ્રિયવત્ જાણવા, યાવત્ લોભ કષાયી. અકષાયી જીવો? પાંચ જ્ઞાન ભજનાએ - - સવેદી જીવો? ઈન્દ્રિયવત્. એ રીતે સ્ત્રી-પુરુષ-નપુંસકવેદી પણ જાણવા. - - અવેદક જીવો? અકષાયીવત્ - - આહારક જીવો? સકષાયીવત્ વિશેષ એ કે તેમાં કેવલજ્ઞાની પણ હોય. - - ભગવન્! અણાહારક જીવો જ્ઞાની કે અજ્ઞાની? મનઃપર્યવ સિવાયના ચાર જ્ઞાનો અને ત્રણ અજ્ઞાન ભજનાએ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit