Pramāṇa · Search · About · API

Viyahapannatti 585

Viyāhapannatti: ṭīkānusārī vivecana 585

Language
Gujarati

585

વિવેચન :–૩૯૯
અહીં આ ચરમ-અચરમ પરિભાષા શું છે? અહીં કહે છે – ચરમ એટલે પ્રાન્તે પર્યન્તવર્તિ, ચરમત્વ આપેક્ષિક છે. કહ્યું છે કે – અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ ચરમ દ્રવ્ય છે. જેમ પૂર્વશરીરની અપેક્ષાએ ચરમશરીર તથા અચરમ એટલે અપ્રાન્ત, મધ્યવર્તિ. અચરમત્વ પણ આપેક્ષિક છે. કહ્યું છે કે – અન્ય દ્રવ્ય અપેક્ષાએ આ અચરમદ્રવ્ય છે. જેમ અંત્ય શરીરની અપેક્ષાએ મધ્યશરીર. અહીં પ્રજ્ઞાપનાનું દશમું પદ કહેવું. અહીં બે પદ દર્શાવ્યા
બાકીના દર્શાવે છે –ચરમ, અચરમાદિ ચરમાંતપ્રદેશ - અચરમાંત પ્રદેશ? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી - અચરમ નથી. ચરમો નથી - અચરમો નથી, ચરમાંત પ્રદેશ નથી - અચરમાંત પ્રદેશ નથી. નિયમા અચરિમ, ચરમો, ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ છે, ઈત્યાદિ. તેમાં ચરમ અચરમ શું છે? એવો એક વચનાંત પ્રશ્ન છે. ચરમો-અચરમો એવો બહુવચનાંત પ્રશ્ન છે. ચરમાંત પ્રદેશ-અચરમાંત પ્રદેશ એટલે ચરમો જ અન્તવર્તિ-પણાથી અંતચરમાંતા પ્રદેશો. તથા અચરમજ અંત-વિભાગ તે અચરમાંત તેના પ્રદેશોને અચરમાંત પ્રદેશ.
ગૌતમ! નો ચરમ નોઅચરમ - ચરમત્વ એ અપેક્ષા મુજબ છે. અપેક્ષા અભાવે ચરમ કઈ રીતે થાય? અચરમત્વ પણ તેમજ છે, બીજાની અપેક્ષાના અભાવે અચરમત્વ કેવી રીતે થાય? જો રત્નપ્રભા મધ્યે બીજી પૃથ્વી હોય, તો તેનું અચરમત્વ યોજાય, પણ તે નથી માટે તેનું અચરમત્વ ન હોય. અહીં વાક્યાર્થ આ પ્રમાણે છે – આ રત્નપ્રભા શું પશ્ચિમા કે મધ્યમા છે? જો આ બંને પણ ન સંભવે તેથી કહ્યું છે કે નો ચરમ નોઅચરમ. જો તેના ‘અચરમ’ વ્યપદેશ જ ન હોય તો ‘ચરમો’ કઈ રીતે થાય? એમ ‘અચરમો’ કેમ થાય? વળી ‘ચરમાંત-અચરમાંત પ્રદેશો નથી’ એમ કહીને ચરમત્વ-અચરમત્વનો અને તેની પ્રદેશ કલ્પનાનો પણ અભાવ છે. તો પછી નિયમથી ‘અચરમ અને ચરમો’ કેમ કહ્યું?
અવશ્યતયા આ કેવલ ભંગ વાચ્ય ન થાય. અવયવ-અવયવી રૂપત્વથી અસંખ્ય પ્રદેશ અવગાઢત્વથી યથોક્ત નિર્વચનવિષય જ છે. તેથી રત્નપ્રભા આ પ્રકારે વ્યવસ્થિતા છે, તેમ વિનેય જનના અનુગ્રહાર્થે લખીએ છીએ. એ રીતે વ્યવસ્થિતમાં કોઈ એક વિશિષ્ટ પરિમાણ યુક્તત્વથી અચરમ કહ્યું. જે વળી મધ્યમાં મહદ્‌ રત્નપ્રભા આક્રાંત ક્ષેત્રખંડ છે, તે પણ તથાવિધ પરિમાણયુક્તત્વથી અચરમ છે, આ તદુભય સમુદાયરૂપ છે, અન્યથા તેનો અભાવ થાય. પ્રદેશ પરિકલ્પનામાં ચરમાંત પ્રદેશા અને અચરમાંત પ્રદેશ કઈ રીતે? જે બાહ્ય ખંડપ્રદેશો છે, તે ચરમાંત પ્રદેશો છે, જે મધ્યખંડ પ્રદેશો છે, તે અચરમાંત પ્રદેશો છે. આના દ્વારા એકાંત દુર્નય નિરાસ પ્રધાનતાથી નિર્વચન સૂત્રથી અવયવ-અવયવીરૂપ વસ્તુ કહી. - X - એ પ્રમાણે શર્કરાપ્રભાદિમાં જાણવું. ક્યાં સુધી? વૈમાનિક સંભવ સ્પર્શ ન પામે, ફરી ત્યાં ઉત્પાત્‌ ન થવાનો હોવાથી મુક્તિગમનને લીધે તે વૈમાનિકો સ્પર્શ ચરમથી ચરમ છે, જે ફરી ઉત્પન્ન થવાના છે, તે અચરમ છે – (ત્યાં સુધી કહેવું.)

Linked texts (1)