Viyahapannatti 60
Viyāhapannatti: ṭīkānusārī vivecana 60
- Language
- Gujarati
60
‘ભગવતી’ સૂત્ર-૩૫, ૩૬ :– [૧/૩/૩૫, ૩૬]
[૩૫] ભગવન્! જીવોએ કાંક્ષા મોહનીય કર્મ કર્યું? હા, કર્યું. ભગવન્! તે શું દેશથી દેશે કર્યુ? ઈત્યાદિ પૂર્વોક્ત અભિલાપથી વૈમાનિક પર્યન્ત કહેવું. - - એ પ્રમાણે ‘કરે છે’ આ દંડક વૈમાનિક સુધી કહેવો. - - એ પ્રમાણે ‘કરશે’ દંડક વૈમાનિક સુધી કહેવો.
એ જ પ્રમાણે ‘ચય’ - ચય કર્યો - કરે છે - કરશે. ‘ઉપચય’ ઉપચય કર્યો - કરે છે - કરશે. ઉદીર્યુ - ઉદીરે છે - ઉદીરશે. વેદ્યુ - વેદે છે - વેદશે. નિર્જર્યુ - નિર્જરે છે - નિર્જરશે. આ બધા અભિલાપ કહેવા.
[૩૬] કૃત્, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત, નિર્જરિત - તેમાં આદિ ત્રણના પ્રત્યેકના ચાર-ચાર ભેદ, પાછલા ત્રણના ત્રણ-ત્રણ ભેદ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit