Viyahapannatti 590
Viyāhapannatti: ṭīkānusārī vivecana 590
- Language
- Gujarati
590
‘ભગવતી’ સૂત્ર-૪૦૧ :– [૮/૫/૪૦૧]
રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! આજીવિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું – ભગવન્! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલ શ્રાવકના ઉપકરણ કોઈ હરી જાય, તો હે ભગવન્! તે ઉપકરણને શોધે તો શું પોતાના ઉપકરણ શોધે કે બીજાના? ગૌતમ! તે પોતાના ઉપકરણ શોધે, બીજાના ઉપકરણ ન શોધે.
ભગવન્! તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ગ્રહણ કરેલ શ્રાવકના તે અપહૃત ભાંડ તેને અભાંડ થાય? હા, ગૌતમ! થાય. ભગવન્! તો આપ એમ કેમ કહો છો કે, તે તેના ભાંડ શોધે છે, બીજાના નહીં. ગૌતમ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે - આ હિરણ્ય-સુવર્ણ-કાંસ-વસ્ત્ર-વિપુલ ધન કનક રત્ન મણિ મોતી શંખ પ્રવાલ શિલ રક્તરત્ન ઈત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય મારું નથી, પણ મમત્વભાવનું તેણે પ્રત્યાખ્યાન કર્યુ નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે પોતાના ભાંડ-ઉપકરણ શોધે છે, બીજાના નહીં.
ભગવન્! સામાયિક કરીને શ્રમણોપાશ્રયમાં બેસેલ શ્રાવકની પત્ની સાથે કોઈ વ્યભિચાર કરે તો ભગવન્! શ્રાવક પત્નીને તે ભોગવે છે કે બીજી સ્ત્રીને? ગૌતમ! તે શ્રાવકપત્નીને ભોગવે છે, બીજીને નહીં. - - ભગવન્! તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પૌષધોપવાસ કરવાથી શું શ્રાવકની પત્ની ‘અપત્ની’ થઈ જાય? હા, થઈ જાય. તો ભગવન્! કયા હેતુથી કહ્યું કે – તે શ્રાવકપત્ની સાથે વ્યભિચરે છે, બીજી સ્ત્રી સાથે નહીં? ગૌતમ! તે શ્રાવકને એમ થાય છે કે – મારે માતા-પિતા-ભાઈ-બહેન-સ્ત્રી-પુત્ર-પુત્રી-પુત્રવધૂ નથી, પણ તેનું પ્રેમબંધન તૂટ્યું હોતું નથી, તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્ બીજી સ્ત્રી ભોગવતો નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit