Pramāṇa · Search · About · API

Viyahapannatti 591

Viyāhapannatti: ṭīkānusārī vivecana 591

Language
Gujarati

591

વિવેચન :–૪૦૧
રાજગૃહમાં ગૌતમસ્વામીએ આમ કહ્યું – આજીવિક એટલે ગોશાળકના શિષ્યો. સ્થવિર - નિર્ગ્રન્થ સાધુ. તેમણે જે કહ્યું તે ગૌતમ સ્વયં જ પૂછે છે - સામાયિકકડ - આદ્ય શિક્ષાવ્રતને સ્વીકારેલ, શ્રમણની વસતિમાં જ શ્રાવક, સામાયિકને પ્રાયઃ સ્વીકારે. તેથી કહ્યું કે શ્રમણની વસતિમાં બેસીને, ભંડ - વસ્ત્ર આદિ, ઘરની કે ઉપાશ્રયની વસ્તુ લઈ જાય. જો તે શ્રાવક, તે અપહૃત ભાંડને સામાયિક પરિસમાપ્તિ પછી શોધે તો પોતાના ભાંડ શોધે કે બીજાના? પ્રશ્ન આ છે - સામાયિક કરનારને તે ભાંડ પોતાના કહેવાય કે પરિગ્રહના પ્રત્યાખ્યાનથી પોતાના ન કહેવાય? ઉત્તર છે – ‘સ્વભાંડ.’ તેણે વિવક્ષિત યથાક્ષયોપશમ ગૃહીત એ અર્થ છે.
શીલ - શીલવ્રત, અણુવ્રત. ગુણ - ગુણવ્રત, વિરમણ - રાગાદિ વિરતિ, પ્રત્યાખ્યાન - નમસ્કાર સહિતાદિ. પૌષદોપવાસ - પર્વ દિવસે ઉપવસન. આ શીલવ્રતાદિના ગ્રહણ છતાં, સાવદ્યયોગ વિરતિથી વિરમણ શબ્દના સ્વીકારથી તે જ પરિગ્રહના અપરિગ્રહ નિમિત્તથી ભાંડની અભાંડતા થવાના હેતુથી, તે અપહૃત ભાંડ, અભાંડ થાય, તેમ વ્યવહાર કરવો.
ખાઈ - વળી, અટ્ઠેણ - અર્થ વડે, હેતુથી. એવા મનોપરિણામ થાય છે. હિરણ્યાદિ પરિગ્રહના દ્વિવિધ-ત્રિવિધે પ્રત્યાખ્યાન હોવાથી. ઉક્ત -અનુક્ત અર્થના સંગ્રહ માટે કહે છે - ધન - ગણિમાદિ કે ગાય આદિ, રત્ન - કર્કેતનાદિ, મણિ - ચંદ્રકાંતાદિ, પ્રવાલ - વિદ્રુમ અથવા શિલા - મુક્તાશિલાદિ, રક્તરત્ન - પદ્મરાગાદિ, જેને વિપુલ ધન આદિ છે તે તથા વિદ્યમાન પ્રધાન દ્રવ્ય છે તે. - - હવે જો ભાંડ, અભાંડ થાય તો સ્વકીય ભાંડ શોધે છે, તેમ કેમ કહ્યું? પરિગ્રહાદિ વિષયના મમત્વભાવથી. કેમકે તેણે મન-વચન-કાયાથી કરવું-કરાવવુંના જ પચ્ચક્‌ખાણ કર્યા છે. પણ અનુમતિના પચ્ચક્‌ખાણ કર્યા ન હોવાથી હિરણ્યાદિ વિષયમાં મમત્વ રહે છે અને મમત્વભાવ, અનુમતિરૂપ છે.
જાયા - પત્ની, ચરેત્‌ - સેવે, ભોગવે, સુણ્હ - પુત્રવધૂ, પેજ્જબંધણ - પ્રીતિ એ જ બંધન, તે શ્રાવકને તુટેલ નથી કેમકે અનુમતિના અપ્રત્યાખ્યાનથી પ્રેમાનુબંધ અનુમતિરૂપ છે.

Linked texts (1)