Viyahapannatti 597
Viyāhapannatti: ṭīkānusārī vivecana 597
- Language
- Gujarati
597
‘ભગવતી’ સૂત્ર-૪૦૬ :– [૮/૬/૪૦૬]
ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિર્ગ્રન્થને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્! એક પિંડ તમે વાપરજો અને એક સ્થવિરને આપજો, તે એ બંને પિંડને ગ્રહણ કરે. સ્થવિરની ગવેષણા કરે, ગવેષણા કરતા, સ્થવિરને જ્યાં દેખે ત્યાં તેમને તે પિંડ આપી દે, કદાચ ગવેષણા કરતા પણ સ્થવિરને ન જુએ, તો તે પિંડ ન પોતે ખાય, ન બીજાને આપે, પરંતુ એકાંત, અનાપાત, અચિત્ત, બહુપ્રાસુક સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન કરી, પ્રમાર્જી પરઠવે.
ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિર્ગ્રન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્! એક પિંડ તમે વાપરજો અને બે સ્થવિરને આપજો, તે પણ તે પિંડ ગ્રહણ કરે, તે સ્થવિરને શોધે. બાકી બધું પૂર્વવત્ યાવત્ તે પરઠવી દે. એ પ્રમાણે યાવત્ દસ પિંડ વડે નિમંત્રણા કરે. વિશેષ આ – હે આયુષ્યમાન્! એક તમે વાપરજો અને નવ સ્થવિરોને આપજો. બાકી પૂર્વવત્ જાણવું - X -
ગૃહસ્થના ઘેર નિર્ગ્રન્થને કોઈ યાવત્ બે પાત્ર માટે નિમંત્રણા કરે કે – હે આયુષ્યમાન્! એક પાત્ર તમે વાપરજો, એક સ્થવિરને આપજો. તે પણ તેને ગ્રહણ કરે. પૂર્વવત્ યાવત્ તે પોતે ન વાપરે કે ન બીજાને આપે, બાકી પૂર્વવત્ યાવત્ પરઠવી દે. એ પ્રમાણે યાવત્ દશ પાત્રો માટે સમજવું. એ પ્રમાણે જેમ પાત્રના સંબંધમાં કહ્યું, તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટો, કંબલ, દંડ, સંસ્થારક વિશેની વક્તવ્યતા કહેવી. યાવત્ દશ સંથારા વડે નિમંત્રણા કરે યાવત્ પરઠવી દે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit