Pramāṇa · Search · About · API

Viyahapannatti 598

Viyāhapannatti: ṭīkānusārī vivecana 598

Language
Gujarati

598

વિવેચન :–૪૦૬
સંયતાદિ વિશેષણવાળા નિર્ગ્રન્થને પ્રાસુકાદિ દાનમાં ગૃહસ્થને એકાંતે નિર્જરા થાય છે. નિર્ગ્રન્થને ગૃહસ્થને ઘેર, ભોજનના પાત્રમાં ગૃહસ્થ વડે આપેલ આહારમાં જે જ્ઞાનબુદ્ધિ, તે પિંડપાત પ્રતિજ્ઞા. - X - ઉવનિમંતેજ્જ - ‘હે ભિક્ષુ! આ બે પિંડને ગ્રહણ કરો’ એમ કહે. તેમાં એગં૦ ઈત્યાદિ સેય૦ તે નિર્ગ્રન્થ. તં - સ્થવિરપિંડ, થેરા - સ્થવિર, દાવએ - આપે કે અપાવે - X - ગૃહસ્થે જ કહ્યું હોય કે આ પિંડ વિવક્ષિત સ્થવિરને જ આપવું, બીજાને નહીં, તેથી (તેમ ન કરે તો અદત્તાદાન પ્રસંગ આવે.) એગંત - જનાલોક વર્જિત, અણાવાએ - જનસંપાત વર્જિત, અચિત - જીવ રહિત, માત્ર તેમ જ નહીં, પણ વિશેષે પ્રાસુક. આ વાક્ય દ્વારા ટુંકાગાળામાં વિકૃત્‌, વિસ્તીર્ણ, દૂરાવગાઢ, ત્રસ પ્રાણીબીજ રહિત - X - એમ જાણવું. નિર્ગ્રન્થ પ્રસ્તાવથી આ કહે છે –

Linked texts (1)