Viyahapannatti 600
Viyāhapannatti: ṭīkānusārī vivecana 600
- Language
- Gujarati
600
વિવેચન :–૪૦૭
નિર્ગ્રન્થ કોઈ આહાર ગ્રહણાર્થે પ્રવેશે, ભોજનાર્થે નિમંત્રેલ હોય, તે નિર્ગ્રન્થ વડે અકૃત્ય સ્થાન-મૂલગુણાદિ સેવારૂપ અકાર્ય વિશેષ થઈ ગયું, પશ્ચાત્તાપથી મનમાં એવું થાય કે અનંતર આસેવિત કૃત્યને સ્થાપનાચાર્ય નિવેદન વડે આલોચું, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રમું, સ્વસમક્ષ પોતાના અકૃત્ય સ્થાનને નિંદુ, ગુરુ સમક્ષ ગર્હુ, તેના અનુબંધને છેદું, પ્રાયશ્ચિત્ત સ્વીકાર દ્વારા તે પંકની વિશોધિ કરું, ન કરવાને ઉદ્યત થાઉં, યથોચિત - આ ગીતાર્થતા વડે જ થાય, અન્યથા નહીં, સમીપે જઈને૦
સ્થવિર, વાતાદિ દોષથી નિર્વાચ થઈ જાય, તો સાધુને આલોચનાદિ પરિણામ હોવા છતાં આલોચનાદિ પ્રાપ્ત ન થાય. તો તે શુદ્ધ-મોક્ષમાર્ગનો આરાધક થાય? ભાવશુદ્ધિથી થાય, આલોચનાપરિણત હોવાથી આરાધ-કત્વ છે. મરણને આશ્રી કહ્યું છે– આલોચનાપરિણત, ગુરુ પાસે સમ્યક્ રીતે જતો વચ્ચે મરે,તો પણ ભાવશુદ્ધ છે
સ્થવિર અને પોતે, બે ભેદથી ‘મૂક’ સૂત્ર છે, કાલ કરવાના બે સૂત્ર છે, એ ચાર અસંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ચાર સંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ગૃહસ્થના ઘેર ગૌચરી અર્થે ગયેલના આઠ અને વિચારભૂમિ આદિમાં ગયેલના આઠ, ગ્રામગમનના આઠ મળીને કુલ ૨૪-સૂત્રો છે. એ પ્રમાણે સાધ્વી સંબંધી ૨૪-સૂત્રો છે. અનાલોચિત છતાં આરાધક કેમ? તેનો ઉત્તર દૃષ્ટાંતથી આપે છે. ક્રિયા કાળ અને નિષ્ઠાકાળના અભેદ વડે પ્રતિક્ષણે કાર્યની નિષ્પત્તિનું છેદાતું છેદ્યુ કહેવાય. એ રીતે આલોચના પ્રવૃત્ત હોવાથી આરાધક જ છે. અહત - નવું, ધોત - ધોયેલું, તંતુગ્ગયં - તંત્રથી ઉતરેલું, - - આરાધક દીપવત્ દીપે છે, માટે દીપસ્વરૂપ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit