Viyahapannatti 607
Viyāhapannatti: ṭīkānusārī vivecana 607
- Language
- Gujarati
607
‘ભગવતી’ સૂત્ર-૪૧૨ :– [૮/૮/૪૧૨]
રાજગૃહનગરે યાવત્ આમ કહ્યું – ભગવન્! ગુરુને આશ્રીને કેટલાં પ્રત્યનીકો કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – આચાર્ય પ્રત્યનીક, ઉપાધ્યાય પ્રત્યનીક, સ્થવિર પ્રત્યનીક. - - ભગવન્! ગતિને આશ્રીને કેટલા પ્રત્યનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ - આલોક પ્રત્યનીક, પરલોક પ્રત્યનીક, ઉભયલોક પ્રત્યનીક. - - ભગવન્! સમૂહને આશ્રીને કેટલાં પ્રત્યનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – કુલ પ્રત્યનીક, ગણ પ્રત્યનીક, સંઘપ્રત્યનીક. - - અનુકંપ (સાધુ)ને આશ્રીને કેટલા પ્રત્યનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તપસ્વી પ્રત્યનીક, ગ્લાન પ્રત્યનીક, શૈક્ષ પ્રત્યનીક. - - શ્રુતને આશ્રીને કેટલાં પ્રત્યનીક છે? ગૌતમ! ત્રણ. સૂત્ર, અર્થ, તદુભય. - - ભાવને આશ્રીને? ત્રણ. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યનીક.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit