Pramāṇa · Search · About · API

Viyahapannatti 608

Viyāhapannatti: ṭīkānusārī vivecana 608

Language
Gujarati

608

વિવેચન :–૪૧૨
ગુરુ - તત્ત્વોપદેશકને પ્રતીત્ય - આશ્રીને, પ્રત્યનીક - શત્રુ જેવા, પ્રતિકૂળપણે વર્તતા. તેમાં આચાર્ય - અર્થના વ્યાખ્યાતા. ઉપાધ્યાય - સૂત્રદાતા, સ્થવિર - જાતિ, શ્રુત, પર્યાય વડે તેમાં જાતિથી, ૬૦ વર્ષના. શ્રુતસ્થવિર તે સમવાયધારક. પર્યાય સ્થવિર તે ૨૦-વર્ષના પર્યાયવાળા. આમની પ્રત્યનીકતા આ પ્રમાણે - તેમની જાતિ આદિને આશ્રીને અવર્ણવાદ કરવો, તેમની સમીપે ન રહેવું, તેમનું અહિત અને છિદ્રો જોવા. વિપરીત વાતો કરવી, તેમના ઉપદેશનો ઉપહાસ કરવો, દશવિધ વૈયાવચ્ચાદિ કૃત્ય ન કરવું ઈત્યાદિ.
ગતિ - મનુષ્યત્વ આદિને આશ્રીને, તેમાં આલોકના એટલે પ્રત્યક્ષ માનુષત્વ લક્ષણ પર્યાયના પ્રત્યનીક, ઈન્દ્રિયાર્થને પ્રતિકૂલકારીપણાથી પંચાગ્નિ તપસ્વી માફક આલોક પ્રત્યનીક... પરલોક-જન્માંતર, તેના પ્રત્યનીક - ઈન્દ્રિયાર્થમાં તત્પર... ઉભયલોક પ્રત્યનીક - ચોરી આદિ વડે ઈન્દ્રિયોના અર્થને સાધવામાં રત.
સમૂહ - સાધુ સમુદાયને આશ્રીને, તેમાં કુલ - ચાંદ્ર આદિ, તેનો સમૂહ તે ગણ - કોટિ આદિ, તેનો સમૂહ તે સંઘ, તેની પ્રત્યનીકતા, એટલે તેનો અવર્ણવાદ આદિ. - કુલ આદિના લક્ષણ આ પ્રમાણે છે –
એક આચાર્યની જે શિષ્યપરંપરા, તે કુળ. ત્રણ કુળનો એક ગણ થાય છે. સર્વે પણ જ્ઞાન-દર્શન-ચરણ ગુણથી વિભૂષિત એવા શ્રમણોનો સમુદાય તે સંઘ, ગુણ સમુદાયે કરીને જાણવો.
અણુકંપ - અનુકંપા, ભોજન-પાન આદિ વડે ઉપકાર, તેને આશ્રીને, તેમાં તપસ્વી તે ક્ષપક, ગ્લાન તે રોગાદિ વડે અસમર્થ, શૈક્ષ નવદીક્ષિત. આ બધાં અનુકંપનીય કહેવાય છે, તે ન કરવારૂપ પ્રત્યનીકતા.
સુયણ્ણ - શ્રુત એટલે સૂત્રાદિ, તેમાં સૂત્ર - વ્યાખ્યા કરવા યોગ્ય. અર્થ - તેનું વ્યાખ્યાન. નિર્યુક્તિ આદિ-તદુભય, તેની પ્રત્યનીકતા. - X - X - (શ્રુત વિરુદ્ધ કથન, તેનો અવર્ણવાદ, શાસ્ત્રજ્ઞાનને નિષ્પ્રયોજન બતાવવું, શાસ્ત્રોને દોષયુક્ત બતાવવા ઈત્યાદિ.)
ભાવ - એટલે પર્યાય. તે જીવગત અને અજીવગત છે. તેમાં જીવના પ્રશસ્ત અને અપ્રશસ્ત છે તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ છે અને અપ્રશસ્ત તે વિવક્ષાથી ઔદયિક, ક્ષાયિકાદિ છે. વળી જ્ઞાનાદિ રૂપ પણ ભાવો છે, તે જ્ઞાનાદિ પ્રતિ પ્રત્યનીક, તેનાથી વિરુદ્ધ પ્રરૂપણા કે દૂષણથી છે. જેમકે - પ્રાકૃતમાં રચેલ સૂત્રને કોણ જાણે છે? કોણે પ્રરૂપ્યા છે? દાન વિના ચારિત્રથી શું થવાનું છે? - - આ પ્રત્યનીકો ફરી ન કરવાને ઉદ્યત થતાં શુદ્ધિને યોગ્ય થાય છે. શુદ્ધિ વ્યવહારથી છે, તેથી વ્યવહાર–

Linked texts (1)