Viyahapannatti 609
Viyāhapannatti: ṭīkānusārī vivecana 609
- Language
- Gujarati
609
‘ભગવતી’ સૂત્ર-૪૧૩, ૪૧૪ :– [૮/૮/૪૧૩, ૪૧૪]
[૪૧૩] ભગવન્! વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ – આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. તેની પાસે તે આગમ હોય, તેણે આગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસે આગમ ન હોય, તેણે જેની પાસે જે શ્રુત હોય, તેનાથી વ્યવહાર કરવો. જો શ્રુત ન હોય તો, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે આજ્ઞાથી વ્યવહાર કરવો. જેની પાસે આજ્ઞા ન હોય, તેની પાસે જે ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો, જેની પાસે તે ધારણા ન હોય, તેની પાસે જે જીત હોય, તે જીતથી વ્યવહાર કરવો. આ પાંચથી વ્યવહાર કરવો જોઈએ. તે આ – આગમથી, શ્રુતથી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. જેની પાસે જે આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા-જીત હોય, તેને તે પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ.
ભગવન્! આગમબલિક શ્રમણ નિર્ગ્રન્થ (આ પાંચનું ફળ) શું કહે છે? આ પાંચ પ્રકારના વ્યવહારોમાં જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જે સંભવ હોય ત્યારે ત્યારે, ત્યાં ત્યાં રાગ-દ્વેષથી રહિત, સમ્યક્ વ્યવહાર કરતા શ્રમણ નિર્ગ્રન્થ, આજ્ઞાના આરાધક થાય છે.
[૪૧૪] ભગવન્! બંધ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. ઐર્યાપથિકબંધ, સાંપરાયિક બંધ. - - ભગવન્! ઐર્યાપથિક કર્મ, શું નૈરયિક બાંધે, તિર્યંચ બાંધે, તિર્યંચિણી બાંધે, મનુષ્ય-માનુષી સ્ત્રી બાંધે, દેવો-દેવી બાંધે? ગૌતમ! નૈરયિક, તિર્યંચ, તિર્યંચિણી, દેવ કે દેવીમાં કોઈ ન બાંધે, પણ પૂર્વ પ્રતિપન્નકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક મનુષ્ય - એક માનીષી બાંધે અથવા ઘણાં મનુષ્યો - ઘણી માનુષી સ્ત્રી બાંધે, અથવા એક મનુષ્ય અને એક માનુષી સ્ત્રી બાંધે અથવા ઘણાં મનુષ્ય અને એક માનુષી બાંધે અથવા ઘણાં મનુષ્યો અને ઘણી માનુષી બાંધે (આ આઠ ભાગા જાણવા.)
ભગવન્! ઐર્યાપથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, સ્ત્રીઓ બાંધે, પુરુષો બાંધે, નપુંસકો બાંધે કે નોસ્ત્રી-નોપુરુષનો નપુંસક બાંધે? ગૌતમ! સ્ત્રી યાવત્ નપુંસકો ન બાંધે, પણ પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ વેદરહિત ઘણાં જીવો બાંધે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ વેદરહિત એક જીવ બાંધે કે વેદરહિત ઘણાં જીવો બાંધે.
ભગવન્! જો વેદરહિત એક જીવ અથવા વેદરહિત ઘણાં જીવો બાંધે, તો હે ભગવન્! સ્ત્રી પશ્ચાત્ કૃત્ જીવ બાંધે, પુરુષ પશ્ચાત્ કૃત જીવ બાંધે, નપુંસક પશ્ચાત્કૃત્ જીવ બાંધે, સ્ત્રી પશ્ચાત્કૃત્ જીવો બાંધે, પુરુષ પશ્ચાત્ કૃત્ જીવો બાંધે, નપુંસક પશ્ચાત્કૃત્ જીવ બાંધેની ચતુર્ભંગી અથવા સ્ત્રીપશ્ચાત્કૃત્ અને નપુંસક પશ્ચાત્ કૃત્ જીવની ચતુર્ભંગી, અથવા પુરુષ પશ્ચાત્કૃત્ અને નપુંસક પશ્ચાત્કૃત્ જીવની ચતુર્ભંગી અથવા સ્ત્રી પશ્ચાત્કૃત્ - પુરુષ પશ્ચાત્કૃત્ - નપુંસક પશ્ચાત્કૃત્ની અષ્ટભંગી - એમ ૨૬ ભંગ કહેવા - X -
ગૌતમ! સ્ત્રી પશ્ચાત્કૃત્ જીવ પણ બાંધે, પુરુષ પશ્ચાત્કૃત્ જીવ પણ બાંધે, નપુંસક પશ્ચાત્કૃત્ જીવ પણ બાંધે - યાવત્ - અથવા સ્ત્રી પશ્ચાત્કૃત્ જીવો અને પુરુષ પશ્ચાત્ કૃત્ જીવો અને નપુંસક પશ્ચાત્ કૃત્ જીવો પણ ઐર્યાપથિક કર્મ બાંધે. અહીં આ ૨૬ ભાંગા કહેવા.
ભગવન્! (જીવે ઐર્યાપથિક કર્મ) – (૧) બાંધ્યુ છે, બાંધે છે કે બાંધશે? (૨) બાંધ્યુ છે, બાંધે છે, નહીં બાંધે? (૩) બાંધ્યુ છે, નથી બાંધતો, બાંધશે? (૪) બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં? (૫) બાંધ્યુ નથી, બાંધે છે, બાંધશે? (૬) બાંધ્યુ નથી, બાંધે છે, બાંધશે નહીં? (૭) બાંધ્યુ નથી, બાંધતો નથી, બાંધશે? (૮) બાંધ્યુ નથી, બાંધતો નથી, બાંધશે નહીં?
ગૌતમ! ભવાકર્ષની અપેક્ષાએ કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે, કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ કેટલાંક જીવે બાંધ્યુ નથી, બાંધતા નથી, બાંધશે નહીં એ આઠે ભંગ કહેવા.
ગ્રહણાકર્ષની અપેક્ષાએ કેટલાંકે બાંધ્યુ, બાંધે છે, બાંધશે એ પ્રમાણે યાવત્ કેટલાંકે બાંધ્યુ નથી, બાંધે છે, બાંધશે. એ પાંચ ભંગ કહેવા. બાંધ્યુ નથી, બાંધે છે, બાંધશે નહીં ભંગ ન કહેવો. કેટલાંકે બાંધ્યુ નથી, બાંધતો નથી, બાંધશે, કેટલાંકે બાંધ્યુ નથી, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવન્! તે સાદિ સપર્યવસિત બાંધે, સાદિ અપર્યવસિત બાંધે, અનાદિ સપર્યવસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે? ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે, સાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, અનાદિ અપર્યવસિત (ત્રણે) ન બાંધે.
ભગવન્! તે દેશથી દેશને બાંધે, દેશથી સર્વને બાંધે, સર્વથી દેશને બાંધે, સર્વથી સર્વને બાંધે છે? ગૌતમ! દેશથી દેશને, દેશથી સર્વને કે સર્વથી દેશને ન બાંધે, સર્વથી સર્વને બાંધે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit