Pramāṇa · Search · About · API

Viyahapannatti 610

Viyāhapannatti: ṭīkānusārī vivecana 610

Language
Gujarati

610

વિવેચન :–૪૧૩, ૪૧૪
વ્યવહરવું તે વ્યવહાર - મુમુક્ષુ પ્રવૃત્તિ નિમિત્તરૂપ. અહીં તે તેને નિબંધનત્વથી જ્ઞાન વિશેષ છતાં વ્યવહાર છે. તેમાં – (૧) આગમ્યન્તે - વસ્તુ તત્ત્વનું જ્ઞાન જેનાથી થાય તે આગમ - કેવળ, મનઃપર્યાય, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ, નવ પૂર્વ રૂપ. (૨) શ્રુત - શેષ આચાર પ્રકલ્પાદિ. નવ પૂર્વાદિ પણ શ્રુતપણે છે, છતાં વિશિષ્ટ જ્ઞાન હેતુત્વથી સાતિશયત્વથી ‘આગમ’ કહ્યા. (૩) આજ્ઞા - ગીતાર્થની પાસે જે ગૂઢાર્થ પદ વડે દેશાંતરમાં રહેલ બીજા ગીતાર્થ પાસે અતિચાર આલોચનનું નિવેદન કરે, બીજા ગીતાર્થ પણ તેને તે રીતે જ શુદ્ધિદાન કરે. (૪) ધારણા - ગીતાર્થ સંવિગ્ન વડે દ્રવ્યાદિ અપેક્ષાએ જે અપરાધમાં જે વિશુદ્ધિ કરાય, તેને અવધારીને જે અગુપ્તપણે આલોચના દાનથી ત્યાં જ તે પ્રમાણે તેને પ્રયોજે, એ રીતે વૈયાવચ્ચકરાદિ કે ગચ્છ ઉપગ્રહકારી અશેષ પ્રાયશ્ચિત્ત પદોને કહ્યા તેને ધારવા. (૫) જીત - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ, પ્રતિસેવના અનુવૃત્તિથી તથા સંહનન, ધૃત્યાદિ પરિહાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત્ત દાન અથવા જે ગચ્છમાં સૂત્રાતિરિક્ત કારણથી પ્રાયશ્ચિત્ત વ્યવહાર પ્રવર્તે અને તે બીજા ઘણાંથી અનુસરણ કરાયો હોય.
આગમાદિ વ્યવહારમાં ઉપસર્ગ-અપવાદ કહે છે – જે પ્રકારે કેવલી આદિ કોઈમાં ઉક્ત લક્ષણનો વ્યવહાર થતો હોય, તે પાંચ વ્યવહારો મધ્યે કે તેના પ્રાયશ્ચિત્ત દાનાદિ વ્યવહારકાલે કે વસ્તુના વિષયમાં વ્યવહાર થાય તે આગમ - કેવલ આદિ છે ત્યારે આગમથી પ્રાયશ્ચિત્ત દાનાદિમાં પ્રવર્તે, બીજા વ્યવહારથી નહીં. આગમમાં પણ છ ભેદે છે. - X - કેવલ અભાવે મનઃપર્યાયથી, એ પ્રમાણે પ્રધાનતર બીજા-બીજા ભાવોથી પણ વ્યવહાર કહેવો-કરવો. જો આગમનો વ્યવહાર ન વર્તી શકે તો, શ્રુતથી વ્યવહાર સ્થાપવો. નિગમેન - સામાન્ય અને વિશેષ નિગમનથી. - X - X -
આગમબલિક - ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ નિર્ગ્રન્થ કેવલિ આદિ, તે આ કહેવાનાર અથવા આ પ્રમાણે – પ્રત્યક્ષ પાંચ ભેદે વ્યવહાર પ્રાયશ્ચિત્તદાનાદિ રૂપ સમ્યક્‌ વ્યવહાર કરવો. સમ્યક્‌, કઈ રીતે? જ્યારે-જ્યારે, જે-જે અવસરમાં, જે-જે પ્રયોજનમાં કે ક્ષેત્રમાં અથવા જે જે ઉચિત છે, તેમાં તેમાં, ત્યારે-ત્યારે, તે-તે પ્રયોજનાદિમાં, કઈ રીતે? સર્વાંશ સારરૂપ હિતો વડે ઉપાશ્રિત-સ્વીકારેલ અથવા શિષ્યત્વાદિ સ્વીકારેલ ઉપાશ્રિત, તે જ વૈયાવૃત્યકરત્વ આદિથી નીકટ અથવા નિશ્રિત - રાગ, ઉપાશ્રિત - દ્વેષ, તે અથવા નિશ્રિત - આહારાદિની લાલચ, ઉપાશ્રિત - શિષ્ય પ્રતીચ્છક કુલાદિ અપેક્ષા, તે બંને જ્યાં ન હોય તે અનિશ્રિતોપાશ્રિત - સર્વથા પક્ષપાત રહિતત્વથી યથાવત્‌.
અહીં પૂજ્યની વ્યાખ્યા – રાગથી નિશ્રા થાય છે, ઉપાશ્રિત દોષથી થાય અથવા આહારાદિ મને આપે છે, તે નિશ્રા. શિષ્યના કે પ્રતિચ્છકના કુલાદિની ઉપાશ્રિતા થાય છે. આજ્ઞાથી જિનોપદેશનો આરાધક થાય છે. બીજા કિમાહુ ભંતે! ઈત્યાદિની વ્યાખ્યા આ રીતે કરે છે – ભગવન્‌! આગમબલિક શ્રમણ નિર્ગ્રન્થ! પંચવિધ વ્યવહારનું ફળ શું કહે છે? તેના ઉત્તરમાં સૂત્રકાર ઈચ્ચેયં આદિ કહે છે.
આજ્ઞા આરાધક કર્મને ખપાવે છે કે શુભકર્મ બાંધે છે, તેથી બંધનું નિરૂપણ કરતા કહે છે – બંધ - દ્રવ્યથી નિગડાદિ બંધ, ભાવથી કર્મબંધ. અહીં પ્રક્રમથી કર્મબંધ લેવો. ઈર્યા - ગમન, તેની મુખ્યતાવાળો પન્થ - માર્ગ, તેનાથી ઐર્યાપથિક બન્યું. કેવલ યોગ પ્રત્યય કર્મ, તેનો બંધ, તે તથા, તે એક જ વેદનીયનો છે.
સંપરાઈયબંધ - જેનાથી સંસારમાં ભમે છે તે સંપરાયકષાય, તેમાં થાય તે સાંપરાયિક કર્મ, તેનો જે બંધ. તે કષાય નિમિત્તક સાંપરાયિક બંધ. તે બધાં અવીતરાગ ગુણસ્થાનકોમાં હોય. ઐર્યાપથિક બંધ મનુષ્યને જ હોય, કેમકે ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગ કેવલીને જ તે બંધ થાય છે. - - પુવ્વપડિવન્ન-પૂર્વ - પૂર્વકાળે, પ્રતિપન્ન - ઐર્યાપથિક બંધકત્વ, જેના વડે તે પૂર્વપ્રતિપન્નક, તેનું બંધકત્વ દ્વિતીયાદિ સમયવર્તી છે. તે હંમેશાં જ ઘણાં પુરુષો અને સ્ત્રીઓ હોય છે. કેમકે કેવલીનો નિત્ય સદ્ભાવ છે - X -
પડિવજ્જમાન - પ્રતિપદ્યમાનક એટલે ઐર્યાપથિક કર્મ બંધન પ્રથમ સમયવર્તી. તેમાં વિરહ સંભવે છે, તેથી એક વખતે મનુષ્યનો સ્ત્રીના એક યોગમાં એકત્વ-બહુત્વથી ચાર વિકલ્પો છે. દ્વિકસંયોગમાં તે રીતે જ ચાર વિકલ્પ, એ રીતે આઠ ભાંગા થાય છે - X - X - આ જ કહે છે - મણુસ્સે વા - અહીં પુંસ્ત્વ આદિ તે-તે લિંગની અપેક્ષાએ છે. વેદની અપેક્ષાએ નહીં, કેમકે ક્ષીણ ઉપશાંત વેદત્વ છે.
વેદની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિને આશ્રીને કહે છે - તં ભંતે કિં - આદિ - સ્ત્રી આદિ ત્રણે પદના નિષેધથી અવેદકનો પ્રશ્ન. ઉત્તરમાં છ એ પદોનો નિષેધ, સાતમું પદ કહ્યું તે વેદરહિત છે, તેમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક છે - તેમાં બહુત્વના ભાવથી પૂર્વપ્રતિપન્નકો સદા વેદરહિત છે. પ્રતિપદ્યમાનકો સામાયિકત્વથી વિરહભાવથી એકાદિ વિકલ્પે સંભવે.
વેદરહિતને ઐર્યાપથિક બંધને આશ્રીને સ્ત્રીત્વ આદિ ભૂતભાવ અપેક્ષાથી વિકલ્પો કહ્યા છે જઈત્યાદિ, - X - જે અવેદક હોવા પૂર્વે સ્ત્રી હોય, તે સ્ત્રીપશ્ચાત્‌કૃત્‌, એ પ્રમાણે બીજા પણ સમજી લેવા.
અહીં એક યોગે એકત્વ-બહુત્વથી છ વિકલ્પો છે, દ્વિકયોગે તે જ પ્રમાણે બાર ભંગ છે, ત્રિકયોગે તે રીતે જ આઠ ભંગો છે. એ રીતે બધાં મળીને ૨૬ ભાંગા છે - X - X - સૂત્રમાં ચતુર્ભંગી, અષ્ટભંગી પહેલા વિકલ્પમાં દેખાડી, સૌથી છેલ્લા વિકલ્પમાં હવે ઐર્યાપથિક કર્મબંધન જ ત્રણ કાળ વડે વિકલ્પ કરતા કહે છે - તે ઐર્યાપથિક કર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે, એ એક વિકલ્પ. એ રીતે બીજા સાત કહેવા.
ભવાકર્ષ - (૧) ભવમાં અનેકત્ર ઉપશમાદિ શ્રેણિથી પ્રાપ્ત આકર્ષ - ઐર્યાપથિક કર્માનુગ્રહણ, ભવાકર્ષને આશ્રીને કોઈ એક જીવને પહેલો વિકલ્પ થાય છે. તેથી કહે છે – પૂર્વભવમાં ઉપશાંત મોહત્વ હોતા ઐર્યાપથિક કર્મ બાંધ્યુ, વર્તમાનભવે ઉપશાંત મોહત્વથી બાંધે છે, ભાવિમાં ઉપશાંત મોહવસ્થામાં બાંધશે. (૨) પૂર્વભવમાં ઉપશાંત મોહત્વ પામ્યો, વર્તમાનમાં ક્ષીણ મોહત્વ પામે, તે પૂર્વે બાંધેલ અને વર્તમાનમાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં ફરી બાંધશે નહીં. (૩) પૂર્વજન્મમાં ઉપશાંત મોહત્વ થકી બાંધેલ, ત્યાંથી પડવાથી બાંધે નહીં, ભાવિમાં ઉપશાંત મોહત્વ પામશે ત્યારે બાંધશે. (૪) શૈલેશીના પૂર્વકાળે બાંધેલ, શૈલેશી અવસ્થામાં ન બાંધે, પછી પણ બાંધશે નહીં. (૫) પૂર્વભવે ઉપશાંત મોહત્વ ન પામવાથી બાંધેલ નથી, હવે પ્રાપ્ત થવાથી બાંધે છે, ફરી પણ ભાવિ કાલે ઉપશાંત મોહાદિ અવસ્થામાં બાંધશે. (૬) ક્ષીણ મોહત્વાદિ પ્રાપ્ત ન થવાથી બાંધેલ નથી, હવે ક્ષીણ મોહત્વ પ્રાપ્ત થતાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં ફરી બાંધશે નહીં. (૭) ભવ્યને અનાદિ કાળમાં બાંધેલ નથી, હવે પણ કંઈ બાંધતો નથી, કાલાંતરે બાંધશે નહીં. (૮) અભવ્યનો (૯) પ્રતીત જ છે.
ગ્રહણાકર્ષ આદિ - એક ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલોના ગ્રહણરૂપ જે આકર્ષ તે ગ્રહણાકર્ષ, તેને આશ્રીને કોઈ એક જીવ તે પહેલો વિકલ્પ. તેથી કહે છે – (૧) ઉપશાંત મોહાદિ જો ઐર્યાપથિક કર્મ બાંધે છે, ત્યારે અતીત સમય અપેક્ષાએ બાંધેલ, વર્તમાન સમય અપેક્ષાએ બાંધે છે, અનાગત સમય અપેક્ષાએ બાંધશે. (૨) કેવલી, તેણે અતીત કાળે બાંધેલ છે, વર્તમાનમાં બાંધે છે, શૈલેશીકરણમાં બાંધશે. (૩) ઉપશાંત મોહત્વમાં બાંધેલ, તેની પ્રાપ્તિમાં ન બાંધે, તે જ ભવમાં ઉપશમ શ્રેણી પામીને બાંધશે. એક ભવમાં બે વખત ઉપશમશ્રેણિ પામે. (૪) સયોગી પણામાં બાંધેલ, શૈલેશી અવસ્થામાં ન બાંધે, નહીં બાંધશે. (૫) આયુષ્યના પૂર્વભાગે ઉપશાંતમોહત્વાદિ પ્રાપ્ત ન થતાં ન બાંધેલ, હવે પ્રાપ્ત થતાં બાંધે છે, તે કાળમાં ભાવિકાલે પણ બાંધશે. (૬) છઠ્ઠો ભેદ નથી. તેમાં બાંધેલ, બાંધે છે તે ઉપપદ્યમાનત્વ છતાં નહીં બાંધશે - X - તેથી કહે છે – આયુના પૂર્વ ભાગે ઉપશાંત મોહત્વાદિ પ્રાપ્ત ન થતાં બાંધેલ નથી, તેના લાભ સમયે બાંધે, બાંધશે નહીં. અહીં સમય માત્રના બંધનો અભાવ છે. જે કારણે મોહોપશમ નિર્ગ્રન્થને સમયાંતરે મરણથી ઐર્યાપથિક કર્મબંધ સમય માત્ર છે, તેથી છઠ્ઠો ભંગ નથી. - X - X –
(૭) ભવ્ય વિશેષ, (૮) અભવ્ય. અહીં ભાવાકર્ષાપેક્ષા થકી આઠે ભંગમાં બાંધ્યુ, બાંધે છે, બાંધશે એ પ્રથમ ભંગમાં ઉપશાંત મોહ, બીજા ભંગમાં ક્ષીણ મોહ, ત્રીજા ભંગમાં ઉપશાંત મોહ, ચોથા ભંગમાં શૈલેશીગત, પાંચમાં ભંગમાં ઉપશાંત મોહ, છઠ્ઠામાં ક્ષીણમોહ. સાતમામાં ભવ્ય, આઠમામાં અભવ્ય. ગ્રહણાકર્ષ અપેક્ષાએ પહેલામાં ઉપશાંત કે ક્ષીણમોહ, બીજામાં કેવલી, ત્રીજામાં ઉપશાંત મોહ, ચોથામાં શૈલેશીગત, પાંચમામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, છઠ્ઠામાં શૂન્ય, સાતમામાં ભવ્ય-ભાવિ મોહનો ઉપશમ કે ક્ષય, આઠમે અભવ્ય. હવે ઐર્યાપથિક બંધને જ નિરૂપે છે – તે ઐર્યાપથિક કર્મમાં સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભંગી. તેમાં ઐર્યાપથિક કર્મનો પહેલાં જ ભંગમાં બંધ, બીજામાં અસંભવ. તે ઐર્યાપથિક કર્મ દેશ વડે - જીવ દેશથી, દેશં-કર્મદેશ બાંધે આદિ ચતુર્ભંગી. - X - X - હવે સાંપરાયિક બંધનું નિરૂપણ કરે છે –

Linked texts (1)