Pramāṇa · Search · About · API

Viyahapannatti 611

Viyāhapannatti: ṭīkānusārī vivecana 611

Language
Gujarati

611

‘ભગવતી’ સૂત્ર-૪૧૫ :– [૮/૮/૪૧૫]
ભગવન્‌! સાંપરાયિક કર્મ શું નૈરયિક બાંધે, તિર્યંચયોનિક બાંધે યાવત્‌ દેવી બાંધે? ગૌતમ! નૈરયિક પણ બાંધે, તિર્યંચ, તિર્યંચ સ્ત્રી પણ બાંધે, મનુષ્ય-મનુષ્ય સ્ત્રી પણ બાંધે. દેવ-દેવી પણ બાંધે. ભગવન્‌! શું તે સ્ત્રી બાંધે, પુરુષ બાંધે યાવત્‌ નોસ્ત્રી-નોનપુંસક બાંધે? ગૌતમ! સ્ત્રી પણ બાંધે પુરુષ પણ બાંધે, યાવત્‌ નપુંસક પણ બાંધે અથવા આ બધાં અને એક અવેદક જીવ પણ બાંધે, અથવા આ બધાં અને ઘણાં અવેદી જીવ બાંધે.
ભગવન્‌! તે (૧) બાંધ્યુ, બાંધે છે, બાંધશે?, (૨) બાંધ્યુ, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે? (૪) બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે નહીં? ગૌતમ! કેટલાંકે બાંધ્યુ, બાંધે છે, બાંધશે. ઈત્યાદિ ચારે ભંગ જાણવા. - - ભગવન્‌! તે શું સાદિ સપર્યવસિત બાંધે છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્‌. ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે, અનાદિ સપર્યવસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે પણ સાદિ અપર્યવસિત ન બાંધે. - - ભગવન્‌! તો દેશથી દેશને બાંધે, એ પ્રમાણે જેમ ઐર્યાપથિક બંધક મુજબ યાવત્‌ સર્વથી સર્વ બાંધે.

Linked texts (1)