Viyahapannatti 612
Viyāhapannatti: ṭīkānusārī vivecana 612
- Language
- Gujarati
612
વિવેચન :–૪૧૫
કિં નેરઈઆ - આદિ સાત પ્રશ્નો છે, સાત ઉત્તર છે. આમાં મનુષ, માનુષીને વર્જીને પાંચ સાંપરાયિક બંધ સકષાયત્વથી છે. મનુષ્ય, માનુષીમાં સકષાયિત્વમાં સાંપરાયિક બંધ છે, અન્યમાં ન બાંધે.
સાંપરાયિક બંધન સ્ત્રી આદિ અપેક્ષાએ નિરૂપે છે - અહીં સ્ત્રી આદિ વિવક્ષિત એકત્વ-બહુત્વથી છ સર્વદા સાંપરયિક બાંધે, વેદરહિત કદાચિત્ જ બાંધે, વેદરહિત સ્ત્રી આદિ કેવલી બાંધે. જો વેદ રહિત હોય તો સહિત પણ કહેવા અથવા સ્ત્રી આદિ અને વેદરહિત બાંધે. કેમકે તેમાં એકનો જ સંભવ છે અથવા આ સ્ત્રી આદિ વેદરહિત ઘણાં જીવો બાંધે. વેદરહિતને સાંપરાયિક બંધ ત્રણ વેદમાં, ઉપશાંત કે ક્ષીણ યાવત્ યથાખ્યાતને ન પામે, ત્યાં સુધી હોય છે. અહીં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન વિવક્ષા કરી નથી. બંને એકત્વ-બહુત્વ ભાવથી નિર્વિશેષ હોવાથી, તેથી કહે છે – વેદરહિતને સાંપરાયિકબંધ અલ્પકાલીન જ હોય. - X - X –
હવે સાંપરાયિક કર્મબંધ ત્રણ કાળથી –અહીં પૂર્વોક્ત આઠ વિકલ્પોમાંથી આદ્ય ચાર જ સંભવે છે, બીજા નહીં કેમકે જીવોનું સાંપરાયિક કર્મ બંધન અનાદિનું છે. ન બંધી - આદિમાં પહેલો ભંગ સર્વ સંસારીને યથાખ્યાત અસંપ્રાપ્ત, ઉપશમ, ક્ષપક પર્યન્ત છે. તે પૂર્વે બાંધેલ, વર્તમાનમાં બાંધે છે અને ભાવિમાં બાંધશે. (૨) મોહના ક્ષયથી પૂર્વે અતીતકાલ અપેક્ષાએ બાંધેલ, વર્તમાનકાળે બાંધે છે, ભાવિ મોહ ક્ષય અપેક્ષાએ બાંધશે નહીં. (૩) ફરી ઉપશાંત મોહત્વથી પૂર્વે બાંધેલ, ઉપશાંત મોહત્વથી ન બાંધતો, તેનાથી ચ્યવીને ફરી બાંધશે. (૪) મોહક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધેલ, મોહ ક્ષયથી ન બાંધે, બાંધશે નહીં. - - સાંપરાયિક કર્મબંધ આશ્રીને જ –
ઉપશાંત મોહથી ચ્યવી, ફરી ઉપશાંત કે ક્ષીણ મોહતાને પામે તે સાદિ સપર્યવસિત. ક્ષપક અપેક્ષાએ અનાદિ સપર્યવસિત, અભવ્ય અપેક્ષાએ અનાદિ અપર્યવસિત. સાદિ સાંપરાયિક બંધ જ મોહ-ઉપશમથી ચ્યવીને જ થાય, તેને અવશ્ય મોક્ષે જતાં સાંપરાયિક બંધનો વિચ્છેદ સંભવે છે. તેથી સાદિ અપર્યવસિત બંધ નથી.
કર્મવક્તવ્યતા કહી. હવે કર્મમાં જ યથાયોગ પરીષહ અવતરણને નિરૂપવાની ઈચ્છાથી કર્મપ્રકૃતિ, પરીષહોને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit