Pramāṇa · Search · About · API

Viyahapannatti 613

Viyāhapannatti: ṭīkānusārī vivecana 613

Language
Gujarati

613

‘ભગવતી’ સૂત્ર-૪૧૬ થી ૪૨૦ :– [૮/૮/૪૧૬ થી ૪૨૦]
[૪૧૬] ભગવન્‌! કર્મપ્રકૃતિ કેટલી કહી છે? ગૌતમ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય.
ભગવન્‌! પરીષહો કેટલા કહ્યા છે? ગૌતમ! બાવીશ પરીષહો છે. તે આ – ક્ષુધા, તૃષા યાવત્‌ દર્શન પરીષહ.
ભગવન્‌! આ ૨૨-પરીષહો કેટલી કર્મપ્રકૃતિમાં અવતરે? ગૌતમ! ચાર કર્મપ્રકૃતિમાં સમવતરે. તે આ – જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય.
ભગવન્‌! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! બે પરીષહો. તે આ – પ્રજ્ઞા અને જ્ઞાન પરીષહ. - - ભગવન્‌! વેદનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! ૧૧-પરીષહો. તે આ –
[૪૧૭] અનુક્રમથી પહેલા પાંચ અને ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મેલ.
[૪૧૮] દર્શન મોહનીય કર્મમાં ભગવન્‌! કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! એક દર્શન પરીષહ. - - ભગવન્‌! ચારિત્રમોહનીય કર્મમાં કેટલા પરીષહો સમવસરે? ગૌતમ! સાત પરીષહો. તે આ –
[૪૧૯] અરતી, અચેલ, સ્ત્રી, નૈષેધિકી, યાચના, આક્રોશ, સત્કાર-પુરસ્કાર. - - -
[૪૨૦] - - - ભગવન્‌! અંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવસરે? ગૌતમ! એક, અલાભ પરીષહ.
ભગવન્‌! સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે? ગૌતમ! ૨૨-પરીષહો છે. તેમાં ૨૦-વેદે છે. જે સમયે શીતપરીષહ વેદે, તે સમયે ઉષ્ણપરીષહ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે, તે સમયે શીત પરીષહ ન વેદે. - - જે સમયે ચર્યા પરીષહ વદે તે સમયે નિષદ્યા પરીષહ ન વેદે. જે સમયે નિષદ્યા પરીષહ વેદે તે સમયે ચર્યા પરીષહ ન વેદે.
ભગવન્‌! આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે? ગૌતમ! ૨૨-પરીષહ છે. તે આ – ક્ષુધા, તૃષ્ણા, શીત, દંશ, મસગ, યાવત્‌ અલાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું તેમ અષ્ટવિધમાં કહેવું. ભગવન્‌! ષડ્‌વિધ બંધક સરાગ છદ્મસ્થને કેટલા પરીષહો છે? ગૌતમ! ૧૪-પરીષહો છે. તેમાં ૧૨-વેદે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉષ્ણ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે ત્યારે શીત ન વેદે. જે સમયે ચર્યાપરીષહ વેદે ત્યારે શય્યા ન વેદે, જે સમયે શય્યા પરીષહ વેદે તે સમયે ચર્યાપરીષહ ન વેદે.
ભગવન્‌! એકવિધ બંધક વીતરાગ છદ્મસ્થને કેટલા પરીષહ છે? ગૌતમ! જેમ ષડ્‌વિધ બંધકને કહ્યા તેમ જાણવા. ભગવન્‌! એકવિધબંધક સયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહ છે? ગૌતમ! ૧૧-પરીષહો છે. તેમાં નવ પરીષહ વેદે છે. બાકીનું ષડ્‌વિધ બંધકની માફક જાણવું. ભગવન્‌! અબંધક અયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહો છે? ગૌતમ! ૧૧-પરીષહો છે. તેમાં નવને વેદે છે, બાકી ષડ્‌વિધ બંધક માફક જાણવું. યાવત્‌ - ચર્યા પરીષહને ન વેદે.

Linked texts (1)