Pramāṇa · Search · About · API

Viyahapannatti 614

Viyāhapannatti: ṭīkānusārī vivecana 614

Language
Gujarati

614

વિવેચન :–૪૧૬ થી ૪૨૦
પરી - ચોતરફથી, સ્વહેતુ વડે ઉદીરિત, માર્ગથી ચ્યવ્યા વિના, નિર્જરાર્થે સાધુ આદિ વડે સહન કરાય તે પરીષહ. તે ૨૨ છે.
(૧) ક્ષુધા - એ જ પરીષહ - તપ અથવા અનેષણીય ભોજનના પરિહાર માટે મુમુક્ષુ દ્વારા સહન કરાતો હોવાથી ક્ષુધા પરીષહ. એ રીતે (૨) તૃષાપરીષહ. યાવત્‌ શબ્દથી હવે વ્યાખ્યાન સહિત આ પ્રમાણે – (૩) શીત, (૪) ઉષ્ણ પરીષહ. - આતાપનાર્થે શીતોષ્ણની પીડામાં પણ અગ્નિ સેવન, સ્નાનાદિ કૃત્ય છોડીને મુમુક્ષુ વડે તેને સહન કરવાથી. એ પ્રમાણે આગળ પણ જાણવું –
(૫) દંશ-મશક પરીષહ - ચતુરિન્દ્રિય જીવ, ઉપલક્ષણથી જૂ, માંકડ, માખી આદિ પરીષહ લેવા. તેને સહેતા દેહ-વ્યથા ઉત્પન્ન થવા છતાં, તેને ભય કે દ્વેષથી નિવારણ ન કરવું. (૬) અચેલ-વસ્ત્રનો અભાવ, જીર્ણ-અપૂર્ણ-મલિનાદિ વસ્ત્રો હોવા. લજ્જા, દિનતાથી આકાંક્ષાદિ ન કરીને સહન કરવું.(૭) અરતિ-મોહનીય જ મનોવિકાર, તેનો નિષેધ કરીને સહેવો. (૮) સ્ત્રી પરીષહ - સ્ત્રીનો પરીષહ, તેનાથી નિરપેક્ષપણું તે બ્રહ્મચર્ય.
(૯) ચર્યાપરીષહ - ગામ, નગરાદિમાં સંચરણ, અપ્રતિબદ્ધપણે તે કરવું. (૧૦) નિષદ્યાપરીષહ-નૈષેધિકી એટલે સ્વાધ્યાય ભૂમિ, શૂન્યાગારાદિ રૂપ, તેને સહેવી. ત્યાં ઉપસર્ગમાં ત્રાસવું નહીં. (૧૧) શય્યા પરીષહ - શય્યા એટલે વસતિ, તજ્જન્ય દુઃખ આદિની ઉપેક્ષા કરવી. (૧૨) આક્રોશ પરીષહ - આક્રોશ એટલે દુર્વચન. (૧૩) વધ પરીષહ - વધ કે વ્યધ, લાકડી વડે મારે તે સહેવા અને ક્ષમાનું અવલંબન કરવું. (૧૪) યાચના પરીષહ - યાંચા એટલે ભિક્ષા માંગવી, તે સહેવા માનને વર્જવું. (૧૫) અલાભ પરીષહ -દિનતા ન કરવી.
(૧૬) રોગ પરીષહ - રોગને સહેવો, તેની પીડા સહેવી, ચિકિત્સા ન કરવી. (૧૭) તૃણસ્પર્શ પરીષહ - કુશ આદિના સ્પર્શને સહેવો. સંસ્પર્શજન્ય દુઃખને સહેવો. (૧૮) જલ્લ પરીષહ - જલ્લ એટલે મેલ, તે સહેવો. દેશથી કે સર્વથી સ્નાન, ઉદ્વર્તનાદિ વર્જવા. (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ - સત્કાર એટલે વસ્ત્રાદિ પૂજા, પુરસ્કાર એટલે રાજાદિ દ્વારા કરાયેલ અભ્યુત્થાનાદિ કે તેના સદ્ભાવમાં ગર્વનું વર્જન, તેના અભાવે દીનતા વર્જન અને તેની આકાંક્ષાનો અભાવ. (૨૦) પ્રજ્ઞાપરીષહ - પ્રજ્ઞા એટલે મતિજ્ઞાન વિશેષ તેને સહેવું, પ્રજ્ઞા અભાવે ઉદ્વગે ન કરવો. તેના સદ્ભાવે મદ ન કરવો. (૨૧) જ્ઞાનપરીષહ - મતિ આદિ જ્ઞાન, તે વિશિષ્ટ સદ્ભાવમાં મદવર્જન, તેના અભાવે દીનતાવર્જન. (૨૨) દર્શન પરીષહ - દર્શન એટલે તત્ત્વાર્થ શ્રદ્ધા, જિન, જિનોક્ત સૂક્ષ્મભાવોની અશ્રદ્ધાનું વર્જન.
કેટલી કર્મ પ્રકૃતિમાં પરીષહો આવે છે. જ્ઞાનાવરણ કર્મમાં મતિ જ્ઞાનાવરણરૂપે અવતરે છે. જ્ઞાનાવરણના ઉદયે તેનો અભાવ સંભવે, તેથી તેના અભાવમાં દિનતાને છોડવી. તેના સદ્ભાવમાં માનને વર્જવું. તેથી ચારિત્ર મોહનીયક્ષયોપશમાદિ થાય. એ રીતે જ્ઞાન પરીષહ પણ છે. વિશેષ એ કે જ્ઞાનાવરણમાં મત્યાદિજ્ઞાન સમવતરે છે
પંચેત્યાદિ૦ - ક્ષુધા, પીપાસા, શીત, ઉષ્ણ, દંશમશક આ પાંચ, તેમાં વેદનીયથી જન્મેલ પીડાને સહન કરવી, તેથી ચારિત્રમોહનીય ક્ષયોપશમાદિ સંભવે, કેમકે સહેવું તે ચારિત્રરૂપ છે.
દર્શન-તત્ત્વ શ્રદ્ધારૂપ છે, દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિમાં થાય, તેના ઉદયમાં ન થાય, તેથી તેમાં દર્શનપરીષહ સમવતરે છે.
અરતિ આદિ ગાથા, અરતિ મોહનીયથી અરતિ પરીષહ થાય. અચેલ પરીષહ જુગુપ્સા મોહનીયથી, લજ્જા અપેક્ષાએ છે. પુરુષવેદ મોહમાં સ્ત્રી પરીષહ અને સ્ત્રીની અપેક્ષાએ પુરુષ પરીષહ, સ્ત્રી વેદ મોહમાં થાય. તત્ત્વથી સ્ત્રી આદિ અભિલાષરૂપત્વથી. નૈષેધિકી પરીષહ ઉપસર્ગ ભયની અપેક્ષાએ ભય મોહનીયમાં થાય. યાચના પરીષહ માનમોહનીયમાં તેની દુષ્કરતાની અપેક્ષાએ થાય. આક્રોશ પરીષહ ક્રોધમોહનીયમાં ક્રોધોત્પત્તિ અપેક્ષાએ, સત્કારપુરસ્કાર પરીષહ-માનમોહનીયમાં મદોત્પત્તિ અપેક્ષાથી સમવતરે છે,સામાન્યથી આબધાં ચારિત્રમોહ-નીય માં અવતરે.
અલાભ પરીષહ અંતરાયમાં સમવતરે છે. અંતરાયમાં અહીં લાભાંતરાય લેવું, તેના ઉદયથી લાભનો અભાવ થાય. તેને સહેવાથી ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય. હવે બંધ સ્થાનને આશ્રીને કહે છે –
સપ્તવિધબંધક - આયુ સિવાયના શેષ કર્મ બંધક, જ્યારે શીત પરીષહ વેદે ત્યારે ઉષ્ણ પરીષહ ન વેદે. પરસ્પર અત્યંત વિરોધી હોવાથી, તેનો એકત્ર સંભવ અશક્ય છે. જો કે શીત-ઉષ્ણનો એક સાથે એકત્ર સંભવ નથી. તો પણ આત્યંતિક શીતમાં તથાવિધ અગ્નિની પાસે એક સાથે એક પુરુષને એક દિશામાં શીત, બીજી દિશામાં ઉષ્ણ એમ બંને પરીષહોનો સંભવ છે. એમ નથી. કાલકૃત શીત-ઉષ્ણને આશ્રીને આ સૂત્ર કહ્યું છે.
ચર્યા એટલે ગ્રામાદિમાં સંચરણ, નૈષેધિકી-એટલે ગામ આદિમાં માસકલ્પાદિનો સ્વીકાર, સ્વાધ્યાય નિમિત્તે વિવિક્ત ઉપાશ્રયે જઈને બેસવું તે. એ પ્રમાણે આમાં વિહાર-અવસ્થાન રૂપત્વથી પરસ્પર વિરોધી હોવાથી એક સાથે સંભવ નથી. હવે નિષદ્યાની જેમ શય્યા પણ ચર્યા સાથે વિરુદ્ધ છે, તેનો પણ એક સાથે સંભવ નથી, તેથી ઉત્કૃષ્ટથી ૧૯-પરીષહોનું વેદન થાય. ના, એમ નથી. કેમકે ગ્રામાદિ ગમન પ્રવૃત્ત જ્યારે કોઈક ઉત્સુકતાથી, તેના પરિણામથી અનિવૃત્ત, વિશ્રામ-ભોજનાદિ અર્થે બીજી શય્યામાં વર્તે, ત્યારે બંને અવિરુદ્ધ છે. તત્ત્વથી ચર્યાની અસમાપ્તિને આશ્રીને આ આશ્રય કરાયો છે. તો ષડ્‌વિધ બંધક કઈ રીતે કહે છે – જે સમયે ચર્યા પરીષહ વેદે, ત્યારે શય્યા પરીષહ ન વેદે આદિ.
અહીં કહે છે – ષડ્‌વિધ બંધક, મોહનીયના અવિદ્યમાન કલ્પપણાથી છે, સર્વત્ર ઉત્સુકતા અભાવે શય્યા કાળે શય્યામાં જ વર્તે પણ બાદરરાગવત્‌ ઉત્સુકતાથી વિહાર પરિણામ વિચ્છેદ કર્યા વિના ચર્યામાં વર્તતો નથી. તેથી તેની અપેક્ષાએ તેથી તે પરસ્પર વિરુદ્ધ છે. - X -
ષડ્‌વિધ બંધકને - આયુ અને મોહનીય વર્જનાર બંધકને અર્થાત્‌ સૂક્ષ્મ સંપરાયવાળાને, આમ કહે છે – સૂક્ષ્મ લોભાણુવાળાને વેદનાથી સરાગ, અનુત્પન્ન કેવળપણાથી છદ્મસ્થને આઠ મોહનીયનો અસંભવ હોવાથી બાવીશમાંના બીજા ૧૪ પરીષહો છે. (શંકા) સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ૧૪ જ કહેવાથી મોહનીયથી સંભવતા આઠનો અસંભવ કહ્યો છે. તેના સામર્થ્યથી અનિવૃત્તિ બાદર સંપરાયને મોહનીયના સંભવતા આઠેનો સંભવ પ્રાપ્ત છે. આ કઈ રીતે યોજવું? – દર્શન સપ્તકના ઉપશમમાં બાદર કષાયના દર્શનમોહનીય ઉદયના અભાવથી દર્શન પરીષહના અભાવે સાતનો સંભવ છે, આઠનો નહીં. તેથી દર્શનમોહનીય સત્તા અપેક્ષાએ આ પણ ઈચ્છતા આઠનો જ, તેથી ઉપશમકત્વમાં સૂક્ષ્મ સંપરાયના પણ મોહનીય સત્તા સદ્ભાવથી તે બધાં જ પરીષહો કેમ ન સંભવે? -
અહીં કહે છે – જેથી દર્શન સપ્તક ઉપશમની ઉપર નપુંસક વેદાદિ ઉપશમ કાળે અનિવૃત્તિબાદર સંપરાય હોય છે, તે આવશ્યકાદિ સિવાયના ગ્રંથાંતર મતથી દર્શનત્રયના બૃહતિ ભાગે ઉપશાંતમાં છે, બાકીના અનુપશાંતે જ છે. નપુંસકવેદ તેની સાથે ઉપશમવાને ઉપક્રમે છે તેથી નપુંસક વેદોપશમ અવસરે અનિવૃત્તિ બાદર સંપરાયથી દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, સત્તાથી નહીં. તેથી તે નિમિત્તે દર્શનપરીષહ તેને છે. તેથી આઠ જ થાય. સૂક્ષ્મ સંપરાયને મોહ સત્તામાં પણ પરીષહ હેતુભૂત નથી. મોહનીયનો સૂક્ષ્મોદય હોવાથી મોહજન્ય પરીષહ સંભવ નથી.
કહ્યું છે કે – મોહનિમિત્ત આઠ પરીષહ બાદર સંપરાયમાં કઈ રીતે છે? સૂક્ષ્મ સંપરાય અને ઔપશમિકમાં કેમ બધાં નથી? દર્શન સપ્તક પરત જ બાદર છે - X - તેથી તેમાં - X - આઠ પરીષહો કહ્યા. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મોદય ન હોવાથી ત્યાં ન કહ્યા. જો કે સૂક્ષ્મ સંપરાયે સૂક્ષ્મ લોભ કિટ્ટિકાનો ઉદય છે, પણ તે પરીષહ હેતુ થતો નથી. - X - જો કદાચ કોઈને તે થાય, તો પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા કરી નથી.
એકવિધ બંધક - એટલે વેદનીય બંધક. તે કોને છે? ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળાને. ૧૪ કહ્યા છે, તેમાં ૧૨-વેદે છે કેમ કે શીત-ઉષ્ણ અને શય્યા-ચર્યા પર્યાયથી વેદન છે - પરીષહો કહ્યા, તેમાં ઉષ્ણ પરીષહનો હેતુ સૂર્ય હોવાથી હવે સૂર્યની વક્તવ્યતા –

Linked texts (1)